ધિરાણ બજારને સાંપડતો વેગ


ભારતના જનરેશન ઝેડના ગ્રાહકો (જેમનો જન્મ ૧૯૯૫માં કે એના પછી થયો હોય તે લોકો) વધુ ને વધુ ધિરાણ મેળવી રહ્યા છે જેના પગલે ઉપભોગ સાથે સંબંધિત ધિરાણ બજારની વૃદ્ધિને વેગ આપવામાં મદદ મળી છે. ટ્રાન્સ યુનિયન સિવિલ દ્વારા હાથ ધરાયેલ આ અભ્યાસમાં ભારત, કોલંબિયા અને દક્ષિણ આફ્રિકા જેવા વિકાસશીલ ધિરાણ બજારો તેમજ કેનેડા, હોંગકોંગ અને અમેરિકા સહિત સ્થાપિત કન્ઝ્યુમર ક્રેડિટ બજારોમાં જનરેશન ઝેડ ગ્રાહકો (જેન ઝેડ તરીકે પણ જાણીતી છે.)ની ધિરાણ સક્રિયતા ચકાસવામાં આવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતીય વસ્તીમાં ૦થી ૨૪ વર્ષની વયજૂથમાં સામેલ અને જનરેશન ઝેડ તરીકે વર્ગીકૃત લોકોની ટકાવારી ૪૪ ટકા હતી એટલે ૬૦૯ મિલિયનથી વધારે લોકો આ કેટેગરીમાં સામેલ હતા. જનરેશન ઝેડ અને ૧૮ વર્ષથી વધારે વય ધરાવતા લોકોની વસ્તી ધિરાણ મેળવવા અરજી કરવાની લાયકાત ધરાવે છે અને એનું પ્રમાણ ૧૧ ટકા એટલે કે લગભગ ૧૪૭ મિલિયન લોકો છે. ટ્રાન્સ યુનિયનના અભ્યાસમાં ખુલાસો થયો હતો કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળામાં આ લાયકાત ધરાવતા જૂથનો ફક્ત ૬ ટકા હિસ્સો એટલે કે આશરે ૯ મિલિયન લોકો ક્રેડિટ એક્ટિવ હતા.

ભારતીય જનરેશન ઝેડના મોટા ભાગના ક્રેડિટ એક્ટિવ (૮૦ ટકા) ગ્રાહકો ફક્તએક ઓપન ક્રેડિટ પ્રોડક્ટ ધરાવે છે. સૌથી સામાન્ય ઉત્પાદનોમાં ટુ-વ્હીલર લોન (૨૧ ટકા), કન્ઝ્યુમર ડયુરેબલ્સ લોન (૧૩ ટકા) અને ક્રેડિટ કાર્ડ (૧૭ ટકા) સામેલ છે.

ટુ-વ્હીલર લોન ધરાવતા ક્રેડિટ- એક્ટિવ ગ્રાહકોની ટકાવારી અન્ય કોઈ પેઢીની સરખામણીમાં જનરેશન ઝેડના ગ્રાહકોમાં વધારે છે. એની સરખામણીમાં ટુ-વ્હીલર લોન ધરાવતા ક્રેડિટ એક્ટિવ મિલેનિયલ્સ (વર્ષ ૧૯૮૦થી ૧૯૯૪ વચ્ચે જન્મેલા ગ્રાહકો) ની સંખ્યા જનરેશન ઝેડના અડધાથી ઓછી એટલે કે ૧૦ ટકા છે અને જનરેશન એક્સ (૧૯૬૫ અને ૧૯૭૯ વચ્ચે જન્મેલા ગ્રાહકો) માટે આ આંકડો એનાથી પણ ઓછો એટલે કે ૬ ટકા છે.

સામાન્ય રીતે કન્ઝ્યુમર ડયુરેબલ્સ લોનનો ઉપયોગ વિશાળ વસ્તી મોટી ખરીદી માટે કરે છે. જો કે જનરેશન ઝેડના ગ્રાહકો માટે બીજી સૌથી વધુ લોકપ્રિય કન્ઝ્યુમર ક્રેડિટ પ્રોડક્ટ તરીકે સ્માર્ટ ફોન, પર્સનલ કે લેપટોપ કે પછી ટેલિવઝન સામેલ નહીં કે રેફ્રીજરેટર કે વોશિંગ મશીન જેને જૂની પેઢીના ગ્રાહકો વધારે પસંદ કરે છે.

જનરેશન ઝેડમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે, પણ રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં પ્રમાણમાં ઓછો છે. ભારતમાં કુલ પુખ્ત વસ્તીની દ્રષ્ટિએ ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ પહોંચ ક્રેડિટ- એક્ટિવ ગ્રાહકો વચ્ચે ફક્ત ૨૧ ટકા છે. જ્યારે ભારતમાં ક્રેડિટ કાર્ડ ધરાવતા જનરેશન- ઝેડ ક્રેડિટ એક્ટિવ ગ્રાહકોની સંખ્યા ફક્ત ૧૧ ટકા છે. જે અન્ય દેશોની સરખામણીમાં પ્રમાણમાં ઓછી છે. જે હોંગકોંગ અને કેનેડામાં ૯૦ ટકાથી વધારે છે.

ભારતીય જનરેશનલ ઝેડના ગ્રાહકો માટે ઉપભોક્તા ધિરાણની કેેેટેગરીઓમાં ઓરિજિનેશન (નવા એકાઉન્ટ ખુલવાનો દર) ઝડપથી વધી રહ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળામાં ઓરિજિનેશનમાં વાર્ષિક વૃદ્ધિ પર નજર કરીએ તો ક્રેડિટ કાર્ડમાં ૧૫૦ ટકાના દરે, કન્ઝ્યુમર ડયુરેબલ્સમાં ૧૧૩ ટકાના દરે અને પર્સનલ લોનમાં ૯૫ ટકાના દરે વૃદ્ધિ થઈ છે. પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘણીવાર જીવનનાં ખર્ચને ધિરાણ કરવા અને ઓછી રકમ ધરાવતી ખરીદી કરવા માટે થાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VHuLyp
Previous
Next Post »