
દેશમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનોની સંખ્યા ૨૦૬૯ કરોડથી આશરે ચાર ગણી વધી ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ૮૭૦૭ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઇ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઇન ઇન્ડિયા- વિઝન ૨૦૧૯-૨૦૨૧માં આ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. દેશમાં ડિજીટલાઇઝેશનનો વ્યાપ વધી રહ્યો છે તથા આના પગલે મળતા લાભો- બેનીફીટસ મેળવવા તથા સુવિધાજનક સ્થિતિ હાંસિલ કરવા વધુ વ્યક્તિગત કસ્ટમરો તથા સર્વિસ પ્રોવાઇડરો આનો ઉપયોગ કરતા થયા છે. દેશમાં આનો વ્યાપ વધ્યો છે તથા વિશેષ રૂપે મુંબઇ-મહારાષ્ટ્રમાં આનો વ્યાપ વધુ વધ્યો છે. બેન્કીંગ ક્ષેત્રે પણ હવે ડિજીટલાઇઝેશનો વ્યાપ વધી રહ્યો છે તથા આરબીઆઇ આ માટે પ્રયત્નોશિલ રહી છે.
ઓનલાઇન ટ્રાન્ઝેક્શનોના પગલે પારદર્શક્તા વધી છે તથા સુવિધાજનક રીતે ઝડપથી વ્યવહાર થાય છે. જો કે આવો વ્યવહાર કરતી વખતે તકેદીરી તથા વિશેષ રૂપે સતર્ક રહેવું પણ જરૂરી છે અને જો સાવધાની રાખવામાં ન આવે તો આવા ઓન લાઇન વ્યવહારોમાં છેતરપીંડી- ફ્રોડ પણ વધી શકે તેમ છે. વિવિધ એપ્સ દ્વારા મોબાઇલ ફોન્સની સ્ક્રીનનો રિમોટ એક્સેસ મેળવી આવો સ્કેમ કરવાના ઘણા લોકો પોતાને બેંક અધિકારીઓ તરીકે ઓળખાવી છેતરપિંડી કરતા થયા છે. તેઓ ગ્રાહકોને ફોન કરીને કેવાયસી વેલીડેટ કરાવવાની પ્રક્રિયામાં ગ્રાહકોને ઓનલાઇન પ્રોસીઝરમાં એનકેન પ્રકારે સામિલ કરી લે છે તથા આના આધારે આવા ફ્રોડ કરનારાઓ ગ્રાહકોના બેંક ખાતા સુધી હેકિંગ કરી શકાય એવી સ્થિતિમાં પહોંચી જાય છે.
આવી છેતરપીંડી કરનારાઓ ગ્રાહકોને લાલચ અથવા તો ભય બતાવી આ પ્રક્રિયામાં સામેલ કરે છે. બેંક ખાતા લોક થશે અથવા તો કાર્ડ ડિએક્ટીવેટ થશે અથવા તો ગ્રાહકો અમુક મોટી રકમના વિજેતા બન્યા છે એ પ્રકારની વિવિધ વાતો જણાવી આવા છેતરપીંડી કરનારાઓ ગ્રાહકોને સાંણસામાં લેતા હોય છે. તથા ગ્રાહકો પાસેથી વિવિધ વિગતો ઓકાવી લે છે. તથા આના પગલે તેઓ ગ્રાહકોના બેંક ખાતા ખાલી કરી દેતા હોય છે. ગ્રાહકો પાસેથી ઓટીપી, પીન, બેંક એકાઉન્ટની વિગતો, નેટ બેન્કિંગ પાસવર્ડ તથા આ પ્રકારની ગોપનીય વિગતો તેઓ ગ્રાહકો પાસેથી મેળવી લે છે.
ગ્રાહકોએ આ વાત લક્ષમાં રાખવી જરૂરી છે. ખાસ કરીને વડીલજનોએ આ વાતે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. વેબસાઇટ પર પણ આવી વિગતો શેર કરવી જોઇએ નહીં, એવું બેન્કિંગ ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું. એટીએમ વ્યવહાર તથા વિથડ્રોઅલ વખતે પણ વિશેષ તકેદારી રાખવી જરૂરી છે. છૂપા કેમેરાઓ મારફત આવા ફ્રોડ કરનારાઓ ગ્રાહકોની કાર્ડની વિગતો મેળવી લેતા હોય છે. એટીએમ પીન એન્ટર કરતી વખતે કિપેડ પર પોતાનો હાથ રાખી કવર કરવું જરૂરી છે. આ છેતરપીડીને તાત્કાલિક નિવારવા એસએમએસ તથા ઇ-મેઇલ એલર્ટ માટે રજીસ્ટ્રેશન કરાવી લેવું હિતાવહ છે. પાસવર્ડ તથા એટીએમ પીનમાં અવારનવાર ફેરફાર કરતા રહેવું જરૂરી છે. ઓન લાઇન શોપિંગ સાઇટોનો ઉપયોગ પણ સાવધાની પૂર્વક કરવો જરૂરી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uFHdTY
ConversionConversion EmoticonEmoticon