કંગના 'અયોધ્યા' પર ફિલ્મ બનાવશે, ટૂંક સમયમાં ઘોષણા


મુંબઇ,02 માર્ચ 2020 સોમવાર

કંગના રનૌતની બહેન રંગોલી વારંવાર બોલીવૂડના કલાકારો પર ટિપ્પણી કરવાથી ચર્ચામાં રહે છે. જોકે આ વખતે તેણે પોતાની બહેન કંગનાના એક મહત્વના પ્રોજેક્ટ વિશે જણાવ્યું છે. 

કરણ જોહર, આલિયા ભટ્ટ  તેમજ અન્ય સ્ટાર્સ પર કટાક્ષ બાદ કંગના એક પ્રોજેક્ટની ઘોષણા જલદી જ કરશે તેમ રંગોલીએ જણાવ્યું છે. તેણે કહ્યુ હતું કે, કંગના જલદી પોતાની આગામી ફિલ્મ 'અયોધ્યા' પર કામ શરૂ કરશે. આ ફિલ્મમાં કંગનાની મહત્વની ભૂમિકા હશે તેમજ દિગ્દર્શન પણ કંગનાનું જ હશે. આ ફિલ્મ દ્વારા તે ભારતે ગુમાવેલી મહિમા પાછી લાવવાના પ્રયાસ કરશે. 

થોડા સમય પહેલા કરીના કપૂરે કંગના માટે એક સકારાત્મક ટિપ્પણી કરી હતી. કરીનાએ કંગનાના દિગ્દર્શનની પ્રથમ ફિલ્મ ' મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી'ના પણ ભારોભાર વખાણ કર્યા હતા.  કંગના જે પ્રકારની ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરે છે તે નિર્ણયને પણ કરીનાએ વધાવ્યો હતો. કંગના હાલ જયલલિતાની બાયોપિક 'થલાઇવી' માં મુખ્ય પાત્ર ભજવવાની છે. જેનું શૂટિંગ ચાલુ છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TfUhJa
Previous
Next Post »