દેશમાં પ્રસરેલા કોમી વાઇરસની અસર કોરોના સાામેની લડત પર થશે, જીવલેણ વાઇરસ સામેની લડતનું પહેલું પગલું સામાજિક સૌહાર્દ અને શાંતિ છે
૨૬ ફેબુ્રઆરી ૨૦૨૦ના રોજ અમેરિકાના રોગ નિયંત્રણ કેન્દ્રના ડાયરેક્ટર ડો નેન્સી મેસોનીયરે કોરોના વાઇરસના ફેલાવા અંગે ચેતવણી આપતા જણાવ્યું કે 'અહીં એ સવાલ નથી કે આવું ક્યાં સુધી ચાલશે? પણ સવાલ તો એ છે કે ખરેખર તે ક્યારે થશે અને આ દેશમાં કેટલા લોકો આ બિમારીનો ભોગ બનશે' ચીનમાં આ વાઇરસ ફેલાયાને ૧૦ અઠવાડિયાથી પણ વધારે સમય થયો છે. ચીન કડક નિયંત્રણ અને તપાસને અનુસરનારા લોકોનો સમાજ છે.
જો ત્યાંની સરકાર ઇચ્છે તો ત્યાના લોકો પર લોખંડ જેવી મજબૂત પકડ બનાવી શકે છે. કોરોના વાઇરસ અંગેની ચીની પ્રારંભિક પ્રતિક્રિયા કઠોર હતી, પરંતુ ચીનને જ્યારથી પરિસ્થિતિની ગંભીરતા ખબર પડી તેણે દરેક મોરચે ત્વરિત કામ શરૂ કર્યુ - શહેરોને તાળાબંધી કરી, પરિવહન પર પ્રતિબંધ મુક્યો, કોરોના વાઇરસના દર્દીઓ માટે હોસ્પિટલો ઉભી કરી ઉપરાંત ડોક્ટરો, નર્સ અને મેડિકલ સંસાધનોને એકત્રિત કરીને યુદ્ધના ધોરણે કામે લગાવ્યા. રશિયા અને જાપાન જેવા દેશો કે જ્યાના લોકો સ્વયં અનુશાસિત છે ત્યાં અન્ય દેશોની સરખામણીમાં આ દિશામાં ઘણુ સારુ કામ થઇ રહ્યું છે. જ્યારે ઇરાન અને ઇટાલીમાં આ અંગે ઘણી ધીમી અને ખરાબ કામગીરી થઇ રહી છે.
ત્યારે હવે ભારતે ચિંતા કરવાની જરૂર છે. વડાપ્રધાને થોડા દિવસ પહેલા કહ્યુ તે રીતે આપણે ડરવાને બદલે તૈયાર થવાની જરૂર છે. આ વાત એકદમ સાચી છે, પરંતુ દેશ કેટલોે તૈયાર છે? વધારે પ્રાસંગિક એ છે કે દેશનું દરેક રાજ્ય કેટલું તૈયાર છે? દરેક રાજ્યમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલા છે. અમુક એરપોર્ટને બાદ કરતા દરેક પર દરરોજ વિમાનો આવે છે. દરરોજ હજારો લોકો દેશમાં પરિવહન કરે છે. મોટાભાગના લોકો ભીડવાળી જગ્યાઓ પર રહે છે. રહેણાંકોમાં પણ ભીડ છે, જ્યાં ત્યાં કચરો છે અને શહેરો પણ ગંદકીથી ભરેલા છે. ત્યારે આ બધી વાસ્તવિકતા જોતા આપણે કેટલા તૈયાર છીએ?
કોરોના વાઇરસ અંગેની પ્રથમ રિવ્યુ મિટિંગ વડાપ્રધાને ૩ માર્ચના બોલાવી હતી. દેશના સ્વાસ્થ્ય મંત્રીએ ૫ માર્ચના રોજ જણાવ્યું કે હજુ સુધી રાજ્યના સ્વાસ્થ્યમંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સાથે કોઇ મિટિંગ થઇ નથી. નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી, પુણે અને અન્ય ૧૫ લેબોરેટરીને કોરોના વાઇરસના સેમ્પલની તપાસ માટે સુસજ્જ કરવામાં આવી છે. જ્યારે તાત્કાલિક આવી વધારે લેબોરેટરીની જરૂર છે. બીજા દેશો પાસેથી એ સબક મળ્યું છે કે એક વખત કોરોના વાઇરસનો કેસ સામે આવ્યો, તો ત્યારબાદ દરરોજ તેના દર્દીઓની સંખ્યામાં વધારો થશે. ભારતમાં પણ તેમ જ થયું, માત્ર ત્રણ દિવસની અંદર જ દર્દીઓની સંખ્યા ૧થી ૨ અને બેથી ૩૦ પર પહોંચી ગઇ.
જો કે કોમી વાઇરસની અસર કોરોના વાઇરસ સામેની લડત પર થશે. આપણે આ વાત સ્વીકાર કરવાની પસંદ નહીં કરીએ, પરંતુ તથ્ય તો એ જ છે કે લઘુમતી લોકો ઝૂપડાઓમાં રહે છે. જ્યાં સુધી વિવિધ ધર્મો અને જાતિ વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ નહીં બને ત્યાં સુધી સ્વાસ્થ્ય કર્મીઓ તેમના સુધી કઇ રીતે પહોંચશે? પોલીસ પ્રભાવિત વ્યક્તિઓની ઓળખ કરીને તેમને હોસ્પિટલ કઇ રીતે પહોંચાડશે? જીવલેણ વાઇરસ સામેની લડતનું પહેલું પગલું સામાજિક સૌહાર્દ અને શાંતિ છે. વર્તમાન સમયે આપણા બધા વચ્ચે જે કડવાહટ આવી ગઇ છે તેને દૂર કરવા સરકાર શુ કરે છે?
સરકાર શું કરે છે કે આ ઝેર વિવિધ જાતિ અને સમુદાયોમાં પ્રસરતુ અટકે? આ સિવાય જ્યારે અન્ય કોઇ દેશ આપણી નબળાઇ અંગે ટિપ્પણી કરે તો તેનો વિરોધ શા માટે કરવો જોઇએ? શું ભારતે પણ રંગભેદ (૧૯૫૦), માનવાધિકાર ઉલ્લંઘન (રોહિંગ્યા), નરસંહાર (ઘણા આફ્રિકન દેશ) પર ટિપ્પણી નથી કરી? આલોચનાઓનેે આપણે આપણી પ્રગતિનો ભાગ બનાવવો જોઇએ. તેનાથી પણ વધારે આપણે વેપારમાં ભાગીદારોની જરૂર છે. આપણી અર્થવ્યવસ્થા ઘણી ઝડપથી નબળી પડી રહી છે. તેવામાં કોરોના વાઇરસના કારણે ઉત્પાદન અને સપ્લાઇ પ્રભાવિત થવાના એંધાણ છે.
અહીં કેટલાક પગલા છે જેને સરકાર અનુસરી શકે છે, જો કે તે ભાજપ અને આરએસએસને અસંગત લાગશે. વડાપ્રધાને તાત્કાલિક દેશને સંબોધન કરવું જોઇએ, અને ત્યારબાદ દર અઠવાડિયે આ ક્રમ જાળવવો જોઇએ. જેમાં લોકોને આવનારા સંભવિત રાષ્ટ્રિય સંકટ સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારનો સહયોગ કરવા અપીલ કરવી જોઇએ. એનપીઆરની પ્રક્રિયાને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો આદેશ આપવો જોઇએ. નાગરિકતા કાયદાની કાર્યવાહીને સ્થગિત કરવી જોઇએ અને સુપ્રીમ કોર્ટને અપીલ કરવી જોઇએ કે આ કાયદાને પડકાર આપતા કેસની સુનવણી કરેે. હાલમાં થયેલી દિલ્હી હિંસાની તપાસ માટે સ્વતંત્ર સમિતિની રચના કરવી જોઇએ. કોરોના વાઇરસ સામે લડવા નેશનલ ઇમરજન્સી કમિટિની રચના કરવી જોઇએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PYBNLv
ConversionConversion EmoticonEmoticon