કામ્યા પંજાબીએ શલભ સાથે બીજા વિવાહ કર્યા


બંટી  નેગીથી  વિખૂટી પડેલી  કામ્યા પંજાબીએ  ૧૦મી ફેબુ્રઆરીએ  તેના બોયફ્રેન્ડ  શલભ દાંગ સાથે વિવાહ કરી લાધાં છે. એક પુત્રની માતા કામ્યા  પંજાબી  તેના લગ્નમાં  કાચી કુંવારી કન્યા જેવી સુંદર અને મોહક  લાગતી હતી.   અભિનેત્રીના ચહેરા  પર ખુશી સમાતી નહોતી.  લગ્નને લગતાં બેચલરેટ  પાર્ટીથી  લઈને સગાઈ,  મહેંદી, સંગીત જેવા તમામ  કાર્યક્રમો  પણ કામ્યાએ  મનભરીને  માણ્યા  હતા.  ગણ્યાગાંઠયા   મિત્રો અને  પરિવારજનોની  હાજરીમાં  લેવાયેલા  લગ્નમાં  રાતી સાડીમાં સજ્જ  કામ્યા ત રતિ જેવી અને ગોલ્ડન શેરવાની પહેરેલો શલભ  કામદેવ  જેવો લાગતો હતો.   રિસેપ્શનમાં  કામ્યાએ  હાથમાં  ચુડા સાથે ગ્રે રંગના  લહંગા-ચોલી પહેર્યાં હતાં.  જ્યારે શલભે  કાળી  શેરવાની  ધારણ કરી હતી અત્રે ઉલ્લેખનીય  છે કે   હાલના  તબક્કે 'શક્તિ- અસ્તિત્વ  કે અહસાસ કી'   માં  કામ કરી રહેલી કામ્યા  પંજાબી વર્ષ ૨૦૦૧થી ટચૂકડા પડદે સક્રિય  છે. તેણે 'પિયા  કા ઘર', 'બનુ મેં તેરી  દુલ્હન'  જેવી  ઘણા ધારાવાહિકોમાં  કામ કર્યું   છે. તેવી જ રીતે તેણે વિવાદાસ્પદ  રીયાલિટી  શો 'બિગ બોસ-૭'   ઉપરાંત અન્ય કેટલાંકમ  રીઆલિટી  શોઝમાં  પણ કામ  કર્યું  છે. 

લોકો  દુરૂપયોગ કરે છે ઓટીટી 


પ્લેટફોર્મનો:  કરણ કુન્દ્રા 

વર્ષ  ૨૦૦૯માં   'કિતની મોહબ્બતેં  હૈ'  ધારાવાહિકથી  કારકિર્દીનો  આરંભ  કરનાર  કરણ  કુન્દ્રા  જાણે કે રાતોરાત  ટચૂકડા પડદાનો  ચોકલેટ  બોય  બની ગયો.  મહત્ત્વની  વાત એ  છે કે તેને 'હોરર  સ્ટોરી (૨૦૧૩), 'મુબારકાં'  (૨૦૧૭),   '૧૯૨૧' (૨૦૧૮)  જેવી  ફિલ્મો અને  વેબ સીરીઝોમાંમ  કામ મળ્યું  તોય તેણે  ટી.વી.  પર કામ કરવાનું જારી રાખ્યું.  કરણ કહે  છે કે ટચૂકડો  પડદો  મારી કમાણીનું  સૌથી મોટું સાધન છે.  હું ટી.વી.થી દૂર ક્યારેય નથી થયો.  મારી  ફિલ્મને  અપ્રતિમ  સફળતા મળી ત્યાર બાદ પણ  મેં તુરંત  એક ધારાવાહિકમાં  કામ શરૂ કરી દીધું હતું. મને ટચૂકડા પડદે કામ કરવાનો  ગર્વ  છે. આ વર્ષે  મારી બે ફિલ્મો અને  એક વેબ  સીરીઝ  રજૂ  થવાના છે. અત્રે  ઉલ્લેખનીય  છે કે તે 'દિલ  હી તો હૈ' ની  ત્રીજી  સીઝનમાં પણ જોવા મળશે.  અભિનેતા  ઓટીટી  પ્લેટફોર્મથી પણ  બહુ  ખુશ છે.  જો કે તેની  ફરિયાદ છે કે લોકો આ  મંચ પર સેક્સનો અતિરેક  દર્શાવીને તેનો દુરુપયોગ  કરી રહ્યાં  છે.


વેમ્પ મધુરિમા તુલી બની ડાહીડમરી: 

વિવાદાસ્પદ  રીયાલિટી  શો 'બિગ બોગ-૧૩'  માંથી બહાર આવ્યા પછી મધુરિમા  તુલીને 'એક બાર  ફિર ઈશ્ક મેં મરજાવા'   કામ  મળી ગયું  છે. આ શોમાં હેલી શાહ, વિશાલ વશિષ્ટ અને રાહુલ સુધીર  તેના સહકલાકારો  છે. અભિનેત્રીએ કહ્યું હતું કે આ ધારાવાહિકોમાં  હું સ્પેશ્યલ  એજન્ટની  પોઝિટિવ  ભૂમિકા  ભજવી રહી  છું.  અત્રે ઉલ્લેખનીય  છે કે મધુરિમાએ  મોટાભાગે નકારાત્મક  રોલ  કર્યાં  છે તે કહે છે કે વેમ્પના  પાત્રોમાં   અભિનય કરવા બહોળી  તક મળે છે.  દર્શકોને  પણ મારા  નકારાત્મક  રોલ  ગમે છે.  પરંતુ  હમણા હું સકારાત્મક  ભૂમિકાઓ  ભજવવા  માગું  છું. 


કરણ વાહીને વેબ શોઝમાં વહાલા કેરેક્ટર રોલ 

સંખ્યાબંધ  ધારાવાહિકો, કોમેડી  શોઝ કરવા  ઉપરાંત  સંચાલન  ક્ષેત્રે  પણ ઝળકેલો  કરણ વાહી  હવે ઓટીટી  પ્લેટફોર્મ  તરફ વળ્યો  છે. અલબત્ત,  તેણે 'દાવત-એ-ઈશ્ક'  (૨૦૧૪)  અને 'હેટ  સ્ટોરી-૪'  (૨૦૧૮) જેવી   ફિલ્મોમાં  પણ  કામ કર્યું  છે.  અને  હવે તે વેબ  શોઝ કરી રહ્યો  છે.  અભિનેતા   કહે  છે કે ટચૂકડા  પડદાના  કલાકારો  માટે એમ ધારી  લેવામાં આવે  છે કે  તેમને  અન્ય ક્ષેત્રે  કામ નથી કરવું  હોતું પણ આ વાત  સાચી નથી.  જો કે હવે ટી.વી.ના  ઘણા કલાકારો વેબ સીરીઝો  કરી રહ્યા  છે.   હું પણ  તેમાંથી  બાકાત  નથી. આ મંચ પર કલાકારોને  પોતાની  અભિનય ક્ષમતા  બતાવવાની  બહોળી તક મળે  છે.  જો કે એવું  નથી કે  મને  ટચૂકડા  પડદે  કામ  નથી  કરવું.  હું  હમેશાંથી   નિર્ધારિત  (મર્યાદિત)  સમયમાં  પૂરાં  થનારા  શોઝમાં  કામ કરવા  ઈચ્છું  છું.  અલબત્ત,  મેે  લાંબા વર્ષો  સુધી  ચાલેલી  સિરિયલો  પણ કરી  છે.  પરંતુ  બદલાતા  સમય સાથે  નિશ્ચિત  સમયગાળામાં  પૂરાં થનારા શો જ  અચ્છો વિકલ્પ ગણાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38uNn7g
Previous
Next Post »