આજે ટોચના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ સ્પોટ બોયનું કામ પણ કર્યુ છે


(પ્રતિનિધિ દ્વારા)        મુંબઇ, તા. 14 માર્ચ 2020, શનિવાર

રોહિત શેટ્ટીએ ૧૪ માર્ચે પોતાનો ૪૭મો જન્મદિવસ ઊજવ્યો.આજે બોલીવૂડના ટોચના દિગ્દર્શકોમાં તેની ગણતરી થાય છે. તેમજ તે બોક્સ ઓફિસની સફળતાની ગેરન્ટી પણ મનાય છે.

રોહિત શેટ્ટીએ એકશન ફિલ્મોની સાથેસાથે કોમેડી ફિલ્મો પણ આપી છે. બોલીવૂડના સફળ માંધતાઓની સાથે સંઘર્ષ પણ જોડાયેલો હોય છે. આવું જ રોહિત શેટ્ટી સાથે પણ થયું છે.

 રોહિતે તબુ અને કોજોલ જેવી અભિનેત્રીઓ માટે સ્પોટ બોયનું કામ કર્યું છે. એટલું જ નહીં ૧૯૯૫માં  તો તે તબુની સાડીઓની ઇસ્ત્રી પણ સેટ પર કરતો હતો. 

રોહિતે કાજોલના મેકઅપ મેન સમાન પણ કામ કર્યું છે. તે તેના મેકઅપને ટચઅપ કરવાની સાથેસાથે સ્પોટ બોય તહતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત રૂપિયા ૩૫ના પગારથી કરી હતી. પરંતુ દ્રઢ નિશ્ચય અને સતત મહેનતને કારણે તે આજે બોલીવૂડમાં ટોચનું સ્થાન મેળવી શક્યો છે. 

રોહિત અને એજયે લગભગ ૧૦ ફિલ્મો સાથે કરી છે. તેની અને અજયની ગાઢ મૈત્રી ઘણી સારી છે. રોહિતે પોતાની કારકિર્દીમાં ગોલમાલ જેવી સુપરહિટ કોમેડી ફિલ્મ આપી છે તો બીજી બાજુ ચેન્નઇ એક્સપ્રેસ, દિલવાલે, સિંઘમ જેવી બ્લોક બસ્ટર ફિલ્મ એક્શન આપી છે. 

હવે તેની આગામી ફિલ્મ અક્ષય કુમાર સાથેની સૂર્યવંશી છે, જેની રિલીઝ કોરોના વાઈરસને કારણે લંબાઇ ગઇ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aVerOF
Previous
Next Post »