
શિવિન નારંગ બેહદ- ટુ માં મુખ્ય ભૂમિકામાં છે. એને લીડ રોલ પસંદ છે .... પણ શીર્ષક ભૂમિકાને એ સફળતાનો માપદંડ નથી માનતો. એની કે અન્યની સફળતાનો અથવા પ્રતિભાનો માપદંડ ટાઈટલ રોલ ન હોઈ શકે. એવું એ દ્રઢપણે મળે છે.
શિવિન કહે છે કે અગાઉ એને ઘણા ટાઈટલ રોલ ઓફર થયા છે જેનો એણે નમ્રતાથી અસ્વીકાર કર્યો હતો. કારણ હતું સ્ક્રિપ્ટ જ દમ વિનાની હતી. એને પોતાની પ્રતિભા પર વિશ્વાસ છે એટલે કલાકાર તરીકે એ અસુરક્ષા નથી અનુભવતો. બેયહદનું પ્રસારણ શરૂ થયું ત્યારે એનો પ્રચાર બહુ ગાઈ-વગાડીને કરવામાં આવ્યો હતો. એવું ચિત્ર ઉભું થયું જાણે સિરિયલ સુપરડુપર હિટ છે. પરંતુ કમનસીબે આ સિરિયલ ધારેલી સફળતા ન મેળવી શકી એનો પણ એને રંજ નથી. શિવિન કહે છે કે આ ધારાવાહિક રેટિંગમાં પટકાઈ ગઈ એનાથી ટીમને ખાસ ફરક નથી પડયો. સિરિયલનું યુનિટ આના માટે તૈયાર હતું.
શિવિનનો દાવો છે કે કમર્શિયલી ભલે આ સિરિયલ નિષ્ફળ ગઈ પણ લોકોને એ ગમી હતી. એનું માનવું છે અગાઉ ટેલિવિઝન શોની જે બોલબાલા હતી એ વી પરિસ્થિતિ આજે નથી. દાયકા અગાઉ ટીવી શોને ઊંચા રેટિંગ મળતા હતા અને આજે રિયાલિટી શો, ટોક શો અને કોમેડી શોની બોલબાલા છે. ટીવી શો દર્શકોને ગમે એવા બનાવવાની ફોર્મ્યુલા અગાઉ પણ નહોતી અને આજે પણ નથી. જો કે અંગત રીતે એ જે કોઈ માધ્યમમાં કામ કે એમાં પોતાની સો ટકા મહેનત આપે છે. આ શો અને એનો વહેલો મણકો પ્રેમ, વાસના, બદલો, લાગણીઓ અને વળગણની આગળપાછળ ચકરાવા મારતો હતો. શિવિનનું માનવું છે કે પ્રેમથી વ્યાખ્યા પ્રત્યેક દાયકે બદલાય છે.
સોહામણા શિવિનને હાલ કોઈ રીલેશનશીપમાં નથી બંધાવું. એનું સમગ્ર ધ્યાન માત્ર અને માત્ર કામ પર કેન્દ્રિત છે. આમ છતાં એને આજે કોઈ સાથે લવ થઈ જાય તો પ્રેમીપાત્રને આપવા એની પાસે સમય નથી. જેને કારણે કાયમી રીલેશનશીપમાં બંધાવાથી માથાકૂટ હાલતુરંત તોે એણે પડતી મૂકી છે. એ સ્વીકારે છે કે એના નામ અનેક સાથે લિંક થયા હતા અને એ તમામથી સાથે હવે એનું બ્રેક-અપ થઈ ચૂક્યું છે. સ્મૃતિ કાલરા સાથે એની રિલેશનશિપ લાંબો સમય ચર્ચિત હતી. તો ઊભરતી કલાકાર સોનાલી કુકરેજા સાથેનો સંબંધ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પંતુ હવે વાત સાચી હોય કે અફવા, રિલેશનશીપની ગોસીપને એ સહજતાથી લે છે, એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32SOnB7
ConversionConversion EmoticonEmoticon