ભૂમિ પેડણેકર: છેલ્લા બે વર્ષમાં હું ભાગ્યે જ પોતાના ઘરે રહી છું


ભૂમિ કહે છે: 'આજે  ઈન્ડસ્ટ્રીમાં બધા માટે  પૂરતું કામ  છે.  એટલા  બધા નવા વિષયો  પર કામ થઈ રહ્યું  છે કે કોઈએ  કડવાશભરી  ગંદી  સ્પર્ધામાં  ઉતરવાની  જરૂર જ  નથી.'

ભૂમિ પેડણેકરને  તમે 'ફિમેલ  આયુષ્યમાન ખુરાના'  ગણાવી શકો.   એટલા માટે  કે આયુષ્યમાનની  જેમ  ભૂમિ પણ પોતાની  ફિલ્મ માટે દર વખતે એક નવો વિષય  પસંદ કરવામાં માને  છે.  'દમ લગા  કે હઈશા' થી  માંડીને  'સાંડ કી આંખ'  સુધીની  ભૂમિની  ફિલ્મો  એ હકીકત  નીચે લીટી  દોરે  છે.  એ પણ  કેવો  સુખદ  યોગાનુયોગ  કહેવાય  કે ખુરાના અને પેડનેકરે  કેટલીક ઓફ્ફ બિટ  ફિલ્મો  સાથે કરી  છે.  જેમ કે 'દમ લગા કે હઈશા', 'શુભ મંગલ સાવધાન', 'બાલા ' વગેરે  આ જોડીની પાછી લગભગ  તમામ  ફિલ્મો  હિટ પણ રહી  છે.  આ  બન્ને  એક્ટરો વચ્ચે એક પ્રકારનો રેપો છે, કેમિસ્ટ્રી  છે, જે  સિલ્વર  સ્ક્રીન પર એમને  એક સારી જોડી  બનાવે  છે.

મરાઠી મુલગીની  ત્રણ  ફિલ્મો  પાઈપલાઈનમાં  છે,  જે  પૈકીની ૈ બે કોમેડી અને એક હોરર  ફિલ્મ  છે.  આ   ફિલ્મોમાં  પણ શું મિસ  પેડનેકર કાંઈક  નવું  આપવાનો  પ્રયાસ કરશે? અમારો  પ્રશ્ન સાંભળી  ભૂમિની  આંખોમાં  આશ્ચર્ય ભાવ છલકાઈ  જાય છે, 'સર, આપ તો જાનતે હૈં કિ જિસકી સ્ક્રીપ્ટ મેં  કુછ નયા કહેને કો ન હો, ઐસી  ફિલ્મમેં  સાઈન નહીં કરતી.  વિશ્વાસ  રાખજો  કે મારી નવી  ફિલ્મમાં  પણ સૌને મનોરંજનની  સાથોસાથ  એક  સોશ્યલ  મેસેજ મળશે.  મારી આગામી ત્રણેય ફિલ્મોના  વિષય એકબીજાથી  જુદા   અને દમદાર  છે. એમના  કથાનક  મજબૂત  છે. ટૂંકમાં  હું  તમને નિરાશ  નહિ કરું, ઓકે.'

આયુષ્યમાન ખુરાના  સાથે  જોડી જમાવ્યા  બાદ  ભૂમિ  હવે  આગામી  ફિલ્મોમાં નવા  એક્ટરો સાથે કામ કરી  રહી  છે. અત્યાર સુધી નવી પેઢીના કલાકારો સાથે કામ કરવાનો એનો  અનુભવ  કેવો રહ્યો?  તેઓ ભૂમિને  પોેતાની હરીફ નથી ગણતા. અને એને લીધે સેટ પર ટેન્શન  ઊભું  થાય છે ખરું?  આવો સવાલ સાંભળી  મિસ પેડનેકર ખડખડાટ  હસી પડે  છે, 'સર,  આજ  કે યંગસ્ટર્સ  તો મુઝે જ્યાદા  ચિલ ઓર કૂલ લગતે હૈ. તેઓ  જેના પર બિલ્કુલ  ધ્યાન  આપવાની જરૂર ન હોય એવી મૂર્ખતાભરી  બાબતો  માટે  અસલામતિ નથી અનુભવતા. બીજું,આજે  ઈન્ડસ્ટ્રીમાં બધા માટે  પૂરતું કામ  છે.  એટલા  બધા નવા વિષયો  પર કામ થઈ રહ્યું  છે કે કોઈએ  કડવાશભરી  ગંદી  સ્પર્ધામાં  ઉતરવાની  જરૂર જ  નથી. 

આજે બધા એક્ટરો એકબીજાને સપોર્ટ  કરે  છે.  મને બધા સાથે  સારું  ફાવે  છે. કાર્તિક  આર્યનની  વાત કરું  તો  એણે 'પતિ, પત્ની ઔર વો'  માં  ફેન્ટાસ્ટિક રોલ કર્યો છે. ખરું  પૂછો  તો એ ફિલ્મનું  સરપ્રાઈઝ  પેકેજ  છે. પહેલા કાર્તિકને  હું ઓળખતી પણ નહોતી પરંતુ 'પતિ, પત્ની ઔર વો' કર્યા  પછી અમે સારા મિત્રો  બની ગયા છીએ.  અમે  સેટ પર સાથે  મળીને ઘણી  ધમાલ કરી  છે. અનન્યા  પાંડે પણ અમારી  ગેન્ગની  મેમ્બર  બની ગઈ હતી.  એ પણ એક સાલસ  યુવતી છે. ટૂંકમાં, મને આજ સુધી એક્ટરોના નવા ફાલ સાથે કામ કરવામાં   કોઈ પ્રોબ્લેમ  નથી નડયો.'

બોલીવૂડમાં  વર્ક  પ્રેશર  (કામનું  દબાણ)  એક કાયમી  સમસ્યા  છે.  મોટાભાગના   ફિલ્મસ્ટારોએ  એનો સામનો કરવો પડે  છે. વર્ક પ્રેશર  હળવું  કરવા તેઓ  જાતજાતના  નુસખા  અજમાવતા  હોય  છે.  ભૂમિ પાસે  કયો નુસખો  છે?  અભિનેત્રીનો  ચહેરો  થોડો  તંગ થઈ  જાય છે, 'મોટાભાગે  અમે સ્ટાર્સ  પરિવાર  સાથે સમય  વીતાવીને, પોતાની મનપસંદ  પ્રવૃત્તિઓ  કરીને અને જિમમાં  વર્કઆઉટ  કરીને વર્ક પ્રેશરમાંથી   છૂટવાનો  પ્રયત્ન  કરીએ.  મારી વાત કરું તો છેલ્લા બે વર્ષ  દરમિયાન  હું ભાગ્યે જ ઘરે રહી છું. હાલ પૂરતું,  મારા અંગત  જીવન  જેવું કશું  છે  જ નહિ  એમ કહીએ,  તો  ચાલે. પરંતુપ સાચું કહું  તો મને આ બધુ  ગમે છે  કારણ  કે  હું  બેસિકલી  વર્ક હોલિક   વ્યક્તિ  છું.  

મને સૌથી વધુ આનંદ આપતી એક માત્ર બાબત કામ છે અને એટલે જ હું એકધારું  કામ જ કામ કરીને ખુશ  રહું  છું. 

હું જાણું  છું કે જીવનના કોઈક તબક્કે મ તો મારે કામ અને અંગત જીવન વચ્ચે સારું  સંતુલન ં બનાવવું જ પડશે.  પરંતુ અત્યારે  તો મારી લાઈફ અને વર્ક વચ્ચે કોઈ બેલેન્સ  નથી. મેં તમને આ સાચી  વાત કરી દીધી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QcmT49
Previous
Next Post »