કઠલાલમાં પરીણિતાને ત્રાસ આપતા પતિ અને સાસુ વિરૂધ્ધ ફરિયાદ


નડિયાદ,તા.1 માર્ચ 2020 રવિવાર

કઠલાલમાં પરણાવેલ પરણીતાને માનસિક શારિરીક ત્રાસ  આપતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ બનાવ અંગે કઠલાલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા ત્રાસીને પિયર જતી રહી

પ્રાપ્ત વિગતો અનુસાર તા.૨૧-૨-૨૦૨૦ ના રોજ રાત્રીના સમયે તબરસુમ ખોખરની ત્રણ મહિનાની દિકરીની તબિયત બગડતા પુત્રી અમાયરા રડતી હતી.જેથી કરીમઅહેમદ ખોખર અને બદરૂનિશા ખોખરે તબરસુમ સાથે ઝધડો કર્યો કર્યો હતો.એટલાથી ન અટકતા ગડદાપાટુનો મારમાર્યો હતો.આ બાદ  તબરસુમ દિકરીને લઇ દવાખાને લઇ ગયા હતા.જ્યા ે તબરસુમ સાથે ઝધડો કર્યો હતો.આ બંને વ્યક્તિઓથી કંટાળી તા.૨૨-૨-૨૦૨૦ ના રોજ તબરસુમ તેના પિયરમાં જતા રહ્યા હતા. પિયરમાં જતા રહેવુ કારણે માનસિંક અને શારિરીક ત્રાસ છે.આ ઉપરાંત કરીમઅહેમદ ખોખરને જુગાર રમાવાની ટેવ હોવાથી તબરસુમ ઠપકો આપે તો તબરસુમ સાથે મારઝુડ કરતો હતો.જ્યારે બદરૂનિશા ખોખરની ચઢામણી કરીમઅહેમદ ખોટા વ્હેમ રાખી તબરસુમ સાથે ઝધડો કરી શારીરિક માનસિંક ત્રાસ આપતો હતો.આ બનાવ અંગે પરણીતાએ પતિ-કરીમઅહેમદ ખોખર અને સાસુ- બદરૂનિશા ખોખર વિરુધ્દ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જ્યારે કઠલાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TenvIu
Previous
Next Post »