‘‘I will miss you’’ ચાર શબ્દવાળું આ અંગ્રેજી અવતરણ દીલને હીટરની ઉષ્મા આપી દે છે. એમાં બે તો સર્વનામ છે. એક સહાયકારક ક્રિયાપદ છે. ફક્ત 'સૈજજ'નાં ચાર અક્ષર જ શૂન્યાવકાશનું સરનામું આપી દે છે. પરદેશમાં સંતાનોને ત્યાં વીઝાના છ મહિનાની ડયુડેટ આવતા જ ચક્રવૃદ્ધિ વ્યાજ જેવા વારસદારો આ 'મીસ'નું ઉચ્ચારણ આખરી સપ્તાહમાં જરાય મીસ કરતા નથી.
પોળનું જૂનું ઘર ખાલી કરી ફલેટ-ટેનામેન્ટના આવાસમાં જ્યારે ઘરવખરીની લારી ભરાતી હોય છે ત્યારે એક સામટું કેટલું મીસ કરતા હોય એનું મેનુ વારંવાર જીવનમાં ઘૂંટાતું રહે છે. દેશી રમતો, બાકી રહેલા રમતના દાવની ઉઘરાણી, પડોશીના સોંપેલા જવાબદારીવાળા કામો, ગેરહાજરીમાં આપણાં જ મહેમાનોની સરભરા... સોસાયટીની બંધિયાર આબોહવામાં આ બધું મીસ થતું લાગે છે. શાળા જીવનનાં મિત્રો, પીરીયડની ધમાચકડી, રીસેસની દોડાદોડ, હોમવર્કની નોટની ઉઘરાણી, પરીક્ષા વખતે સમૂહવાચનના ઉજાગરા એક જ ઝાટકે બોર્ડની પરીક્ષા સાથે 'મીસ'ના રડારમાં ઝિલાઈ જાય છે.
દાંપત્યજીવનમાં ઉભયપાત્ર સાથે સેટ થતા થતા અપસેટ થવાના પ્રસંગો ધીમેધીમે કદ અને સંખ્યામાં વધતાં જાય છે એ સાથે જ બહેનોની કાળજી, મા-બાપની હૂંફ પડોશીઓની હમદર્દી મીસના ટોપલામાંથી ફેંદવી પડે. બદલી થતા બીજા શહેરમાં માંડ માંડ ગોઠવાતા પણ જૂના શહેરનાં ફરસાણ, પકવાન, આમંત્રણ, પાર્ટીઓ.... 'મીસ'નાં અંકો ઘૂંટાતા રહે છે.
મીસની જોડણી મિસ થતાં જ ઝેન્ડર ચેઇન્જનો અહેસાસ થવા માંડે છે. મનગમતા પાત્ર આગળ મિસનું એંજિન જોતા જ તરંગોની ગાડી જલ્દી પાટા ઉપરથી ઉતરી જતી નથી. અટક સાથે જ્યારે મિસ.નું ગઠબંધન નામનું ગ્રહણ કરી નાંખે છે. હલ્લો મિસ ચોપરા.... હાય મિસ માથુર... મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડનાં ટાઇટલોથી બ્યુટી પાર્લરોની રોજીરોટી ધમધમતી રહી છે.
જ્યારે જ્યારે મીસ... મીસ અંડર સ્ટેન્ડીંગ થાય, મીસ મેનેજમેન્ટનો ધૂમાડો દેખાય, મીસ-કેરેજનાં દુ:ખદ સમાચાર આવે, મીસ ગાઇડન્સનો ભોગ બનીએ, મીસ ફોરચ્યુનના ચોઘડિયાં શરૂ થતાં હોય, મીસ ડીડસનો ભાર વધતો જતો હોય.. ત્યારે મીસમાં રાહુ-કેતુનું ગઠબંધન તગડું થતું લાગે. 'મિસ' વિશે લખતાં લખતાં જોયું કેટલા બધાં 'મીસ-ફાયર' થઈ
ગયાં !
મરીમસાલા
આપણે પહેલા ખ-મીસ સાથે જીવનમાં આપણે કેટલા બધા મીસ/મીશ વ્યવહારિક નથી બનાવ્યા... જેમ કે દુ:ખોને હું ખ-મીશ, કોઇકને તો ગ-મીસ નહિ તો છેવટે ન-મીસ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wkIwrO
ConversionConversion EmoticonEmoticon