નડિયાદના ફતેપુરા ગામની શાળામાં ફરજ બજાવતા સેવકનો ગળેફાંસો ખાઈ આપઘાત


નડિયાદ, તા.13 માર્ચ 2020, શુક્રવાર

નડિયાદ તાલુકાના ફતેપુરામાં આવેલ એક સ્કુલમાં ફરજ બજાવતા એક સેવકભાઇએ કોઇ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.નિયત સમયે શાળામાં આવી સફાઇ કામ કરી ક્લાસરૂમમાં જઇ હૂકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી કોઇ અગમ્યકારણોસર આત્મહત્યા કરી લીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ તાલુકાના ફતેપુરા ગામમાં જીવનદીપ કેળવણી મંડળ સંચાલિત આરાઘના વિદ્યાલય આવેલી છે.

જેમાં વિક્રમસિંહ હિંમતસિંહ વાઘેલા ઉં.૩૫ સેવક તરીકે ફરજ બજાવતા હતા.વર્ષ-૨૦૦૯માં આ શાળામાં સેવક તરીકે વિક્રમસિંહ નોકરીમાં જોડાયા હતા.આ અંગે સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે આજ સવારે નિયત સમયે શાળામાં આવ્યા હતા.અને ૧૦ઃ૦૦ કલાકે તેઓ શાળામાં કચરો વાળતા જોવા મળ્યા હતા.

આ સમયે શાળામાં સી.એ પ્રેકટીસ કરતા લોકો આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સી.એ અંગેની સમજ આપતા હતા.

આ દરમ્યાન શાળામાં આવેલ ધો-૯ બના ક્લાસમાં લોખંડના હુકસમાં પ્લાસ્ટીકની દોરીથી લટકી જઇ વિક્રમસિંહ વાઘેલાએ આત્મહત્યા કરી હતી. વિક્રમસિંહને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.

આ બનાવની જાણ ચકલાસી પોલીસને થતા ચકલાસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2w6EVxR
Previous
Next Post »