આજે બાળદિન હતો અને એક બહુ નામના ધરાવતી સંસ્થા દ્વારા ઉજવણી થઇ રહી હતી. એક નવીજ શીઘ્ર હરીફાઈની જાહેરાત થઇ હોઈ, પ્રેક્ષકોનો નો ઉત્સાહ વધી રહ્યો હતો.મોટા ભાગના સ્કુલના બાળકો એની મમ્મી સાથે હાજર રહ્યા હતા.
આયોજકે પૂર્વભૂમિકા બાંધતા પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. જમાનો હરિફાઇનો છે.જ્યા જુઓ ત્યાં એકબીજાથી આગળ થવાની હોડ લાગી છે.કોઇને અભ્યાસમાં આગળ વધવું છે તો કોઇને નૃત્યમાં થનગનવું છે તો કોઇને ગાયનમાં પોતાના અવાજનો જાદુ દેખાડવો છે તો કોઇને પાકકલામાં પ્રસિદ્ધ થવુ છે. એકબીજાને પછાડવા છે.એવુ નથી કે તેઓમા ટેલેન્ટ નથી પરંતુ કોઇને પોતાની પ્રતિભા દેખાતી જ નથી.,પરંતુ જો બધા લોકો ,બીજાને પાછળ ધકેલવા કરતા પોતે કઇક નવું શીખવાની અને આગળ વધવાની ધગશ રાખે તો અચૂક સફળ બને. ટૂંકમા એકબીજાને અડચણ નહી મદદરૂપ બને.
જમાનો ડીજીટલ છે. મોબાઇલ, ટેબલેટ, ઈન્ટરનેટ, ફેસબુક આ બધાની વચ્ચે કયાંક કશુક ખોવાઇ રહયું છે. માંના હાલરડાંનુ સ્થાન મોબાઇલે લઇ લીધું. માં ના હાલરડામા એવો જાદુ હોય છે.,માંના હાથનુ માલીશ,વાળમાં તેલ માલીશ અને એવું તો કેટલુ યે જેને માત્ર અનુભવી શકાય વર્ણવી ન શકાય તે આ ડીજીટલ જમાનામા કયાંક ખોવાઇ રહયુ છે.માંના સ્પર્શ ની તોલે કશુ ના આવે પણ આ પરિવર્તન દરેક વખતે હકારાત્મક ન પણ હોય એવું પણ જોવા મળે છે. ઘણી બધી જગ્યાએ બસ તમને દેખાદેખી જોવા મળે, મા બાપ પોતાના સંતાનોથી દુર થતા જાય છે.
એ સંદર્ભે આજ ની આપણી હરીફાઈ એક નવા આયામ સાથેની છે જેમાં બાળકે પોતાની માતાને ઓળખવાની. લાગે છે ને અલગ?હા આમ તો માતાને એનું બાળક અને બાળકને એની માતા જ ઓળખી શકે.
નિયમો સમજાવાયા. આમા જરા અલગ રીતે ઓળખવાની વાત હતી.બાળકો નાના હતા એટલે ચાલાકી શીખી ના શકે અથવા મમ્મી શીખવાડી ના શકે સંવેદનાનું મહત્વ અનુભવવાનો આશય પણ હતો. બાળકની આંખ ઉપર પાટો બાંધીને બધાં જ મમ્મીની સામે મૂકી દેવામા આવશે,બંધા આંખે જ બાળકે પોતાની મા ને ઓળખી લેવાની રહેશે.જે બાળક પોતાની મા ને ઓળખી બતાવશે તે વિજેતા બનશે.આમ તો ખૂબ જ સરળ ગણાય પણ એ તો ત્યારે જ શકય બને જ્યારે મા અને બાળક વચ્ચે લાગણીનો એક સેતુ હોય.નવા જમાનાની સાથે ચાલવામા જો આધુનીક મમ્મી બાળકથી આગળ નીકળી ગઇ હોય તો બાળકની આંગળી માના હાથમાથી છૂટી પણ ગઇ હોય.
લોકોને પોતાની જાતને સાબિત કરવામાં ખૂબ જ રસ હોયછે. અડધા તો એવું બતાવવા આવ્યા કે પોતે જ શ્રે છે . અને અડધા માત્ર ન્યુઝમા આવવા માટે આવ્યા હતા.બધા ચડસા ચડસીમા અટવાયેલા જ હતા.આ બધાની વચ્ચે સીધાસાદા એક માત્ર માલીનીબહેન હતા,જે માત્ર પોતાના શેઠાણી સાથે આવ્યા હતા. એ તો આ બધું જોઇને એ જ વિચારતા હતા કેઆવી તે કોઇ હરીફાઇ થોડી હોય?પોતાનો અંશ પોતાને ઓળખી જ જાય ને?પણ મોટા માણસની મોટી વાતો.એમા પોતાથી થોડું બોલાય?એટલે એ તો બસ આ બધાના કપડાં અને મેક અપ જોતા ચૂપચાપ ઊભા હતા.
ખૂણામા ઊભા ઊભા મા દીકરો બન્ને હીનતા અનુભવી રહયા હતા. હરીફાઈમાં ભાગ લેનાર દરેક બાળકને સ્ટેઇજ પાછળનાં એક રૂમમાં લઇ જઈ આંખે પાટા બાંધવામાં આવ્યા. અને બીજી તરફ મમ્મીઓ માટે સખત નિયમ અમલમાં મુકાયો અને એ અનુસાર દરેક મમ્મીઓને સાદા કપડાં તથા ઘરેણા અને મેક અપ તથા મોબાઇલ વગર રજુ કરવામાં આવી રહી હતી.એટલે જે સરસ તૈયાર થઇને માત્ર દેખાડાના ઇરાદા સાથે આવ્યા હતા તે તો પહેલા જ નિરાશ થઇ ગયા. એક જ હરોળમા એકસરખા રુપમા બધી મમ્મી ઊભી હતી.હવે એક પછી એક બાળકો આવતા ગયા.
કોઇ બાળક મમ્મીના હાથમા ફોન શોધતું રહયું. તો કોઇ બાળક મમ્મીના ઘરેણા શોધી રહ્યું. કોઇએ કપડામા સુગંધી શોધવાની કોશીશ કરી પણ કપડા તો બદલાઇ ગયા હતા...કોઇ મોટા ઘરેણા તો કોઇ મમ્મીની ડાયમન્ડ રીંગ શોધવામા પાછળ રહી ગયા. કોઇએ ઘડીયાળ શોધી તો કોઇએ બ્રેસલેટ શોધતુ રહયુ.કોઇની મમ્મી ખરીદીની શોખીન હોય તો તેમણે મમ્મીના હાથમા થેલીઓ શોધવાની નિષ્ફળ કોશીશ પણ કરી.પણ વ્યર્થ.કારણ કે એ બધૂતો એકબાજુ મૂકી દેવામા આવ્યુ હતુ.જે વધારે પડતા વિશ્વાસ સાથે ઊપર ચડયા હતા એ ચિડાઇ રહયા હતા.કોઇ પોતાની જાત ઉપર તો કોઇ પોતાના બાળક ઉપર.
જજને પણ થયુ કે આ શું થઇ રહ્યુંુ છે?એક પછી એક બાળક આવતા ગયા ને પાછા ફરતા રહયા એવામા કોઇની નજર માલીનીબહેનના છોકરા ઉપર પડી.એક નાનો છોકરો રહી ના જાય એ ઊમદા વિચારે તેને કોઇ સ્ટેજ ઉપર લઇ ગયા. આમ પણ ગરીબ હોવા જતા એ ચીંથરે વીંટયુ રતન લાગી રહયો હતો.પછી નિયમ મુજબ તેને પાટા બાંધીને ઊભો રાખવા આવ્યો.પણ કોઇને યાદ આવ્યુ કે આના મમ્મીએ ભાગ લીો છે કે નહી?આવું પૂછતા માલીનીબહેન ધીમા પગલે આગળ આવ્યા અને ધીમેથી વાત કરી કે પોતે ભાગ લેવા નથી આવ્યું.પણ પછી બધાનિ આગ્રહને વશ થઇ તેમણે હા પાડી.ઘણાને ખરેખર એવુ લાગ્યુ કે દરેક માને હક છે ભાગ લેવાનો કારણ કે મા તો મા જ હોય એમા ભેદ ના હોય.પણ ઘણાને આ ન ગમ્યંુ પણ જજ અને મિડિયાની સામે પોતે ખરાબ દેખાય એટલે મો હસતુ રાખવુ પડયુ.
માલીનીબહેનને પણ બધાની જેમ ત્યાંના સાદા કપડા આપવામા આવ્યા.પોતાના કપડા કરતા આ લોકોના સાદા કપડા પણ કેટલા સારા છે? એ કપડા પહેરવાના વીચારથી પોતે મનમા મલકી ઊઠયા.બધાની વચ્ચે પોતે સંકોચાતા બેઠા.આટલા બધા લોકોની તેમણે માત્ર સેવા જ કરવાનો મોકો મળતો.આજે પહેલી વખત તેમની સાથે પોતે બેઠા હતા.હવે તેમના પુત્રને પણ લઇ આવ્યા.એ તો ના કોઇના ઘરેણા શોધતો હતો કે ના મોબાઇલ ફોન. કારણ કે આ બધુ તેમની પાસે હતુ પણ નહી.એ તો બસ બધાના માત્ર હાથ પકડતો ગયો ને ખૂબ કોમળ એવા એ હાથ સેકન્ડમા જ છોડતો ગયો. અચાનક માલીનીબહેન પાસે આવી તેનો હાથ પકડયો.માની પકડમા પણ વહાલ ઉભરાયુ. બાળકે પોતાની માંના બરછટ હાથ પોતાના માથા ઊપર રાખીને જોયા અને તરત જ કહયુ કે આ જ મારી મમ્મી છે.
કહેવાતા સૂખી સમાજની વચ્ચે એક એવી જોડી વિજેતા બનવા જઇ રહી હતી જેમની પાસે તો એક ટંક જમ્યા પછી બીજા ટંકનું શંુ કરશું એ ચિંતા હોય.પણ એ મા પોતાના બાળક સૂધી એ ચિંતા પહોચવા નથી દેતી.પોતાને ભૂખ નથી કહીને બાળકને જમાડે છે.મજુરી કરતા કરતા પણ બાળકને બનતી ખુશી આપવાની કોશીશ કરે છે. ખૂબ જ દોડધામ વાળી અને કહેવાતી ડીજીટલ જીંદગીમા માંડ બે છેડા ભેગા કરતી એક સામાન્ય વિજેતા જાહેર કરવામાં આવી.ખરેખર તો બાળકને ભૌતિક સુખ સુવિધા કરતા બાળપણમા માત્ર માંની હુંફની જ જરૂર હોય છે. અને ગમે તેટલી મોંઘી વસ્તુ પણ માના એ વહાલનુ સ્થિન ના લઇ શકે.જે માં આખો દિવસ કામ કરીને સાંજ પડયે ગમે તેટલી થાકી હોય પોતાના બરછટ હાથ વડે પોતાના ખોળામા પોતાના બાળકને વ્હાલથી નવડાવતી હોય એનું બાળક પોતાની માતાના હાથનો એ સ્પર્શ કેમ ભૂલી શકે?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TCWoXZ
ConversionConversion EmoticonEmoticon