
ભારત વિશે કરેલા નિવેદન બાદ સૈફ સામે જબરો આક્રોશ ફેલાયો હતો
સૈફ અલી ખાને એવું નિવેદન કર્યું હતું કે અંગ્રેજોના આગમન પહેલાં ભારત જેવું કાંઇ નહોતું.સૈફના આવા નિવેદનથી આખા ભારતમાં જબરો રોષ-આક્રોશ ફેલાઇ ગયો હતો.
હિન્દી ફિલ્મ જગતમાં અમુક કલાકારોની કારકિર્દીમાં ચડાવ-ઉતાર સાથોસાથ વાદવિવાદ પણ ઘુમરાતા હોય છે.સૈફ અલી ખાન કંઇક આવો અદાકાર છે.સૈફ અલી ખાનની સમગ્ર કારકિર્દીમાં ક્યારેક સફળતા તો ક્યારેક થોડોક વિરામ અથવા તો દર્શકોની નારાજી પણ જોવા મળે છે.સાથોસાથ સૈફ અલી ખાન તેનાં વાણી-વર્તનથી પણ વિવાદમાં સપડાયો હોવાના અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે.
સૈફઅલી ખાનને ૨૦૨૦નું નવું વરસ શુકનિયાળ નિવડયું છે.એટલે કે આ વરસે સૈફની સુપરહીટ તાન્હાજી: ધ અનસંગ વોરિયર અને જવાની જાનેમન એમ ઉપરાછાપરી બે ફિલ્મો સફળ થઇ છે.ખાસ કરીને તાન્હાજી ફિલ્મમાં તો સૈફ અલી ખાને ઉદયભાણ રાઠોડની નઠારા અને ભારે ઝેરીલા સૂબાની અસરકારક ભૂમિકા ભજવી છે. ફિલ્મની સફળતામાં સૈફના આ પાત્રનું ખરેખર મોટું અને મહત્વનું યોગદાન છે એવા અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે.
બીજીબાજુ આ જ ફિલ્મની કથા અને તેમાંની ઘટનાઓ વિશે સૈફ અલી ખાને જબરું વિવાદાસ્પદ નિવેદન પણ કર્યું હતું.તાનાજી ફિલ્મમાં સ્વરાજ માટેની લડાઇનો ઉલ્લેખ છે.ફિલ્મની રજૂઆત બાદ સૈફ અલી ખાને એવું નિવેદન કર્યું હતું કે અંગ્રેજોના આગમન પહેલાં ભારત જેવું કાંઇ નહોતું.સૈફ અલી ખાનના આવા નિવેદનથી આખા ભારતમાં જબરો રોષ-આક્રોશ ફેલાઇ ગયો હતો.અસંખ્ય લોકોએ સૈફના ઇતિહાસના અને ભારતીય સંસ્કૃતિ વિશેના ભારોભાર અજ્ઞાાન વિશે ઉગ્ર ટીકા કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને બોલીવુડની અચ્છી અદાકારા ા શર્મિલા ટાગોરનો પુત્ર સૈફ અલી ખાન ખુલાસો કરતાં કહે છે જુઓ, મને ખબર છે કે આવા નિવેદનથી મારા પર જાતજાતના,આકરા અને અણિયાળા સવાલોનું આક્રમણ થયું છે.મારે આ બધા સવાલોનો જવાબ આપવો પણ રહ્યો.આમ છતાં મારે આ તમામ સવાલોનો જવાબ ઇતિહાસ અને રાજકારણના ઉલ્લેખ સાથે લાંબી ચર્ચા દ્વારા આપવો જોઇએ.જોકે મને બરાબર ખ્યાલ પણ છે કે મારા આ જવાબોથી લોકોમાં બે ભાગ પડી જશે.અમુક લોકો મારી સાથે સંમત થશે તો કેટલાંક નહીં થાય.આમ છતાં હું ભારપૂર્વક કહું છું કે મારો હેતુ તો આપણા દેશનાં લોકોમાં એકતા અને સંપનો માહોલ સર્જવાનો છે,નહીં કે વિખુટાં પાડવાનો.
હું મારી ફિલ્મોના માધ્યમ દ્વારા જનતામાં એકતાની ભાવના સર્જું છું.કહેવાનો અર્થ એ છે કે દેશની પ્રજામાં ભાગલા પડે કે આપણી એકતામાં તિરાડ પડે એવી કોઇ વાત કે કાર્ય ન કરવું જોઇએ કે ન થવું પણ જોઇએ.ખરું કહું તો હું હવેથી આવી કોઇપણ જાતની ચર્ચા કે અભિપ્રાયથી દૂર રહીશ.દેશમાં સંપ,એકતા અને ભાઇચારો રહે તેવા પ્રયાસો કરીશ.મારી ફિલ્મો દ્વારા પણ ભારતનાં લોકોને પ્રેમ,એકતા અને રાષ્ટ્રવાદનો સંદેશો મળે એવો પ્રયાસ કરીશ.બોલીવુડના મોટાગજાના નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરાની ફિલ્મ પરંપરા(૧૯૯૩)થી ફિલ્મ કારકિર્દી શરૂ કરનારો સૈફ અલી ખાન કહે છે,હું છેલ્લાં થોડાં વરસોથી પડદા પર ઓછો દેખાયો હતો.
વળી, ભૂમિકાઓની પસંદગી તથા મારા નવા સ્વરૂપ વિશે પણ ઘણી વાતો થાય છે. મારી જોકે મારી આવી કોઇ યોજના નહોતી.આમ છતાં આજે બોલીવુડમાં જે પ્રકારની ફિલ્મો બને છે, જે પ્રકારની કથા-પટકથા લખાય છે, મને જે પ્રકારનાં પાત્રોનાં આમંત્રણ મળતાં હતાં અને આજનાં દર્શકોની પસંદ-નાપસંદ વગેરે બાબતો ધ્યાનમાં રાખી હતી ખરી.મારા નમ્ર મતે આજે બોલીવુડમાં પ્રયોગશીલ, વિશિષ્ટ અને નવા વિષયો ધરાવતી ફિલ્મોનું નિર્માણ થાય છે.વળી,આવા નવા વાતાવરણમાં મને જે પ્રકારનાં પાત્રો મળે છે તેનો પણ ભરપૂર આનંદ-સંતોષ મેળવું છું.
યહ દિલ્લગી અને મૈં ખિલાડી તુ અનાડી ફિલ્મોથી બોલીવુડમાં પહેલી જ વખત સફળતા મેળવનારો સૈફ અલી ખાન તેના અનુભવના આધારે કહે છે, હું એક અભિનેતા તરીકે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવું અને દર્શકોનો બહોળો પ્રતિસાદ મેળવું તે સ્વાભાવિક છે.
મેં કંઇક આ જ રીતે જવાની જાનેમન ફિલ્મમાં હળવી અને મજેદાર કોમેડી કરવાનો પ્રયાસ કર્યો છે.મેંમારી અભિનય પ્રતિભાની પણ કસોટી કરી હતી.મારા ખ્યાલ મુજબ દર્શકોને મારી કોમેડી પણ ગમી છે.
જવાની દિવાની,કલ હો ના હો, હમ સાથ સાથ હૈ, દિલ ચાહતા હૈ, લવ આજકલ, હમતુમ, ઓમકારા, રેસ અને રેસ-૨ વગેરે જેવી સફળ ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવનારો સૈફ અલી ખાન બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, મેં ભૂતકાળમાં યશ રાજ ફિલ્મના મુખ્ય સંચાલક અને જાણીતા ફિલ્મ સર્જક આદિત્ય ચોપરા સાથે અર્બન કોમેડી(શહેરના વાતાવરણમાં સર્જાતું હાસ્ય) વિશે ચર્ચા-વિચારણા કરી હતી. સમયના પ્રવાહ સાથે બોલીવુડમાં પરિવર્તન આવ્યું. સાથો સાથ દેશમાં મલ્ટીપ્લેક્સ થિયેટરો પણ શરૂ થયાં. અમિતાભ બચ્ચન નામના એન્ગ્રી યંગ મેનનો ઝળહળતો ઉદય થયો. ત્યારબાદ ખાન (શાહરૂખખાન, આમિરખાન, સલમાનખાન) એક્ટર્સનું આગમન થયું. હું બોલીવુડના આ પરિવર્તનનો સાક્ષી રહ્યો છું.
બીજીબાજુ આજે બોલીવુડમાં રોમેન્ટિક કોમેડીનો નવો અને વિશિષ્ટ પ્રયોગ પણ શરૂ થયો છે. આવી નવતર વિષયોવાળી અને હલકીફૂલકી ફિલ્મોને દર્શકોનો બહોળશે આવકાર પણ મળ્યો છે.૨૦૧૦માં ભારત સરકારનો પદ્મશ્રી પુરસ્કાર પણ મેળવનારો સૈફ અલી ખાન કહે છે,ખરું કહું તો આ પ્રકારની ફિલ્મોમાં કામ કરવાનો એક વિશિષ્ટ આનંદ અને સંતોષ હોય છે.
સાથોસાથ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં અભિનય કરવો પડકારરૂપ પણ છે.આવી ભૂમિકાઓ કાંઇ બધાંને મળતી પણ નથી.અંગત રીતે કહું તો મને આવી ફિલ્મો જોવાનો ભરપૂર આનંદ મળે છે.રહી વાત અમુક સીધી-સરળ છતાં પડકારરૂપ ભૂમિકાની.મારા મતે સ્વચ્છ પાત્ર ભજવવું બહુ અઘરું છે.મેં મારી શેફ(૨૦૧૭) ફિલ્મ માટે બહુ મહેનત કરી હોવા છતાં દર્શકોને કદાચ ગમી નહોતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aRyNIA
ConversionConversion EmoticonEmoticon