યાત્રાધામ ડાકોરમાં રંગપંચમી ઉજવણી ષોડોપચાર વિધિ સાથે શ્રીજીનું પૂજન કરાયું


ડાકોર, તા.13 માર્ચ 2020, શુક્રવાર

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે હોળી-ધુળેટી પર્વ બાદ રંગપચમીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભગવાનની ષોડોપચાર વિધિ કરી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લ્હાવો લીધો હતો.

ડાકોરમાં આજ રોજ સવારે મંગળાઆરતી પૂર્ણ થયા બાદ ૮ઃ૦૦ વાગ્યે શ્રીજીને પંચામૃત સ્નાન કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદ આખા મંદિર ધોવામાં આવ્યુ હતુ. રણછોડરાયજી ભગવાનના શુધ્ધિકરણના ભાવથી પૌરાણિક રિવાજ મૂજબ આ વિધિ કરવામાં આવે છે. જેને ષોડશોપચાર વિધિ કહેવામાં આર્વે છે.જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની પૂજન વિધિ કરાઇ હતી.આ પ્રકારની પૂજન વિધિ ડાકોર મંદિરમાં વર્ષમાં ફક્ત બે વાર કરવામાં આવે છે.જેમાં ફાગણ વદ પાંચમ અને આસો વદ પાંચમના રોજ  શ્રીજીની ષોડશોપચાર પૂજન વિધિ કરવામાં આવે છે.

આજરોજ રણછોડરાયની ષોડશોપચાર વિધિથી પૂજન વિધિ કરાઇ હતી.આ વિધિ એટલે ૧૬ સંસ્કારની વિધિ છે.આ વિધિ બાબતે શાસ્ત્રોમાં જણાવ્યુ છે કે વર્ષ દરમ્યાન બે વાર એટલા માટે કરવામાં આવે છે કે શ્રીજીને કોઇ દોષ લાગુ પડયો હોય તો તના નિર્વાણ કરતી વિધિ છે.આમ આજરોજ રંગપંચમીના દિવસે ૧૬ સંસ્કારની વિધિવત પૂજા કરી રંગપંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wSO90Q
Previous
Next Post »