ઉપયોગી ચંદન .


સુંદરતા વધારવા તેમજ જાળવી રાખવા માટે બ્યુટિ ટ્રીટમેન્ટમાં ચંદન મહત્વનું છે. ચંદન સફેદ અને લાલ જ હોય છે, એમ મોટા ભાગના લોકો માનતા હોય છે. પરંતુ દુનિયાામાં ૧૨ જાતના ચંદન ઉપલબ્ધ છે. આર્યુવેદમાં ચંદનનું   તેલ અને પાવડરનો ઉપયોગ સામાન્ય છે. તે સુંદરતાની સાથે સાથે સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે. ચંદનમાં ૧૨૫ એવા કમ્પાઉન્ડસ હોય છે જે તવચાને સુંદર બનાવવાનું  કાર્ય કરે છે. તે ડેમેજ થયેલી સ્કિનન રીપેર  કરે છે. ત્વચાની કોશિકાઓને તંદુરસ્ત કરે છે. આ જ કારણ ચંદનનો ઉપયોગ બ્યુટિ પ્રોડકસમાં કરવામાં આવે છે. 

માથાના દુખાવામાં રાહત

ચંદનની પ્રકૃતિ ઠંડી છે. તેથી જ તેનો લેપ લગાડવાથી ત્વચાની બળતરા શાંત થાય છે તેમજ તેની સુગંધથી માનસિક શાંતિ પણ મળે છે. તેથી જ ચંદનનો લેપ કે પેસ્ટ કપાળે લગાડવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. 

ક્રોધને શાંત કરે છે

જે લોકોને અધિક ગુસ્સો આવતો હોય તેમને ચંદનનો ચાંદલો કે તિલક કરવાની સલાહ આપવામાં આવે છે. શરીરમાંના સાત ચક્રોમાંના એક પાવરફુલ  ચક્ર  આપણી બન્ને આઇબ્રોઝના વચ્ચે જ્યાં ચાંદલો કરવામાં આવે છે, ત્યાં આવેલું છે. આ સ્થાને ચંદન લગાડવાથી મગજને શાંતિ પ્રદાન થાય છે. 

આંખના થાકને દૂર કરે છે

ચંદન અને મધનો લેપ આંખની ત્વચા અને નમીને ઠંડક પ્રદાન કરે છે. મધ ત્વચાને મોઇશ્ચરાઝ કરે છે જેથી ત્વચા પર કરચલી પડતી નથી અને રૂક્ષ થતી નથી. ઉપરાંત ઢીલી થઇને લબડી પડતી નથી. ચંદન પાવડર આંખને ઠંડક આપવાની સાથેસાથે ડેમેજ સ્કિન સેલ્સને રિપેર કરવાનું કામ કરે છે. તેમજ તેની  સુગંધ મગજના સેલ્સને રિલેક્સ કરે છે. 

ખીલની તકલીફમાં લાભ

ચંદન પાવડરમાં એન્ટિબેકટેરિયલ ગુણ સમાયેલા છે. તે સ્કિન પર કોઇ પણપ્રકારના બેકટેરિયાને એકટિવ થવા દેતા નથી. ત્વચાના રોમછિદ્રોને સ્વચ્છ રાખે છે અને ત્વચા પરનું  વધારાનું ઓઇલ શોષીને સ્કિનને ઓઇલ ફ્રી રાખે છે. જેથી ચહેરા પર ખીલની તકલીફ હોય તો રાહત થાય છે. 

- મીનાક્ષી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2x4R6LW
Previous
Next Post »