સહિયર સમીક્ષા - નયના


હું ૧૬ વરસની છું. મને ૨૬ વરસના એક પુરુષ સાથે પ્રેમ છે. મારા ઘરવાળાને આ સંબંધ મંજૂર નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વિના જીવી શકું તેમ નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

હું ૭૫ વર્ષનો છું. આર્મીમાંથી નિવૃત્ત થયો છું. છેલ્લા કેટલાક સમયથી મારા મનમાં એક પ્રકારનો ડર ભરાઈ ગયો છે. બંધ ઓરડામાં મને ગભરામણ થાય છે. ટ્રેનના એસી ડબ્બામાં પણ ગભરામણ થાય છે. ભીડભાડ તેમજ દાદરા ચઢવા જેવી વસ્તુઓનો પણ મગજમાં ડર ભરાઈ ગયો છે. આમ કેમ થાય છે?

એક ભાઈ (વડોદરા)

ઉંમર વધે તેમ અસુરક્ષા અને ડરનો અનુભવ થાય છે. ભીડભાડ કે શોરકોર સહન કરી શકાતો નથી. આ કોઈ શારીરિક સમસ્યા નથી. પરંતુ માનસિક સમસ્યા હોય તેવું લાગે છે. શક્ય હોય તો કોઈ મનોચિકિત્સકની સલાહ લો. જોકે ડરવાનું કારણ નથી. આ ઉંમરે આમ થઈ શકે છે.

હું ૧૮ વરસનો છું. મને અઠવાડિયામાં એક વાર હસ્તમૈથુનની આદત છે. વીર્યસ્ખલન વખતે વીર્યનો નિકાલ કેવી રીતે કરવો. શું પાણી જેવા પ્રવાહીમાં શુક્રાણુઓ ફેલાઈ શકે?

એક યુવક

તમારો પ્રશ્ન સાવ બાલિશ છે. શુક્રાણુઓ ચેપી નથી કે તે ફેલાઈ જાય. આ માટે તમે બાથરૂમનો ઉપયોગ કરી શકો છો.

હું નવપરિણીત છું. બે વર્ષ સુધી અમને સંતાન જોઈતું નથી. મારા પતિ નિરોધનો ઉપયોગ કરવા તૈયાર નથી તો શું હું ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરી શકું છું?

એક યુવતી (નડિયાદ)

સ્ત્રીનો મેડિકલ ઇતિહાસ જોઈ ડૉક્ટર ગર્ભનિરોધક ગોળી લેવાની સલાહ આપે છે. લીવરની બીમારી હોય કે એ માટે વિવિધ તપાસ કરાવી હોય, સ્તન કેન્સર હોય, ગર્ભાશય કે યોનિને લગતો અસાધારણ રક્તસ્ત્રાવ થયો હોય તેમજ રક્ત વાહિનીઓમાં લોહી ગંઠાઈ જવાની કે બ્લડ સકર્યુલેશનને લગતી કોઈ બીમારી તેમજ હાઈપર ટેન્શન, માઈગ્રેનની તકલીફ હોય તો ડૉક્ટર તેમને ગર્ભનિરોધક ગોળી લેવાની સલાહ આપતા નથી. ડાયાબિટિસ કે વાઈના દરદીને પણ આ ગોળીથી દૂર રાખવામાં આવે છે. આથી કોઈ નિષ્ણાત ગાયનેકની સલાહ લઈને જ ગર્ભ નિરોધક ગોળીઓનો ઉપયોગ કરવો.

હું ૧૬ વરસની છું. મને ૨૬ વરસના એક પુરુષ સાથે પ્રેમ છે. મારા ઘરવાળાને આ સંબંધ મંજૂર નથી. આ પુરુષ ભાગી જવાની સલાહ આપે છે. પરંતુ મને આ પસંદ નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વિના જીવી શકું તેમ નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (વડોદરા)

તમારી વચ્ચેના ઉંમરના તફાવતને લીધે તમારા પરિવારના સભ્યો નારાજ હોય એ શક્ય છે. તેમને તમારો પ્રેમ કેમ પસંદ નથી એનંુ કારણ તમે જણાવ્યું નથી, કારણ જે હોય તે પરંતુ તમારે આ સંબંધનો અંત લાવવો જોઈએ. પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરવાની સલાહ હું આપતી નથી આમ પણ પોતા માટે પતિ પસંદ કરવાની તમારી હજુ ઉંમર નથી. ૧૬ વરસની ઉંમરે આવા અનુભવો થાય છે આ ઉંમરે સામે મળતા યુવક સાથે પ્રેમ થઈ જાય છે. આ ઉંમરે વાસ્તવિકતાનું પણ ભાન પડતું નથી. આથી આ સંબંધનો અંત લાવવામાં જ તમારી ભલાઈ છે. ભૂલવામાં સમય લાગી શકે છે, પરંતુ આ કામ અશક્ય નથી.

હું ૧૯ વરસની છંુ. મને હસ્તમૈથુનની આદત છે. મારા લગ્ન થવાના છે. શું આ આદતમાંથી પીછો છોડાવવાનો કોઈ માર્ગ છે? શું આ કારણે હું માતા બની નહીં શકું? યોગ્ય સલાહ આપશો.

એક યુવતી (મુંબઈ)

હસ્ત મૈથુનથી છૂટકારો મેળવવાનો એકમાત્ર માર્ગ છે જાત પર કાબુ રાખવાનો. હમણા થોડો સંયમ રાખો. મન બીજી પ્રવૃત્તિઓમાં વાળો. લગ્ન પછી આ આદત આપોઆપ છૂટી જાય છે. આ કારણે શરીર પર કોઈ વિપરીત અસર થતી નથી. તેમજ ગર્ભધારણ કરવામાં કોઈ મુશ્કેલી થતી નથી માત્ર યોનિ પટલ તૂટી જાય છે.

હું ૨૩ વરસનો છું. નાનપણથી જ તોતડાઉં છું. મેં મારી આ આદત સુધારવાના ઘણા પ્રયાસ કર્યાં, પરંતુ મને કોઈ ફાયદો થયો નથી. પરિવારના લોકો લગ્નની વાત કરે છે, પરંતુ આ હાલતમાં મારે લગ્ન કરવા નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવક  (ભરૂચ)

આ એક મનોવૈજ્ઞાાનિક સમસ્યા છે જે વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસ સાથે સંબંધ રાખે છે. બાળપણના કોઈ ઘટનાક્રમ કે પરિસ્થિતિ વ્યક્તિત્વના વિકાસમાં બાધારૂપ બને છે. અને આ કારણે માનસિક સમસ્યા ઉત્પન્ન થાય છે. યોગ્ય સમયે ઇલાજ કરવામાં આવે તો આ તકલીફ દૂર થઈ શકે છે. સ્પીચ થેરપી દ્વારા ફાયદો થઈ શકે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TVh5xf
Previous
Next Post »