વિરપુર તાલુકામાં બેન્કોના 3 એટીએમ શોભાના ગાંઠિયા બનતા ગ્રાહકો પરેશાન


વીરપુર, તા.02 માર્ચ 2020, સોમવાર

વીરપુર શહેરમાં આવેલ એ.ટી.એમ મશીનો શોભાના ગાંઠીયા સમાન બન્યા છે. જેથી તાલુકાના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. છતા પૈસે પૈસા માટે ભીખ માંગવાનો વખત આવ્યો હોવાનુ સ્થાનિકો અનુભવી રહ્યા છે. 

વીરપુર તાલુકામાં જુદી જુદી બેંકોના ૩  જેટલા એ.ટી.એમ મશીનો આવેલા છે.પરંતુ કામના સમયે એક પણ એ.ટી.એમ કામ લાગતુ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.જેથી તાલુકાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.શહેરમાં મૂકવામાં આવેલ એ.ટી.એમ મશીનમાંથી તાલુકાવાસીઓને સમયસર નાણા મળી રહેતા ન હોવાનુ જણાવ્યુ હતુ.આ ઉપરાંત જ્યારે પૈસા ઉપાડવા માટે ગ્રાહકો એ.ટી.એમમાં જાય ત્યારે મશીનમાં પૈસા ન હોવાનુ જણાવ્યુ હતુ.

જેથી સ્થાનિકો જણાવી રહ્યા  છે કે  છતા પૈસે અમારે ભીખ માંગવાનો વારો આવ્યો હોવાની સ્થીતીનુ નિર્માણ થયુ છે.દુધ મંડળીનો પગાર પણ બેંકમાં થતો હોવાના કારણે પશુપાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.વીરપુરમાં સ્ટેટ બેંકના ૨ અને બેન્ક ઓફ બરોડા બેંકનુ-૧ એ.ટી.એમ મશીન આવેલુ છે.વીરપુરમાં ત્રણ એ.ટી.એમ મશીનો હોવા છતા ગ્રાહકોને સમયસર નાણા મળી રહેતા ન હોવાનો આક્ષેપો લગાવી રહ્યા છે.

જ્યારે એ.ટી.એમ મશીનમાં પૈસા હોય ત્યારે મોટી લાઇનો પૈસા લેવા માટે લાગી જાય છે.તો ક્યારેક એ.ટી.એમમાં પૈસા ખુટી પડે છે.આ સ્થીતીનુ નિર્માણ થતા લોકોને વિરપુરથી ૨૫ કિ.મી અંતરે આવેલ લુણાવાડા ખાતે પૈસા ઉપાડવા જવાનો વારો આવ્યો છે.આમ ગામના એ.ટી.એમમાં પૈસા જોવા મળતા ન હોવાનુ ગ્રાહકો જણાવી રહ્યા છે.આ અંગે સ્થાનિકોની માંગ છે કે વીરપુરમાં આવેલ ત્રણેય એ.ટી.એમમાં પૈસાની સગવડતા ઉભી કરી પૂરતા નાણાં મશીનમાં ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TwHrVX
Previous
Next Post »