
નડિયાદ, તા.14 માર્ચ 2020, શનિવાર
માતર પોલીસ પેટ્રોલીંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે એક આઇશરમાં ક્રુરતા પૂર્વંક પશુઓને ભરી લઇ જવામાં આવી રહ્યા છે.બાતમી આધારિત સ્થળે વોંચ ગોઠવી પોલીસ ટીમે પશુઓ ભરેલ આઇશરને ઝડપી પાડી હતી.
માતરની સ્થાનિક પોલીસ પેટ્રોલીંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે અમદાવાદ તરફના સર્વિસ રોડ ઉપર એક આઇશરમાં ગેરકાયેદસર પશુઓ ભરી વડોદરા તરફ જઇ રહી છે.જેથી પોલીસ ટીમ બાતમી આધારિત સ્થળે વોંચમાં ગોઠવાઇ ગઇ હતી.અને બાતમી આધારિત આઇશર પસાર થતા તેને રોકી તલાસી લેવામાં આવતા આઇશરમાં નવ ભેસો હતી.ભેસોને આઇશરમાં ક્રુરતા પૂર્વંક ગળેટુપાય તે રીતે ટુકાં દોરડાથી હરીફરી શકે નહિ તે રીતે બાંધી હતી.તેમજ પાણી કે ઘાસ ચારાની કોઇ વ્યવસ્થા ન હતી.
આ ઉપરાંત આ અંગે પાસપરમીટ પણ ન હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ.પોલીસ ટીમે ૯ ભેસો કિ.રૂા.૧૦,૫૦૦૦,આઇશર ગાડી કિ.રૂા.૯,૦૦,૦૦૦,ઝડપાયેલ વ્યક્તિઓની અંગ ઝડતી કરતા મોબાઇલ નંગ-૧ કિ.રૂા.૪૦૦૦ નો મુદામાલ સાથે આરીફ હેંમત અંગારીયા અને આરીફ ઉમરાવભાઇ ચાંગડા રહે, જામખભાળીયા જિ.દેવભૂમિકા દ્વારકાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qi37Er
ConversionConversion EmoticonEmoticon