
નડિયાદ, તા. 29 ફેબ્રુઆરી 2020, શનિવાર
નડિયાદ સેશન્સ કોર્ટે નથ્થુના મુવાડા તાબે-સાંઢેલી તા.ઠાસરા ગામના પરણીત આરોપી દ્વારા સગીર બાળા ઉપર કરાયેલ બળાત્કારના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તા.૯-૯-૨૦૧૭ ના રોજ આરોપી અલ્પેશભાઇ રમણભાઇ સોલંકી ગામની સગીરવયની દિકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી, ફોસલાવી,પટાવી ભગાડી લઇ ગયો હતો.આરોપી અલ્પેશભાઇ સોલંકી પરણીત હોવા છતાં સગીરા સાથે સંભોગ કર્યા હતો.
આ બનાવ અંગે ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી.
આજરોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટેમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ ઉમેશ એ ઢગટે કોર્ટમાં ૧૨-દસ્તાવેજી લીસ્ટ તથા મૌખિક પુરાવાઓ રજૂ કર્યા હતા. આ ઉપરાંત હાલના સમયમાં સગીર બાળકીઓ ઉપર ગુનાનુ પ્રમાણ વધતુ જતુ અટકાવવાની ન્યાયપાલીકાની પવિત્ર ફરજ બનતી હોય અને સમાજમાં ગુના ઓછા બને તે કારણોને ધ્યાને કોર્ટ તકસીરવાન ઠેરવ્યો હતો.
જેમાં ઇ.પી.કો કલમ ક.૩૭૬ (૨)(એન)ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ તથા રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા તથા પોક્સો એકટની કલમ(૫),૬ ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ તથા રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજાનો હૂકમ કર્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PBwqBL
ConversionConversion EmoticonEmoticon