
નડિયાદ,તા.13 માર્ચ 2020, શુક્રવાર
ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર અકસ્માતો સર્જાયા હતા.જેમાં અકસ્માતનો પહેલો બનાવ નરસંડા પાસે,જ્યારે બીજો અકસ્માતનો બનાવ કપડવંજ તાલુકાના ઉંડાની મુવાડી સ્ટેન્ડ નજીક,અને ત્રીજો અકસ્માત કઠલાલના લક્ષ્મીપુરા પાસે થયો હતો.ત્રણેય અકસ્માતના બનાવોમાં ૯ વ્યક્તિઓને ઇજાઓ પહોચી હતી.જ્યારે એક વ્યક્તિનુ મૃત્યુ નિપજયુ હતુ.
અકસ્માતનો પહેલો બનાવ નડિયાદ તાલુકાના નરસંડા નજીક મોટર સાયકલ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં મોડી સાંજે બોર્ડની પરીક્ષા પૂરી કરી પરત ફરી રહેલા અવિરાજ,વિમલકુમાર અને નરેન્દ્રભાઇ પરત જઇ રહ્યા હતા.આ સમયે સામેથી આવતી એક ગાડીના ચાલકે મોટર સાયકલને ટક્કર મારી હતી.જેથી મોટર સાયકલ પર સવાર ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોચી હતી.જ્યારે અવિરાજનુ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યુ હતુ.બંને ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે કરસમદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જયંતીભાઇ મોતીભાઇ ભાટીયા રહે,વૈશાલી રોડ નડિયાદે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતનો બીજો બનાવ કપડવંજ તાલુકાના દાસલવાડાના ઉંડાની મૂવાડી સ્ટેન્ડ નજીક થયો હતો.જેમાં મકબુલભાઇ રીક્ષા લઇને જઇ રહ્યા હતા.તે સમયે એક ગાડીના ચાલકે રીક્ષાને અડફેટ મારી હતી.જેથી રીક્ષા ચાલક મકબુલ અને રીક્ષામાં સવાર આનંદીબેન,સુનિલભાઇ,મંજૂલાબેન અને કનુભાઇ એમ મળી કુલ પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે ગુલામહુસેન અહેમદમીયા મલેક રહે,દાસલવાડાએ આંતરસુબા પોલીસ મથકે ગાડી ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતનો ત્રીજો બનાવ કઠલાલના લક્ષ્મપૂરા સીમમાં થયો હતો.જેમાં રવિન્દ્રભાઇ જેસીંગભાઇ વણજારા અને લાલાભાઇ ઝાલા મોટર સાયકલ પર જઇ રહ્યા હતા.તે સમયે એક મોટર સાયકલના ચાલકે મોટર સાયકલને ટક્કર મારી હતી.જેથી રવિન્દ્રભાઇ અને લાલાભાઇને ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે જગદીશભાઇ કચરાભાઇ વણજારા રહે,લક્ષ્મપુરા તા.કઠલાલે કઠલાલ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્દ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ચકલાસી, આંતરસુબા અને કઠલાલ પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vkEPCt
ConversionConversion EmoticonEmoticon