
ગુજરાતનું ઓલ ટાઈમ હિટ લોકસંગીત ઉત્તમોત્તમ મેસેજ આપતું રહ્યું છે. એ સાત્વિક છે એટલે કેળવણી અને સંસ્કારસિંચન કરતું રહ્યું છે
એક વાર ચિત્તલ જાજે વેરાગણ
ચિત્તલની ચૂંદડી લાવ્ય વેરાગણ
ઊભલી રહીને તું વોર્ય વેરાગણ
હવે મારાં મનડાં માન્યાં વેરાગણ
ભવનાં અબોલડાં ભાંગ્યાં વેરાગણ!
એક વાર હાલાર જાજે વેરાગણ
હાલારના હાથીડા લાવ્ય વેરાગણ
હેઠી બેસીને તું વોર્ય વેરાગણ
હવે મારાં મનડાં માન્યાં વેરાગણ
ભવનાં અબોલડાં ભાંગ્યાં વેરાગણ!
એક વાર દખણ જાજે વેરાગણ
દખણના ડોળિયા લાવ્ય વેરાગણ
અવળી રહીને તું વોર્ય વેરાગણ
હવે મારાં મનડાં માન્યાં વેરાગણ
ભવનાં અબોલડાં ભાંગ્યાં વેરાગણ!
એક વાર ઘોઘા જાજે વેરાગણ
ઘોઘાના ઘોડલા લાવ્ય વેરાગણ
બૂટી ઝાલીને તું વોર્ય વેરાગણ
હવે મારાં મનડાં માન્યાં વેરાગણ
ભવનાં અબોલડાં ભાંગ્યાં વેરાગણ!
એક વાર હળવદ જાજે વેરાગણ
હળવદના હીરલા લાવ્ય વેરાગણ
નાક ઝાલીને તું વોર્ય વેરાગણ
હવે મારાં મનડાં માન્યાં વેરાગણ
ભવનાં અબોલડાં ભાંગ્યાં વેરાગણ!
પ્રિ ન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા કરતાંય અસરકારક અને ધારદાર મેસેજ આપનારું કોઈ મીડિયા હોય તો એ છે ફોક મીડિયા. પરંપરાગત અને સસ્તું લોકમાધ્યમ આજેય અભિપ્રેત છે એટલે જ એ કબીરવડ બનીને ફાલીફૂલી રહ્યું છે.
ગુજરાતનું ફેવરિટ ફોક એટલે ભવાઈ, લોકસંગીત, લોકવાર્તા, બંગાળનું જાત્રા અને બાઉલ, મહારાષ્ટ્રનું તમાશા, લાવણી, આસામનું બિહુ, ઉત્તરભારતનું રામલીલા-રાસલીલા-આમ દરેક પ્રાંતને પોતાનું વિશિષ્ટ ફોક મીડિયા છે ને જે તે પ્રાંતમાં તે આજેય જીવે છે, ભલે આધુનિકતાનો ફટકાર એને જરૂર લાગ્યો છે.
ગુજરાતનું ઓલ ટાઈમ હિટ લોકસંગીત ઉત્તમોત્તમ મેસેજ આપતું રહ્યું છે. એ સાત્વિક છે એટલે કેળવણી અને સંસ્કારસિંચન કરતું રહ્યું છે પણ સાથોસાથ એનું ગાન કરનારી સખી-સહેલીઓની ફિટનેસ પણ વધારે છે! આપણા લોકગીતો જીવનરીતિ તો શીખવે જ છે પણ એનું એક અદૃશ્યય પાસું છે 'ફેમિનીન ફિટનેસ' ...! ગુજરાતમાં રાસ રમતાં રમતાં લોકગીતો ગાવાની પુરાણી પરંપરા છે એટલે એ શ્રમનું કામ છે, રમતાં રમતાં ગાવું સહેલું નથી...
'એક વાર ચિત્તલ જાજે વેરાગણ...' એવું 'રમતિયાળ' લોકગીત છે જેમાં મેસેજ ઓછો પણ મહેનત વધુ છે! ગીતમાં પાંચ અંતરા છે ને એ પાંચેય ગાતી વખતે ગાનારે એકસરસાઈઝ કરવી ફરજિયાત છે-એવું ગીતમાં જ નિદષ્ટ છે. પ્રથમ અંતરામાં 'ઉભી રહીને તું વોર્ય વેરાગણ' જેવી પંક્તિ છે એટલે એણે ગાતી વખતે ઉભા રહી જવું, એ પછી 'હેઠી બેસીને...અવળી રહીને...બુટી ઝાલીને...નાક ઝાલીને...' વગેરે ક્રિયાઓ કરવાની સૂચના છે એ મુજબ કરતું જવાનું એટલે 'એરોબિકસ એક્સરસાઈઝ' થઇ જાય!
એ વખતે જાતે બહેનોએ ઘરકામ કરવાનું, બધે ચાલીને જવાનું, વાર-તહેવારે અને નવરા પડે ત્યારે રાસ લેવાના-આમ, મહિલાઓને વોકિંગ, જોગિંગ, એરોબિક, બધું મનોરંજન સાથે સાહજિક થઇ જતું. આજની જેમ જિમમાં જવું ન પડતું...!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WgcBDR
ConversionConversion EmoticonEmoticon