ઘણા યુવકો કે યુવતીઓ પોતાના વડીલોની વાત કે નિર્ણય તરત સ્વીકારતા નથી તેઓ પોતાના નિર્ણયને વળગી રહે છે. પરંતુ જ્યારે વાસ્તવિક પરિણામ આવે છે ત્યારે પસ્તાવાનો વારો આવે છે.
માનવ જીવનમાં સ્વીકાર કે સ્વીકૃતિનો ગજબનો મહિમા છે. સામાજિક સંદર્ભની વાત કરીએ તો આપણે ઘરમાં કે વ્યવહારમાં ઘણી વાતો કે નિયમોનો સ્વીકાર કરીએ છીએ. કોઈ પણ વાતને નકારવી સહેલી છે પરંતુ સ્વીકારવું અઘરૂં છે. આપણે ઘણી વાર ઘણી વાતો ઇચ્છા- અનિચ્છાએ સ્વીકારતા હોઈએ છીએ. ઘરના યુવક- યુવતીની સગાઈનો નિર્ણય આપણે સ્વીકારીએ છીએ. ક્યારેક લગ્ન કરીને સીધાં જ પગે લાગવા આવતા પુત્ર-પુત્રીને પણ છેવટે સ્વીકારીએ જ છીએને ?
આપણે ત્યાં ઘણીવાર વિવિધ રમતો રમાય છે તેમાં હાર જીત થતી હોય છે. ત્યારે હારનો પણ સ્વીકાર કરીએ છીએ. ચુંટણીમાં હારી જનાર ઉમેદવાર કે નેતા પણ હાર સ્વીકારતા જોવા મળે છે. આપણે ઘણી કથાઓ સાંભળીએ છીએ ત્યારે કથાકારની કેટલીક વાતો પણ સ્વીકારીએ છીએ. કથાકારો વ્યસન મુક્તિ, લાંચ-દૃશ્યના, કુટેવો છોડવાનું કરે છે તે કથા સાંભળ્યા બાદ છોડીએ છીએ. કથાકાર કે સંતની ઉપદેશની અસર થાય તેમાં લાભ શ્રોતાને જ ને ? આપણે ત્યાં ઘણા યુવકો કે યુવતીઓ પોતાના વડીલોની વાત કે નિર્ણય તરત સ્વીકારતા હોતા નથી તેઓ પોતાના નિર્ણયને વળગી રહે છે. પોતે જ સાચા હોવાનું માનતા હોય છે પરંતુ જ્યારે વાસ્તવિક પરિણામ આવે છે ત્યારે પસ્તાવાનો વારો આવે છે.
પરીક્ષામાં વિદ્યાર્થી નાપાસ થાય તો આશ્ચર્ય થાય છે પણ પરિણામ સ્વીકારે જ છે. પેપર ખોલાવીએ, ફી ભરીએ પછી પણ નાપાસનો નિર્ણય આવે તો વિદ્યાર્થીએ તે સ્વીકારવો જ પડે છે. આનો અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી.
સામાજિક કે કૌટુંબિક બાબતોમાં ઘણીવાર વડીલોના નિર્ણયો સ્વીકારવામાં શાણપણ છે. આપણને જો લખવાનો શોખ હોય અને આપણી કૃતિ તંત્રી સ્વીકારે તો અવશ્ય આનંદ થાય છે. તંત્રીને પસંદ ન પડે તો આભાર પરત પણ સ્વીકારવી પડે છે.
સ્વીકારવાની વાત કે ભાવનામાં સમયનું પણ ખુબ જ મહત્વ છે. સમયસર ટપાલ, પાર્સલ કે વસ્તુ મળી જાય તો તેની કિંમત છે. સમય પછી મળેલી ચીજનું મુલ્ય રહેતું નથી.
માનવ જીવનમાં સુખદ કે દુ:ખદ ઘટનાઓ બનતી હોય છે જેનો આપણે સ્વીકાર કરવો જ પડે છે. આર્થિક વ્યવહાર કે નાણાંકીય બાબતોમાં રૂપિયાની જ્યાં લેવડ-દેવડ થાય છે ત્યાં રકમ મળ્યાની કે સ્વીકાર કર્યાની પહોંચ આપવાની પણ પ્રથા છે. સંસ્થામાં દાન કર્યા પછી દાતા પહોંચનો આગ્રહ રાખે છે. આપણે ત્યાં વેપારી કોઈ વસ્તુ વેંચે તે પાછી રાખતા નથી તેને બદલે અન્ય કોઈ ચીજ આપે છે. એક વાર વેચેલી વસ્તુનો ફરીવાર તે સ્વીકાર કરતા નથી.
આપણે ત્યાં વાંચનના શોખીન લોકો પુસ્તકો વાંચવા લઈ જાય પછી મુળ માલિકને પરત કરવા જાય છે ત્યારે પુસ્તકની અવદશા કરી નાખે છે તેથી ફાટેલી સ્થિતિમાં પુસ્તક સ્વીકારતી વખતે મુળ માલિકને પણ દુ:ખ થાય છે.
સ્વીકારને હિંદી- ગુજરાતમાં સ્વીકાર સંસ્કૃતમાં સ્વીકૃતિ તથા અંગ્રેજીમાં ્ર્ છષ્ઠષ્ઠીૅં કહે છે. પ્રકૃતિની જો વાત કરીએ તો વરસાદનાં પાણીનાં સ્વીકાર બાદ જ ભૂમિમાં ખેતપેદાશ થાય છે. વિવિધ હરીફાઈ કે સ્પર્ધામાં એવોર્ડ કે ઇનામનો સ્વીકાર હરીફ કરતા હોય છે. આમ, સ્વીકારની ભાવના જીવનમાં નવા રંગો લાવે છે.
- ભરત અંજારિયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vPpF8M
ConversionConversion EmoticonEmoticon