
લોકપ્રિયતા (પોપ્યુલર) અને લોકરંજની (પોપ્યુલીસ્ટ) વચ્ચે તફાવત છે. આપણા રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી જીતવા લોકરંજની શૈલી અપનાવે છે. તેના ભાગરૂપે દેવામાફીની જાહેરાતો કરી મતો મેળવે છે પરંતુ તેને કારણે આપણે શીક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ તથા અન્ય સામાજીક સવલતોના બજેટ પર મોટો કાપ મુકવો પડે છે. લોકરંજની શૈલીનો હેતુ માત્ર મતો મેળવવાનો હોવાથી સાચી લોકશાહી માટે તે ઘાતક નીવડે છે. દેવા માફીની યોજનાઓ લોકરંજની છે.
પીએમ-કીસાન સન્માન યોજના હેઠળ ૭૫,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી બહુ મોટી રકમ ગણાય તેને પણ વધારીને તે ૮૪,૦૦૦ કરોડ રૂપિયાની કરવામાં આવી હતી. પીએમ-કીસાન યોજના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું બજેટ ૫૪,૩૭૦ કરોડ રૂપિયા અને ૨૦૨૦-૨૦૨૧નું બજેટ ૭૫,૦૦૦ કરોડ રૂપિયા છે, આને આપણે સબસીડી નહી પરંતુ દાન (ગીફ્ટ) ગણીએ છીએ. તેની સામે આપણું મીનીસ્ટ્રી ઓફ હેલ્થનું ૨૦૧૮-૨૦૧૯નું બજેટ ૫૪,૬૬૭ કરોડ રૂપિયાનુ અને હ્યુમન ડેવલપમેન્ટ રીર્સોસીઝ (શીક્ષણ) ખાતાનું ૨૦૧૮-૨૦૧૯નું બજેટ ૮૫,૦૧૦ કરોડ રૂપિયાનું હતું. ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓ પાછળ માત્ર ૬૬,૫૦૦ કરોડ રૂપિયાની જ ફાળવણી કરી જે એક લાખ કરોડ રૂપિયા હોવી જોઇતી હતી. શીક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકાર ઉદાસીન જણાય છે. નીચેનો કોઠો ભારતની રાજ્ય સરકારોની ખેડૂતોને ઋણમાફીની રકમ અને વર્ષ દર્શાવે છે. યુનિવર્સલ ઋણ માફી એટલે દેશની બરબાદી કેસ બાય કેસ ઋણમાફી એટલે સામાજીક ન્યાયની દીશામાં પગલું
રાજ્ય કયા વર્ષે ઋણમાફીની જાહેરાત કરી કેટલી રકમની ઋણમાફી (રૂપિયા)
આંધ્રપ્રદેશ ૨૦૧૪-૨૦૧૫ ૨૪,૦૦૦ કરોડ
તેલંગણા ૨૦૧૪-૨૦૧૫ ૧૩,૦૦૦ કરોડ
તામીલનાડુ ૨૦૧૬-૨૦૧૭ ૫૩૦૦ કરોડ
મહારાષ્ટ્ર ૨૦૧૭-૨૦૧૮ ૩૪,૦૦૦ કરોડ
ઉત્તર પ્રદેશ ૨૦૧૭-૨૦૧૮ ૩૬,૪૦૦ કરોડ
પંજાબ ૨૦૧૭-૨૦૧૮ ૧૦,૦૦૦ કરોડ
કર્ણાટક ૨૦૧૮-૨૦૧૯ ૪૪,૦૦૦ કરોડ
રાજસ્થાન ૨૦૧૮-૨૦૧૯ ૧૮,૦૦૦ કરોડ
મધ્યપ્રદેશ ૨૦૧૮-૨૦૧૯ ૩૬,૫૦૦ કરોડ
છત્તીસગઢ ૨૦૧૮-૨૦૧૯ ૬૧૦૦ કરોડ
કુલ નિર્ધારિત દેવા માફી ૨,૩૬,૫૦૦ કરોડ
ઉપરનો કોઠો દર્શાવે છે કે ૨૦૧૪-૨૦૧૯ દરમિયાન ઘણાં રાજ્યોએ ખેડૂતોને દેવા માફીની જાહેરાત કરી છે. અલબત્ત ઋણમાફીની શરૂઆત યુપીએ સરકારે ૨૦૦૮-૨૦૦૯માં કરી હતી અને તે ગંજાવર રકમ ૭૨,૦૦૦ કરોડ રૂપિયા હતી. અલબત્ત આ ૭૨,૫૦૦ કરોડ રૂપિયાથી માત્ર ૫૩,૦૦૦ કરોડ રૂપિયા જ ઋણ માફી પાછળ ખર્ચાયા હતા. પરંતુ આ ખરાબ શરૂઆતને પગલે તે પછીના ૨૦૧૪થી ૨૦૧૯ના વર્ષો દરમિયાન ઉપર જોયું તેમ જુદી જુદી રાજ્યની સરકારોએ ૨,૩૬,૫૦૦ કરોડની ગંજાવર ઋણ યાદી જાહેર કરી. આ રાજ્યોએ પોતાની ડેફીસીટના આંકડાને વળગી રહેલી અન્ય યોજનાઓ પાછળના ખર્ચા ઓછા કર્યા હતા. મૂળ દોષ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારનો હતો જે અન્ય રાજ્યોએ 'રીપીટ' કર્યો. આને બદલે આ રકમ શીક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ માટે વધારાની ફાળવવામા આવી હોત તો તેનો લાભ માત્ર ખેડૂતોને જ નહી પરંતુ ખેડૂતો, ખેતમજૂરો સહિત અન્ય શહેરવાસીઓને પણ મળત. ગુજરાતના છેલ્લા બજેટમાં શીક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ પર ભાર મુકાયો છે તેની પાછળ કેજરીવાલનું દીલ્હી મોડેલ પણ જાણે કે અડગપણે કામ કરી રહ્યું છે.
ગુજરાતનું બજેટ
ગુજરાત ધનિક રાજ્ય છે. તેનું આર્થિક બજેટ ૨,૧૭,૨૮૭ રૂપિયાનુ (બે લાખ કરોડ રૂપિયાથી વધારે) છે. બજેટની ૨૧ ટકા રકમ રાજ્યે શીક્ષણ, સ્પોર્ટસ, કલા અને કલ્ચર પાછળ ફાળવી છે જ્યારે સ્વાસ્થ્ય સેવાઓ પાછળ બજેટના ૮.૪૨ ટકા રકમ ફાળવી છે તે બજેટનું પોઝીટીવ લક્ષણ છે. બજેટમા પ્રાથમિક શાળાઓના ૭ હજાર વર્ગ ખંડોના બાંધકામ માટે ૬૫૦ કરોડ રૂપિયાની અને ૫૦૦ સરકારી શાળાઓને 'સ્કુલ ઓફ એક્સેલન્સ' તરીકે વિકસાવવાની યોજના સારી છે પરંતુ તેમા અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થતો નથી. ૨૦૧૮-૨૦૧૯મા સરકારની મીડ-ડે મીલની યોજનામા તેની ૩૩,૫૩૫ શાળાઓના ૪૩ લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.
તેનુ બજેટ ૧૦૩૪.૪૦ કરોડ હતું. હવે તે ઘટીને ૯૮૦ કરોડ રૂપિયા થઈ ગયું છે. તેમા ૫૪ કરોડ રૂપિયાનો કાપ મુકાયો છે. ધોરણ ૧થી ૮ના બાળકો માટે બપોરના ભોજન માટે ૯૮૦ કરોડ રૂપિયાની ઘટેલી ફાળવણી છતા એટલુ જોવાનું છે કે વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ તદ્દન પૌષ્ટિક અને સ્વચ્છ ખોરાક મળે આ અને આ પ્રકારની અન્ય પ્રકારની શીક્ષણની યોજનાઓ પાછળ સરકારે કુલ ૨,૧૭,૨૮૭ કરોડના બજેટમાંથી ૩૧,૯૫૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
તેથી પ્રાથમિક અને માધ્યમિક શીક્ષણ વધુ મજબૂત બનાવે પણ આ સરકાર યાદ રાખે કે કેજરીવાલની સરકારે ગર્વમેન્ટ પ્રાથમિક અને માધ્યમિક શીક્ષણ પણ એટલું મજબૂત બનાવ્યું કે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમા જવાનો ધસારો શરૂ થયો. સરકારી શાળાઓમા દસમા અને બારમા ધોરણનો પાસ થવાની ટકાવારી ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારીથી પણ વધી ગઇ. સરકારી શાળાઓનું આ અદ્ભુત 'ટ્રાન્સર્ફમેશન' કરી શકાય. આવુ જ દિલ્હીમા મોહલ્લા ક્લીનીકનું થયું છે. આ ક્લીનીકમાં ભારે ભીડ રહે છે. પરંતુ તેમા લોહી ઇત્યાદિની ચકાસણી થાય છે, દવાઓ પણ અપાય છે અને લોકોને આ ક્લીનીક (દવાખાના) કાર્યક્ષમ જણાયા છે. ગુજરાત સરકારે આરોગ્ય સેવાઓ માટે ૧૧,૨૪૩ કરોડ રૂપિયાની ફાળવણી પરંતુ તેના અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે માત્ર ૮૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
આ પહેલા રૂપાણીએ નીવેદન કર્યું હતું કે તેઓ રાજ્યના બધા જ ૩૩ જીલ્લાઓમાં મેડીકલ કોલેજ હોય અને એક પણ જીલ્લો મેડીકલ કોલેજ વિનાનો ના હોય તેઓ પ્રયત્ન કરશે. આ નિર્ધારને પગલે રાજપીપળા, નવસારી અને પોરબંદરમા ૩ નવી મેડીકલ કોલેજો શરૂ કરવા તેમજ ત્રણે શહેરોની અત્યારની સરકારી હોસ્પીટલને મેડીકલ કોલેજને યોગ્ય બનાવવા, નવી કોલેજ, હોસ્પીટલના નિર્માણ માટે ૧૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરશે તે પછી આવકાર્યા છે પરંતુ આ જોગવાઈની રકમ તદ્દન અપૂરતી છે. લારીવાળા-નાના વ્યવસાયકારોને ગરમી ઠંડીએ રક્ષા આપવા, લારીમા રાખવામા આવતા ફળફળાદીને સાચવવા તેમને મોટી સાઈઝની છત્રી આપવા ૮ કરોડ રૂપિયાની જોગવાઈ હસવુ આવે તેવી છે. તેઓ પોતે આ છત્રીની જરૂર હોય તો ખરીદી ના શકે ? આ લોકરંજની શૈલી કહેવામા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના વકીલોને વેલફેર માટે થાય. કરોડની જોગવાઈ જ્યારે અન્ય વ્યવસાયના સંગઠનો માટે કાંઈ નહી એવું કેમ હશે ? સરકારને વકીલો બહુ વહાલા છે જ્યારે પ્રોફેસરો કે શીક્ષકો વહાલા નથી ?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VA8D8V
ConversionConversion EmoticonEmoticon