પલાળેલા ચણા ખાવાના ફાયદા


રોજ સવારે એક નાનો બાઉલ પલાળેલા ચણા ખાવાથી અનેક બીમારી સામે રક્ષણ મળે છે. ચણામાં વિવિધ પ્રકારના વિટામિન  અને મિનરલ્સ  હોય છે જેથી  તેનું  સેવન  કરવાથી  ફાયદો થાય છે. 

બ્લડ સુગર નિયંત્રિત રહે છે

બ્લડ સુગરને નિયંત્રિત રાખવા પલાળેલા ચણાનું સેવન કરવું જોઇએ. તેમાં ફાઇબર  હોવાથી બ્લ સુગરને નિયયંત્રિત રાખે છે. 

પાચનક્રિયા સુધારે છે

પલાળેલા ચણામાં પ્રચૂરમ માત્રામાં ફાઇબર સમાયેલા હોય છે. ફાઇબરનું મુખ્ય કામ ભોજન પચાવવાનું હોય છે,તેથી ચણા પાચન ક્રિયા સુધારે છે. 

વજન નિયંત્રિત કરે છે

વધેલા વજનથી કંટાળેલા લોકોપોતાના રોજિંદા આહારમાં ગ્લાઇસેમિકઇન્ડેકસ નામનું તત્વ હોય છે જે ભૂખ ઓછી કરે છે, તેથી વજન ઘટે છે. 

કેન્સરના જોખમને ઓછુ કરે છે

પલાળેલા ચણાનું સેવન કેન્સરના જોખમને ઓછુ ંકરે છે. તેમાં બ્યૂટિરેટ નામનું ફેટી એસિડ સમાયેલું છે, જે કેન્સરનો ઉદભવ કરતી કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે. 

આંખ માટે ગુણકારી

ચણાનું સેવન આંખની જ્યોતિ વધારે છે. તેમાં સમાયેલ બી-કેરોટિન તત્વઆંખની કોશિકાઓને નુકસાન થતા બચાવે છે. જેથી દ્રષ્ટિની ક્ષમતા સ્વસ્થ રહે છે. 

હેમોગ્લોબિનની ઊણપ નહીં રહે

લોહીમાંના રક્ત કણની કમીને એનિમિક કહેવામાં આવે છે. પલાળેલા ચણા રોજ ખાવાથી ચણામાં મોજૂદ આર્યન મળે છે. જે આપણા શરીરમાં હેમોગ્લોબિનની પ્રયાપ્ત માત્રાને જાળવી રાખે છે. 

ગર્ભવતી મહિલાઓ માટે

ગર્ભવતી મહિલાઓ માટે ચણાનું સેવન ગુણકારી છે. તેમાં પ્રોટીન પ્રચૂરમાત્રામાં સમાયેલું છે. તે ઉદરમાં ઉછરી રહેલા શિશુ માટે પણ ફાયદાકારક પૂરવાર થાય છે. તેમજ માતાને પણ સ્ફૂર્તી રહે છે. 

વાળ માટે લાભકારી

પલાળેલા ચણામાં વિટામિન-એ, બી અને વિટામિન ઈ  હોય છે જે વાળને સ્વસ્થ અને મજબૂત રાખે છે. 

ચણા પચવામાં ભારી હોય છે, તેથી પોતાની પાચન શક્તિ અનુસાર ખાવા જોઇએ. 

- સુરેખા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39DDANK
Previous
Next Post »