રાણી મુખર્જી 'સૂર્યવંશી'માં પોલિસની ભૂમિકામાં દેખાશે


મુંબઇ,02 માર્ચ 2020 સોમવાર

રોહિત શેટ્ટીની આવનારી ફિલ્મ 'સૂર્યવંશી' છેલ્લા કેટલાય સમયથીચર્ચામાં છે. આ ફિલ્મ સાથે અક્ષય કુમાર, કેટરિના કૈફ અને રોહિત શેટ્ટી  પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. રોહિત પોતાની આ ફિલ્મને બ્લોક બસ્ટર બનવવાના પ્રયાસ કરી રહ્યો છે. પહેલા એવી વાત હતી કે આ કોપ ફેન્ચાઇઝી ફિલ્મના ક્લાઇમેકસમાં પહેલા અને બીજા ભાગના  દરેક કલાકાર જોવા મળશે. વધુ એક બાતમીના અનુસાર રણવીર, અક્ષય, અજય ઉપરાંત રાણી મુખર્જી પણ ફિલ્મના ક્લાઇમેક્સમાં જોવા મળે તેવી શક્યતા છે. 

સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, આ ફિલ્મના ક્લાઇમેક્સ માટે રોહિતને એક સ્ટ્રોેન્ગ મહિલા પોલીસના પાત્રની ઇચ્છા છે. જોકે આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. પરંતુ રાણી મુખર્જી ફિલ્મના વિલેનો સાથે ટક્કર લેતી જોવા મળે તેવી ધારણા છે. આ પહેલા રાણી મુખર્જી ફિલ્મ 'મર્દાની 'માં પણ ફીમેલ કોપની ભૂમિકા ભજવી છે. 

રોહિત શેટ્ટીપોતાની ફિલ્મના ક્લાઇમેક્સ માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. આમ પણ રોહિતની મોટા ભાગની ફિલ્મો રૂપેરી પડદે ટંકશાળ પાડે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ifw7Ze
Previous
Next Post »