
૨૦૦પમાં 'ઈકબાલ' અને ૨૦૦૬માં 'દૂર' ફિલ્મ થકી બોલીવૂડમાં એન્ટ્રી મારનારા શ્રેયસ તલપડેએ ફિલ્મોમાં દોઢ દાયકો પૂરો કર્યો છે, પણ કેટલીક કોમેડી ફિલ્મો સિવાય આ કલાકારને જોઈએ એવો સફળતાનો સ્વાદ ચાખવા નથી મળ્યો. આમ છતાંય તેણે હાર નથી માની, આજેય બે-ત્રણ સ્ક્રિપ્ટ વાંચવાનું ચાલુ છે. બની શકે આ વર્ષે તેની કેટલીક ફિલ્મ જરૂર આવી શકે છે. અહીં વાત કરીએ આ કલાકાર સાથે...
શ્રેયસ તલપડે કહે છે, બોલીવૂડમાં સગાંવાદની ચર્ચાનો અંત નથી આવવાનો. તાજેતરમાં આ અભિનેતા મુંબઈ બહાર એક રિયાલિટી ક્વીઝ શૉના શુટિંગમાં વ્યસ્ત હતો. એ વેળા પત્રકારો સાથે ચર્ચા કરતાં શ્રેયસે કહ્યું, 'હું પણ બિનફિલ્મી પ્રાશ્ચાદ્ત્ ધરાવું છું. આગળ વાત વધારતા એ કહે છે, 'બેશક, સગાંવાદ અસ્તિત્વ ધરાવે છે. શું તમે મને બાળક સમજો છો? પણ જો તમે આ વાત મનમાં રાખશો તો તમે કદીય આગળ નહીં વધી શકી', એક પ્રસંગે સિદ્ધાર્થ ચતુર્વેદીએ અનન્યા પાંડેને જડબેસલાક જવાબ આપ્યો. તેણે કહ્યું, 'જહાં હમારે સપને પૂરે હોતે હે, વહાં ઉનકી સ્ટ્રગલ સુરુ હોતી હૈ'.
'સામાન્ય માણસનું સ્વપ્ન કરણ જોહરથી ફિલ્મમાં હીરો બનવાનું હોય છે. 'પર આપ (અનન્યા પાંડેનો ઉલ્લેખ કરતાં) તો ઉન્કી પહેલી પિક્ચર મેં હી હીરોઈન બન ગયી', પણ તેની સ્ટ્રગલ હવે શરૂ થશે. હવે તેણે તેની જાતને એક્ટર તરીકે સાબિત કરવી પડશે, પણ એ ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવે છે. આથી તેને ત્રણ-ચાર ફિલ્મો મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં નડે. ત્રણ-ચાર મોટા બેનરની ફિલ્મે મિલના બહુત હૈ', એમ એ ઉમેરે છે.
બોલીવૂડમાં બહારથી આવનારા સંઘર્ષની વાત કરતાં શ્રેયસ કહે છે, 'પ્રથમ ફિલ્મ મેળવવા માટે બહારથી આવનારાએ ઘણી સ્ટ્રગલ કરવી પડે છે. બડી મુશ્કેલ સે ઉસે દુસરી ફિલ્મ મિલતી હૈ. અને બીજી મહત્ત્વની વાત એ છે કે આ બીજી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવો પડે છે. એવું ન થાય તો હીરો કે હીરોઈન 'વન ફિલ્મ વન્ડર' બનીને રહી જાય છે. 'ઈન લોકો કે સાથ (સ્ટાર બાળકોનો ઉલ્લેખ કરીને) ઐસા નહીં હોતા'. એ સ્ટાર સંતાન બાળક પણ રહેતા નથી. 'બટ અગર મૈં યે સબ બોલતા રહુંગા તો અપના કામ કબ કરુંગા?' સગાવાદની ચિંતા કરવાને બદલે હું મારો માર્ગ પોતાની રીતે હાર્ડવર્ક કરીને કંડારીશ.'
કામની વાત કરીએ તો શ્રેયસ છેલ્લે 'સેટર્સ' ફિલ્મમાં દેખાયો હતો. 'સૌ પહેલા તો આ ફિલ્મની પટકથાની વાત કરીએ સ્કીનપ્લે મજબૂત હતા, 'પણ બાદમાં આ ફિલ્મ નાણાં પાછા મેળવતાં ઘણી મુશ્કેલી નડી હતી. આવું જ 'સેટર્સ' સાથે પણ બન્યું હતું.
આગામી પ્રોજેક્ટ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'હું કેટલીક સ્ક્રીપ્ટ વાંચી રહ્યો છું અને આ સાથે જ હું એક શોને તૈયાર કરવા માગું છું.' શું આ માટે તું સિલેક્ટીવ છે? શ્રેયસ કહે છે, 'મેં કેટલાક બાળકો સાથે વાત કરી તો તેમણે મને જણાવ્યું કે તેમણે મને કોમેડી ફિલ્મોમાં તો જોયા, પણ હવે સિરિયસ ફિલ્મમાં જોવા ઈચ્છે છે. મેં તેમને કહ્યું કે મેં મારી કારકિર્દીની શરૂઆતમાં 'ઈકબાલ' (૨૦૦૫) અને એ પછી 'દૂર' (૨૦૧૬) જેવી ફિલ્મોમાં સિરિયસ ભૂમિકા જ ભજવી હતી, પણ ઘણાં લોકો એવું માને છે કે મારે કોમેડી ફિલ્મો કરવી જોઈએ. આથી, મેં આ ચેલેન્જ સ્વીકારી લીધી અને મેં કોમેડી ફિલ્મોમાં કામ વધાર્યું અને લોકોને એ ગમ્યું.
આ સાથે શ્રેયસ તલપડે વધુમાં જણાવે છે, 'આ પછી મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મોનો યુગ આવ્યો, જેમાં કેટલીક ફિલ્મો મેં કરી. આ વેળા હું ઈન્ડસ્ટ્રીમાં નવોદિત હોઉં એવી અનુભૂતિ કરી અને મોટા સર્જકોને હું ના ન કહી શક્યો. આ પછી એક દિવસ, તમે જોયું હશે કે મેં માત્ર કોમિડી ફિલ્મો જ કરતો હતો. હવે મારા માટે એ મોટો પડકાર બની રહ્યો છે કે મારે હવે ગંભીર ફિલ્મો જ કરવી જોઈએ. 'સેટર્સ' આવો જ એક પ્રયાસ છે અને મેં ગંભીર ફિલ્મોમાં કામ કરવાનું બીડું ઝડપી લીધું છે.'
આમ કહી શ્રેયસ તલપડેએ વાતો પર પૂર્ણવિરામ મૂક્યું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39u49EV
ConversionConversion EmoticonEmoticon