
મુંબઇ,તા.1 માર્ચ 2020 રવિવાર
ટાઇગર શ્રોફે ફિલ્મ 'હીરોપંતી' દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. હવે આ ફિલ્મના બીજા હિસ્સાની ઘોષણા કરવામાં આવી છે.
જોકે આ ફિલ્મની હિરોઇનના નામને હજી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ કૃતિ સેનોન 'હીરોપંતી ૨'માં કામ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, મૂળ ફિલ્મમાં પણ કૃતિએ જ કામ કર્યુ હતું.
સૂત્રના અનુસાર હાલ ટાઇગરની હિરોઇન માટે ચર્ચા-વિચારણા થઇ રહી છે. શ્રધ્ધા કપૂર અને દિશા પટાણી સાથે ટાઇગર સતત કામ કરી રહ્યો છે. તેથી 'હીરોપંતી ૨'માં આ બન્ને અભિનેત્રીઓની કામ કરવાની શક્યતા નહીંવત છે. હીરોપંતી પછી ટાઇગર અને ક્રૂતિએ સાથે કામ કર્યું નથી. તેમની જોડીને આ ફિલ્મમાં દર્શકોએ પસંદ પણ કરી હતી. તેથી કૃતિ આ ફિલ્મ મેળવી જાય તેવી શક્યતા પૂરેપૂરી છે. જોકે જેકલિન ફર્નાન્ડિઝ માટે પણ ફિલ્મસર્જક વિચારી શકે છે.
ટાઇગર ઝડપથી બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહ્યો છે. હાલ તે પોતાની આવનારી ફિલ્મ 'બાગી ૩'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wjujeS
ConversionConversion EmoticonEmoticon