ચરોતર પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા


આણંદ,તા.05 માર્ચ 2020, ગુરુવાર

મહાશિવરાત્રી પર્વ બાદ સમગ્ર આણંદ જિલ્લામાં ધીમે-ધીમે સૂર્યદેવતા પોતાનું અસલી રૂપ ધારણ કરતા ઉનાળાનો પ્રારંભ થયો છે. જો કે ગુરૂવારના રોજ આણંદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વહેલી સવારે જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણને લઈને જિલ્લાવાસીઓએ ગરમીમાંથી આંશિક રાહત અનુભવી છે. જો કે હાલ આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાના કોઈ એંધાણ ન હોવાનું કૃષિ યુનિ. સૂત્રો દ્વારા જણાવાયું છે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં ચઢાવ-ઉતાર જોવા મળે છે. ફેબુ્રઆરી માસના અંતિમ સપ્તાહથી ધીમે-ધીમે ઉનાળાએ પગરવ માંડયો હતો. સમગ્ર આણંદ જિલ્લામાં તાપમાનનો પારો ધીમે-ધીમે ઉંચે ચઢતા બપોરના સુમારે ગરમીનો અહેસાસ થયો હતો. જો કે બે દિવસ પૂર્વે વહેલી પરોઢના સુમારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. દરમ્યાન ગુરૂવારના રોજ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વહેલી સવારના સુમારે આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. વાદળછાયા વાતાવરણને લઈને જિલ્લાવાસીઓએ ગરમીમાંથી રાહત મેળવી છે. વાદળછાયા વાતાવરણની સાથે સાથે ભેજનું પ્રમાણ પણ વધુ રહેતા વહેલી પરોઢના સુમારે ઠંડકનો અનુભવ થયો હતો.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરૂવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૨.૦ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૧૬.૦ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૨૪.૦ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા, પવનની ઝડપ ૪.૧ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૯.૩ નોંધાયો હતો. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળો છવાયા છે. પરંતુ આણંદ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા ન હોવાનું હવામાન વિભાગ સૂત્રોએ જણાવ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TAc6l6
Previous
Next Post »