
ઠાસરા, તા.02 માર્ચ 2020, સોમવાર
ઠાસરા પાલિકા કંપાઉન્ડમાં આજથી સફાઇકામદારો હડતાલ પર ઉતર્યા છે.આ અંગે ઠાસરા મામલતદારને તા.૨૯-૨-૨૦૨૦ના રોજ એક પત્ર પાઠવ્યો છે.જેમાં સફાઇ કામદારોના હક્ક અધિકાર માટે તા.૨-૩-૨૦૨૦ સોમવારના રોજ ઠાસરા નગરપાલિકા આગળ અચોક્કસ પ્રતિક ઉપવાસ માટે મંજૂરી આપવા જણાવ્યુ છે.
ઠાસરા પાલિકાના સફાઇ કામદારોએ મામલતદારને આપેલ પત્રમાં જણાવ્યું છે કે ઠાસરા નગરપાલિકામાં વર્ષોથી વાલ્મીકી સમાજના સફાઇ કામદારો નિષ્ઠાપૂર્વક આઠ કલાક સેવા બજાવી રહ્યા છે.અને અચાનક તા.૨૭-૨-૨૦૨૦ થી બપોરની શીફટમાં અમારા સફાઇ કામદારોને ઘાક ધમકી આપી હતી કે તમે ત્રણ મહિના સુધી મફત સફાઇ કામ કરો અને હવે તમારે આવવુ હોય તો ચાર કલાક ના આવવુ હોય તો છુટા થઇ જાઓ,અમે કોન્ટ્રાકટ પધ્ધતિથી માણસો ભરાય દઉ છુ,એવી અમારા સફાઇ કામદારોને માનસીક ત્રાસ અને ધાકધમકી આપી રહ્યા છે.
આ ઉપરાંત પત્રમાં જણાવ્યુ હતુ કે અમારા હક્ક અધિકાર કાયમી કરતા નથી અને લાભોથી વંચિત રાખે છે.અને આજદિન સુધી ઇ.પી.એફ પણ આપવામાં આવ્યુ નથી.કે ઇ.પી.એફ નંબર આપતા નથી.આજદિન સુધી સફાઇ કામદારો ૩,૪ વર્ષથી મૃત્યુ થયા છે.અને બીજા કેટલાક રીટાયર્ડ થઇ ગયેલ છે.તેમનુ પણ ઇ.પી.એફ આપવામાં આવતુ નથી.અને ગેરમાર્ગે દોરવામાં આવે છે.તો અમારા હક્ક અધિકાર માટે તા.૨-૩-૨૦૨૦ ને સોમવાર થી નગરપાલિકા આગળ પ્રતિક ઉપવાસની મંજૂરી આપવા વિનંતી કરી હતી.આજરોજ સવારથી સફાઇ કામદારો પાલિકા પટ્ટાંગણમાં ભૂખ હડતાલ પર ઉતર્યા છે.
રોજ ૩૧૨નું વેતન છતાં નિયમિત સફાઈ થતી નથી : સીઓ
આ અંગે ઠાસરા ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ કે ઠાસરા પાલિકામાં ૫૫ સફાઇ કામદારો છે,અને તેમને ૩૧૨ રૂપિયા રોજનુ વેતન આપવામાં આવે છે.તેમ છતા ગામની રેગ્યુલર સફાઇ થતી નથી.આ અંગે તેમણે ઉમેર્યુ હતુ કે અમે બપોરના સમયે ચેકીંગ હાથ ધરતા કોઇ સફાઇ કામદાર જોવા મળ્યા ન હતા.છેલ્લા સાત-આઠ દિવસથી ટેક્ષ વસુલવાની ઝુંબેશ હાથ ધરી છે.આ માટે પાલિકા પ્રમુખ અને ચીફઓફિસ વસુલાત કરવા માટે જઇએ ત્યારે ગ્રામજનો સફાઇ અંગેની ફરિયાદ કરતા હોય છે. વળી આ કામદારો પાલિકામાં પોતાની હાજરી પૂરાવી અન્ય જગ્યાએ કામ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32L5d4O
ConversionConversion EmoticonEmoticon