'સેક્શન' અને 'આર્ટિકલ' ટાઈટલ માટે 25 થી વધુ ફિલ્મ રજિસ્ટર્ડ


'આર્ટિકલ', 'ધારા' અને 'સેક્શન' ટાઈટલ  માટે નિર્માતાઓએ  ઈમ્પાની કચેરી પાસે ધામા નાખ્યા હતા અને આ ટાઈટલ્સ  માટે ૨૫ થી વધુ ફિલ્મસર્જકોએ રજિસ્ટર્ડ  કરાવ્યા  છે.

'નાગરિકતા  (સુધારા) ધારા' અંગે  દેશભરમાં  વિરોધ વંટોળ  જાગ્યો એ    શમ્યો નથી અને સાથે જ  સીએનએ અને એનપીઆર  અંગેનો  અસંતોષ  પણ વ્યાપેલો   છે.  જો કે હિન્દી  ફિલ્મોને  ટાઈટલ્સ  સાથે એક  અપૂર્વ  ગઠબંધન  છે. ટાઈટલ  અંગે  ફિલ્મોના  નિર્માતા અને લેખકો  ખાસ કરીને સંવેદનશીલ હોય છે, તેઓ  સમકાલીન  ઘટનાને  કેન્દ્ર રાખીને  ફિલ્મ બનાવે તો તે સંદર્ભનું  જ ટાઈટલ  મળે એ  માટે ઘણા  ઉત્સુક રહે  છે. અત્યારે  નાગરિકતા (સુધારા)  કાયદા  કારણે  જે વિવાદ  જાગ્યો  તેથી એ સબ્જેક્ટ  પર આધારિત  ફિલ્મોનું  નિર્માણ  શરૂ  થયું  છે.  આ માટેના  ટાઈટલ  નોંધાવવા  નિર્માતાઓ આગળ વધી રહ્યા  છે, પણ  થોડા  સમય  પહેલા જ 'આર્ટિકલ', 'ધારા' અને 'સેક્શન' ટાઈટલ  માટે નિર્માતાઓએ   ઈન્ડિયન  મોશન પિક્ચર પ્રોડક્શન (આઈએમપીપીએ-ઈમ્પા)  ની કચેરી  પાસે  ધામા નાખ્યા હતા અને આ ટાઈટલ્સ  માટે  ૨૫  થી વધુ ફિલ્મસર્જકોએ  નામ નોંધાવી  અને રજિસ્ટર્ડ  કરાવ્યા  છે.

એક  સમયે  જ્યારે  'સેક્શન' અને  'આર્ટિકલ'  ટાઈટલ  માટે દોડ હતી એ પછી હજુ ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે જમ્મુ  અને  કાશ્મીરમાંથી  તેને સ્પેશિયલ  દરજ્જો આપતો 'આર્ટિકલ ૩૭૦'  કાયદો  દૂર કર્યો  ત્યારે એસોસિયેશન  પાસે ઘણા નિર્માતા અને સંસ્થાઓએ   ફિલ્મ માટે  નામ રજિસ્ટર્ડ કરાવવા દોડી ગયા હતા.  એપછી  તેમણે 'આર્ટિકલ-૩૫'  નામ રજિસ્ટર્ડ   કરાવવા પણ સઘન પ્રયત્નો કર્યાં હતા,  જેમાં 'ધારા- ૩૭૦'  નો પણ ઉમેરો  થાય છે.  આ  સંદર્ભે  'ઈમ્પા'  કહે છે, 'સેક્શન ૩૬૪', 'સેક્શન-૩૭૬', 'આર્ટિકલ  -૧૪', 'આર્ટિકલ ૩૭૦', 'આર્ટિકલ ૩૫-એ'  અને 'ધારા ૩૭૦' નો   સમાવેશ  થાય  છે.  આ બધા ટાઈટલો  ફિલ્મ માટે રજિસ્ટર્ડ  કરવામાં આવ્યા છે. 

'ઈમ્પા'  ના એક અધિકારી  જણાવે  છે કે 'ઈમ્પા' ને  ૨૦  એવી  અરજીઓ  મળી  છે જેમાં  ફિલ્મસર્જકોને  તેમની  ફિલ્મ  માટે  'આર્ટિકલ' , 'ધારા', 'સેક્શન' જેવા  શબ્દો  ધરાવતા  ટાઈટલ જોઈએ  છે. આ બધી  અરજીની  નોંધણી  કરવામાં  આવી  છે.  અમને  ઘણી  એવી પણ અરજીઓ  મળી  છે   જેમાં  તેમણે  'સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ)  એક્ટના નામનો   પણ ફિલ્મ  ટાઈટલમાં  સમાવેશ  થાય એવી  માગ કરી છે.

આ સંદર્ભે  ફિલ્મ  ઈતિહાસવિદ્  ગૌતમ  ચિંતામણિ કહે  છે કે એમાં કોઈ  આશ્ચર્ય  નથી કે ફિલ્મ સર્જકો  માટે ટાઈટલ  માટે આ ટૂંકામાં  ટૂંકો માર્ગ  છે.  ફિલ્મસર્જકો  અને દર્શકો બંને ઈચ્છતા  હોય છે કે  તેમને ટાઈટલમાં  કઈક નવું જોઈતું  હોય છે અને  સામાજિક  સંદર્ભો સાથે  કડી ધરાવતું  હોય. આ સાથે જ આ ટાઈટલ   સોશિયલ મીડિયા પર પણ  સારા એવા ચમકતા હોય છે.

'આર્ટિકલ -૧૫ ' ટાઈટલ  માટે  ફિલ્મ  નિષ્ણાત  અને   દિગ્દર્શક  અનુભવ સિંહા  કહે છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના  લોકોએ  પહેલીવાર  કોઈક  ફિલ્મનું  નામ આવું હોય એવું  સાંભળ્યું  છે.  દિલ્હીમાં  યોજાયેલા  એક સત્રમાં  તેમણે  જણાવ્યું   હતું  કે જ્યારે  મેં   મારી  ફિલ્મનું  નામ 'આર્ટિકલ-૧૫'  આપ્યું તેને  કારણે ઘણાને  આશ્ચર્ય  થયું હતું.  કોઈકે  વળી એવો પણ પ્રશ્ન પૂછ્યો  હતો  કે તમે  તમારી  ફિલ્મ માટે કેવું ટાઈટલ  વિચાર્યું  છે,  પણ ઘણી  મોટી  ફિલ્મો  વચ્ચે  મારી  ફિલ્મે સારો  બિઝનેસ  કર્યો અને વધુ મહત્ત્વની  વાત તો એ હતી   કે   'ટાઈટલ આર્ટિકલ-૧૫'  સાથે દર્શકો સંવેદનશીલ  રીતે સંકળાયેલા હતા.

'સેક્શન-૩૭૫'   ફિલ્મના  દિગ્દર્શક  અજય બહેલે  જણાવ્યું, 'જ્યારે  મનીષ ગુપ્તા  ફિલ્મ લખતા  હતા ત્યારે જ  તેનું ટાઈટલ  'સેક્શન-૩૭૫  હતું કેમ કે  ફિલ્મની  સ્ટોરી ભારતીય  પિનલ  કોડ કલમ ૩૭૫'  પર  આધારિત  હતી અને તેનું એ ટાઈટલ  રાખ્યું. સાચા અર્થમાં  યોગ્ય હતું. આમ છતાં પ્રમાણિકપણે કહું  તો આ ટાઈટલને  બદલે અન્ય  ટાઈટલ  રાખવાનું  અમે વિચાર્યું હતું,  પણ પછી  અમને  આ ફિલ્મ  માટે  અન્ય કોઈ  ટાઈટલ  જામ્યું  નહીં, આથી  અમે આ જ ટાઈટલ  રહેવા  દેવાનું વિચાર્યું  અને  એ કામ કહી ગયું.

આ ટ્રેન્ડ  ભણી બોલીવૂડ  શા માટે  વળ્યું એ અંગેના  પ્રશ્નોનો ઉત્તર આપતાં ચિંતામણિએ  જણાવ્યું  ફિલ્મ ઉદ્યોગના  જાણીતા નિર્માતાઓ  લેખકોને  કહેતા હોય છે કે બંધારણ  મુજબ  આગળ  વધીને  ફિલ્મનું  ટાઈટલ  કઈ રીતે  આર્ટિકલ / સેક્સન  આધારિત  છે એને ધ્યાનમાં  રાખીને  ટાઈટલ  આપવું.

સંખ્યાબંધ   ફિલ્મ પ્રોડયુસર્સ  એસોસિએશન  ફિલ્મ  ટાઈટલનું  પુનરાવર્તન નહીં  થાય,  એનું  ધ્યાન રાખતા  હોય છે. ઘણા એસોસિએશનનો  ફિલ્મના નામનું પુનરાવર્તન ન થાય એ માટે એકબીજાને ક્રોસચેક્સ  કરી લેતા હોય છે અને એ પછી  ટાઈટલનું  રજિસ્ટ્રેશન  કરાવે છે. 


ચાવીરૂપ  ટાઈટલ  રજિસ્ટર્ડ  અમે તેનો  અર્થ....

સેક્શન -૩૬૪ :  હત્યા  માટે અપહરણ  અને ઉઠાવી  લેવા

સેક્સન ૩૭૬  :  બળાત્કાર  માટે સજા

સેક્સન  ૩૦૨ :  હત્યા  માટે સજા

સેક્શન ૪૨૦ :  છેતરપીંડી  અને અપ્રામાણિકતાથી  મિલકતની  ડિલીવરી  મેળવવી.

આર્ટિકલ ૩૭૦ :  રાજ્યના  કાયમી  રહેવાસીઓ  માટે કાયદા  ઘડવાની  ક્ષમતા  અને જમ્મુ-કાશ્મીરને  સ્પેશિયલ  સ્ટેટસ  આપતી સ્વાયતતાને  તાજેતરમાં  ખેંચી લેવામાં આવી.

આર્ટિકલ ૩૫ - એ :  જમ્મુ  - કાશ્મીરની  વિધાનસભાને 'કાયમી  રહેવાસીઓ'  માટે  નિયમો  ઘડવાની સત્તા આપતા  ઉપરાંત  કાયમી  રહેવાસીઓને  ખાસ અધિકારો  અને વિશેષાધિકારો  આપતી  સવલત  રદ  કરવામાં  આવી 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PRL2wS
Previous
Next Post »