સના ખાને પ્રેમમાં દગો ખાધો


મેલ્વીન  સાથેના  બ્રેકઅપ  વિશે ફોડ   પાડતાં કહ્યું હતું  કે તેણે  મારી સાથે  છેતરપિંડી  કરી હતી.  અમારા સંબંધમાં  મે દગો ખાધો છે.  હું તેને   ખરા હૃદયથી  ચાહતી હતી અને તેને વફાદાર હતી.   

મોડેલમાંથી અભિનેત્રી  બનેલી  સના  ખાને દક્ષિણ  ભારતની  સંખ્યાબંધ  ફિલ્મો, હિન્દી સિનેમા ઉપરાંત  ટચૂકડા  પડદાના  ઘણાં રિઆલિટી શોઝમાં  કામ કર્યું.   થોડા  સમય  અગાઉ  તેણે  પોતાના ઈન્સ્ટાગ્રામ  અકાઉન્ટ  પરના એક  મેસેજમાં  લખ્યું હતું,  'છેતરાયેલી,  ભગ્ન અને સુંદર.'  તે વખતે  તો લોકોએ તેને સામાન્ય  ફોટોલાઈન  માનીને  હળવાશમાં લઈ લીધું.  પણ પછીથી  બધાને  સમજાયું  કે આ રીતે તે   કોરિયોગ્રાફર મેલ્વીન  લુઈસ  સાથેના  પોતાના સંબંધો  પૂરાં  થયા  હોવાનો સંકેત  આપી રહી  હતી.

અભિનેત્રીએ  છેવટે  મેલ્વીન  સાથેના  બ્રેકઅપ  વિશે ફોડ   પાડતાં કહ્યું હતું  કે તેણે  મારી સાથે  છેતરપિંડી  કરી હતી.  અમારા સંબંધમાં  મે દગો ખાધો છે.  હું તેને   ખરા હૃદયથી  ચાહતી હતી અને તેને વફાદાર હતી.   પરંતુ તમે જ્યારે કોઈને હૈયાના  ઊંડાણથી  પ્રેમ કરો તે તમારી સાથે દગો  કરે ત્યારે તમારું મન  તૂટી જાય.  મને જ્યારે  તેની  બેવફાઈની ખબર પડી  ત્યારે  હું ભાંગી પડી હતી. 

અત્રે  ઉલ્લેખનીય  છે કે સના અને  મેલ્વીન  એક વર્ષ પહેલા  મળ્યા હતા.  થોડી  મુલાકાતો પછી બંને વચ્ચે પ્રેમ  પાંગર્યો.  સના કહે છે કે થોડા સમય પછી અમારી  વચ્ચે નાની નાની વાતે  ઝગડાં થવા લાગ્યા હતા.  પરંતુ કોઈપણ  યુગલ વચ્ચે  લડાઈઝગડાં  થવાં સામાન્ય  બાબત  છે. તેથી મેં એ વાતસાવ હળવાશથી  લઈ લીધી.  પરંતુ  મને બહારથી  અવારનવાર એવું  સાંભળવા મળતું  કે તેને અન્ય   સ્ત્રીઓની  પાછળ  પાછળ  ફરવાની  ટેવ  છે.  હું જ્યારે  તેને આ બાબતે   કાંઈ  પૂછતી   તો  તેને  મને કહેતો  કે મારા વિરુધ્ધ  આવી વાતો  ફેલાવનારા ઈર્ષ્યાની  આગમાં  બળે  છે.

જો કે સનાને  પોતે   સાંભળેલી  વાતોનો  પુરાવો મળી ગયો.  તે કહે છે કે થોડા વખત પહેલા મને કાંઈક ખોટું થઈ રહ્યું  હોવાની શંકા જતાં મેં તેનો ફોન તપાસવાનો  પ્રયાસ કર્યો.  પણ તેણે મ મારા હાથમાંથી  ફોન ઝૂંટવી  લીધો અને ઝટપટ  મેસેજ  ડીલીટ કરવા લાગ્યો. તે વખતે મને લાગ્યું કે લોકોતોના વિશે જે કહેતાં હતાં તે સાચું છે.  છેવટે મ ેં તેની  સાથેના સંબંધોનો  અંત આણી  દીધો. પછીથી મને ખબર  પડી  કે તે અગાઉથી  જ અન્ય કોઈની સાથે સંબંધ બાંધી ચૂક્યો  છે. હું એ છોકરીને ઓળખું  છું. પણ તેનું નામ જાહેર કરવાનું મને અનુચિત  લાગે છે.

અત્રે ઉલ્લેખનીય  છે કે વર્ષ ૨૦૧૯ના   સપ્ટેમ્બર  મહિનામાં અભિનેત્રીને  પહેલી  વખતે  એવી  અનુભૂતિ  થઈ  કે તેમના સંબંધોમાં  ઓટ આવી  છે. તે કહે છે કે તે વખતે  હું  માંદી પડી હતી. પણ તેને મારી રાતી પાઈની પણ ચિંતા નહોતી થઈ.  તેણે મારી  જરાસરખી   કાળજી ન કરી. હવે મને એ વાતની ખુશી  છે કે હું તેનાથી  અલગ  થઈ ગઈ છું.

મહત્ત્વની વાત એ  છે કે સના  ભલે તેનાથી  વિખૂટી  પડીને  જીવનમાં  આગળ વધવા માગે છે, પરંતુ  તે  દિલથી  હજી સુધી  મેલ્વીન  સાથે જોડાયેલી  છે. અભિનેત્રી  કહે છે કે હું શરીરથી  ભલે તેનાથી  દૂર થઈ  ગઈ  છું.  પણ મારો જીવ હજી  મેલ્વીનમાં  પરોવાયેલો  છે.   હું તેની સાથે  લગ્ન કરવા  માગતી હતી.  પરંતુ  તેણે મ મારું  દિલ તોડયું જ છે. આવો દગા ખાધા પછી હું ક્યારેય  કોૈઈ પુરૂષ પર ભરોસો નહીં કરી  શકું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vKi3UJ
Previous
Next Post »