
નડિયાદ, તા. 29 ફેબ્રુઆરી 2020, શનિવાર
ખેડા જિલ્લામાં નડિયાદ,મહેમદાવાદ અને મહુધા તાલુકામાં હિન્દુ જાગરણ મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જેમાં નડિયાદમાં જિલ્લા અધિક કલેકટર, મહેમદાવાદ મામલતદાર અને મહુધા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.જેમાં ખંભાત પોલીસ દ્વારા હિન્દુ જાગરણ મંચને બદનામ કરવા ની પ્રવૃતિ અંગે રજૂઆત કરી છે.
આજરોજ હિન્દુ જાગરણ મંચ દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતભરમાં અનેક હિન્દુ સમાજ પર મુસ્લિમો દ્વારા લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધંધા રોજગાર આયોજનપૂર્વક જેહાદ થઇ રહ્યો છે. સાગરપંથી ખંભાત જેવી જગ્યાએ પૂર્વ આયોજીત કાવતરા સાથે હિન્દુ સમાજના લોકોના મકાનો સળગાવી દેવામાં આવ્યા છે. તથા ખંભાત,બોડેલી,છોટાઉદેપુર જેવા ગામે ગામ તથા સમગ્ર રાજયમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદની ઘટનાઓ બની રહી છે.જે સામે હિન્દુ સમાજને જાગૃત કરવાનુ હીન્દુ જાગરણ મંચ કરી રહ્યુ છે.
આ ઉપરાંત આવેદપત્રમાં જણાવ્યુ છે કે તા.૨૫-૨-૨૦૨૦ ના રોજ ખંભાતમાં પૂર્વઆયોજીત કાવતરા સાથે ૫૦ જેટલા ઘરો પર મુસ્લિમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.અને મીલકતો સળગાવવામાં આવી,લૂંટફાટ કરવામાં આવી, ત્યારબાદ હીન્દુ જાગરણ મંચ દ્વારા ભોગ બનનાર હીન્દુઓની માલ-મીલતકનાન નુકસાનની યોગ્ય રીતે નોંધણી થાય તેવા પ્રયત્નો કર્યા હતા.
આ દરમ્યાન તા.૨૫-૨-૨૦૨૦ રોજ ખંભાતના સમગ્ર હીન્દુ સમાજ દ્વારા ખંભાત બંધનુ એલાન અપાયુ હતુ. અને ગવારા ટાવર પાસે ૨૫ થી ૩૦ હજાર હીન્દુઓ ભેગા થયા ત્યારે ભોગ બનનાર હીન્દુ સમાજના લોકોએ પોતાની વ્યથા-કથા વર્ણવી અને આમ સમાજ સમક્ષ મુસ્લિમે કરેલ હુમલા ખુલ્લા પડી ગયા હતા.
અને ખંભાત પોલીસની નિષ્ક્રીયતા ખુલ્લી પડી હતી.
આ બનાવ અંગે તા.૬-૨-૨૦૨૦ ના રોજ આણંદ જિલ્લા હીન્દુ જાગરણ મંચ દ્વારા કલેકટરને ખંભાત બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
પરીણામે હીન્દુ જાગરણ મંચના કેતનભાઇ પટેલ તથા નીરજભાઇ જૈન તા.૨૫-૨-૨૦૨૦ ના રોજ ખંભાતમાં હાજર ન હોવા છતા ભોગ બનનાર હીન્દુ સમાજે જે ભેગા થયો હતો અને વ્યથા વર્ણવી હતી તે જગ્યાએ હાજર હોવાનુ જણાવી પોલીસે ખોટી રીતે ફરીયાદ કરેલ છે અને આક્ષેપ કર્યા છે કે આ લોકોએ ઉશ્કેરાજનક ભાષણ કરેલા છે.આમ હિન્દુ જાગરણ મંચ અને તેના કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ તોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.આ આક્ષેપને વખોડી કાઢયો છે.અને ફરીયાદ કરનાર ફોજદારની સ્તવરે ખાતાકીય તપાસ કરવાની માંગ કરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VyuSMA
ConversionConversion EmoticonEmoticon