આકાંક્ષાની અપેક્ષા પૂરી થશે?: 'હું ઈમોશનલી સ્ટ્રોંગ છું, કોઈની જરૂર નથી


આકાંક્ષા  અને   પારસ  વચ્ચેની  રિલેશનશીપને  ત્રણેક વર્ષ થયા હશે, પણ આ શોમાં  બનેલી  ઘટના  આ બંને વચ્ચે  મોટી તિરાડ બની રહે એવી શક્યતા  છે. 

રિયાલિટી  શો 'બિગ બોસ-૧૩'  અનેક વિખવાદ, ઝઘડા અને રોમાન્ટિક  એન્ગલ સાથે પૂરો થયો છે અને સિદ્ધાર્થ શુકલા તેનો ચેમ્પિયન  બન્યો  છે. જો કે આ શો સાથે  સંકળાયેલા  કન્ટેસ્ટન્ટ  પારસ છાબરા  અંગે   આપણે  અહીં વાત કરવી  છે, પણ એ  પહેલા 'બિગ બોસે' પાંચ સ્પર્ધકમાંથી કોઈ એકને  રૂા. ૧૦ લાખ લઈને  શો   છોડવાની  ઓફર કરી હતી,   આ ઓફર  પારસે સ્વીકારી  લીધી હતી અને એ શોથી  દૂર થઈ ગયો હતો.  જો કે બીજી તરફ   તેની ગર્લફ્રેન્ડ આકાંક્ષા પૂરી સાથેના  સંબંધો  ઘણા વણસી  ગયા  છે અને સંભવત :  બંને વચ્ચેની આ તિરાડ  મોટી ખાઈમાં પરિણામે  તોય નવાઈ નહીં કેમ કે આકાંક્ષા પારસના  સ્વભાવથી  ઘણી જ કંટાળી ગઈ  છે. ... તો  ચાલો  જાણીએ આ બે પ્રેમી વચ્ચેની ખટપટ .....

આકાંક્ષા  અને   પારસ  વચ્ચેની  રિલેશનશીપને  ત્રણેક વર્ષ થયા હશે, પણ આ શો  બનેલી  ઘટના  આ બંને વચ્ચે  મોટી તિરાડ બની રહે એવી શક્યતા  છે. છેલ્લી  એક ઘટનામાં પારસે એવું  કહ્યું હતું કે  એની  આકાંક્ષા સાથેની રિલેશનશીપ  બળજબરીપૂર્વકની  છે  કેમ કે દરેક વખતે   તે સંબંધો  પર પૂર્ણવિરામ મુકવાની વાત  કરે છે અને એ પછી  તે રડી પડે છે. પારસે  એમ પણ જણાવ્યું  હતું કે પોતાની  છાતી પર  જે ટેટૂ  (તેની સહી)  છે એ પણ તેણે બળજબરીથી ત્રોફાવ્યું  છે.  પારસ એવો આક્ષેપ  પણ  કરે  છે કે લગભગ  દોઢેક  વર્ષ પહેલા  અમારી વચ્ચે કેટલાક મહિના માટે અબોલા થયાં હતાં, સંબંધોમાં  ખટાશ  આવી ગઈ હતી,   ત્યારે તેણે  સિદ્ધાર્થ  શુકલા સાથે ડેટિંગ કરવાનું  શરૂ કર્યું હતું.

જો કે બીજી તરફ  ધુંધવાઈ ગયેલી  આકાંક્ષા  કહે છે, 'તેના હાથમાં  જે  ટેટૂ  છે એ મારા તરફથી  અપાયેલી  સરપ્રાઈઝ  ગિફ્ટ  છે.  હું શૂટીંગમાં  વ્યસ્ત હતી ત્યારે તેણે   મારો ફોન  પર ટેટૂનો  ફોટો મોકલ્યો હતો. એના નામનો  ટેટૂ  મને મળ્યો. અને  એ  કારણે  તેણે  જે  ટેટૂ  લગાડયું  એ  મારી  સહી હતી અને  મને  જે ટેટૂ  મળ્યું  તેમાં   તેનું  નામ હતું  મને તો એવી કોઈ કલ્પના જ નહોતી  કે એ હાઉસની  અંદર જ એક નવી સ્ટોરી  બનાવી રહ્યો  હતો. 

આકાંક્ષા  કહે છે, 'અમારા  બંને  વચ્ચે  બધુ  બરાબર  ચાલતું હતું એ હાઉસમાં  દાખલ  થયો એ પહેલાં  પણ એ પછી તેની વર્તણૂકથી મને  આઘાત લાગ્યો.  'આ કંઈ  બળજબરીથી કરાયેલી  રિલેશનશીપ નહોતી.   હું નાણાંકીય  અને ઈમોશનલી સ્ટ્રોંગ  છું અને કોઈ પુરુષ મારી જિંદગીમાં  આવે એની મને કોઈ જરૂર પણ નહોતી.  જો  એ  એમ કહે કે આપણા વચ્ચેની  રિલેશનશીપનો  અંત આવ્યો  છે  તો સૌથી વધુ તો હું ખુશ થઈશ.  એ જ્યારે  હાઉસમાં  આવ્યો ત્યારે અમારા  બંને વચ્ચે વાતચીત થઈ અને  એ ગેમમાં કંઈક કરવા ઈચ્છતો  હતો   પણ મને એવી કોઈ ખાતરી જ નહોતી  કે એણે  અમારી રિલેશનશીપ  માટે હાનિકારક   હતું. હું તેને સતત કહ્યા  કરતી હતી કે મને આ બધાધી  દૂર રાખ.  મેં 'બિગ બોસ'ની  ઓફર સ્વીકારી  એ પહેલા  તે મારી પાસે આવ્યો હતો. હું આ શો કરવાની જ નહોતી કેમ કે મને અન્ય ટીવી શોઝથી  સંતોષ હતો.'

આ  વાતમાં  વધુ ઉમેરો  કરતા આકાંક્ષા  કહે છે, 'જો આ બળજબરીથી  કરાયેલી  રિલેશનશીપ હોય તો તેણે  અને તેના ઘરની  આવી,  કારની ચાવી અને બેંક ખાતાની વિગતો કેમ આપી છે?  તેનો મેનેજર નથી  અને  હું  એક  છું  જે  હાઉસમાં  કપડાંથી  માંડીને  બધી જ બાબતોનું  ધ્યાન રાખતી હતી.'

સિદ્ધાર્થ  સાથે મારા સંબંધો છે, એવું આળ પારસે આકાંક્ષા પર મુક્યું તેથી તે ઘણી ગુસ્સે થઈ  છે. આકાંક્ષા  કહે છે, 'સિધ્ધાર્થ  અને  હું બંને  મિત્રો  છીએ  અને  પ્રસંગોચિત  અમે મળીએ પણ છીએ.  મેં  જ્યારથી  પારસને  જોવાનું  શરૂ  કર્યું ત્યારથી  તેણે આ વાતને મુદ્દો  બનાવી દીધો.  આથી  મેં તેને મળવાનું બંધ  કરી દીધું .  મેં જ્યારે  તેની સાથે દોઢેક વર્ષ વાત કરવાનું  બંધ કરી દીધું એ પછી પારસે  એક અભિનેત્રી  સાથે ટૂંકી રિલેશનશીપ કંડારી અને એ પછી તેણે વિનંતી કરી,  તેના  પરિવારજનો  પણ આગળ  આવ્યા આથી   હું તેની  સાથે  સમાધાન  કરવા તૈયાર થઈ  અને હવે એ કહે  છે કે મેં   તેને   છેતર્યો  છે.  સિદ્ધાર્થ  એક સારી વ્યક્તિ  છે, પણ પારસે  તેની સાથેની  મારી મૈત્રીનો  અંત આણ્યો. 

હાઉસમાં   પારસ  મોંઘા  કપડાં અને પર્ફ્યૂમ  લાવતો  તેનાથી આકાંક્ષા  તેના પર   ગુસ્સે થઈ જતી. આકાંક્ષા  કહે  છે, 'એ  છેક ૨૦૧૨થી કામ માટે  સંઘર્ષ  કરતો હતો. હવે, ઘણા વર્ષો બાદ તેને સારું  કામ મળવા લાગ્યું  છે. આથી તેને  ખબર હોવી જોઈએ   કે  નાણાંનું  શું  મહત્ત્વ   છે,  વેલ્યુ  છે.  હાઉસમાં   કેમેરા સામે એ જે કંઈ માગતો એ બધુ હું તેને મોકલતી  હતી.  મેં તો તેને ગિફ્ટમાં  પરર્ફ્યૂમ પણ આપ્યું   છે, પણ એ તો અસીમ (રિયાઝ)  સાથે ઝઘડો  કરતાં સેફ બતાવતો હતો. તેણે  તો એ પર્ફ્યૂમનો ભાવ પણ કહી દીધો હતો. હવે  પારસની સાવ જુદી જ બાજુ જોઈ  છે.

 પારસ  એક મુશ્કેલ  બોયફ્રેન્ડ  છે, એવો પ્રશ્ન આકાંક્ષાને કર્યો ત્યારે તેણે કહ્યું, 'એ  ખૂબ જ  ગુસ્સે  થાય  છે અને તેને   તેની ભાષા  પર કોઈ નિયંત્રણ  જ નથી.  થોડા સમય પછી   હું  શાંત પડી જાઉં  એ પણ પછી એ મારી માફી  માગવા લાગે છે.  વાસ્તવમાં ,  આ એક એવી વ્યક્તિ  છે,  જેણે  અમારા રિલેશનશીપને  ખાનગી  રાખવાને બદલે  જાહેરમાં  લાવી મૂકી દીધી.  એએમ માનતો  હતો કે હું  બિન જરૂરી  રીતે  અમારા સંબંધોને  ખાનગી રાખવા માગું  છું.  અરે,  નેશનલ  ટીવી પર તો એણે અમારા સંબંધોને  જોક્સ  બનાવી દીધા.   

જેને હું કદીય સ્વીકારી શકીશ નહીં. એ હાઉસમાંથી  બહાર આવે એટલી વાર  છે. અમારા સંબંધો  અંગે એ સ્પષ્ટ અને સીધો ઉત્તર આપશે તો મને ગમશે,' એમ  આકાંક્ષા  પુરીએ જણાવ્યું  હતું.

આમ  હવે તો પારસ  છાબરા  હાઉસમાંથી  બહાર આવી ગયો  છે,  જોઈએ હવે એ બંને વચ્ચે શું થાય છે....?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VPd53W
Previous
Next Post »