
નદીનું પાણી પીવાય એનાથી વધુ નાહવા ધોવામાં વપરાય છે. એટલા માટે પાણી આપણા માટે અગત્યનું છે. પથ્થરની જેમ પાણીની પણ અગત્યતા સ્થાન પર નિર્ભર છે
વિશ્વમાં દરેક દેશ પાસે એની પોતાની ભાષા છે, અને દરેક ભાષા પાસે એની કહેવતો છે. કેટલીક કહેવતો ક્ષેત્રીય છે અને કેટલી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય પણ છે
સૃષ્ટિની સમગ્ર સજીવ નિર્જીવ વસ્તુઓમાં કોઇ નકામી વસ્તુ નથી, દરેક વસ્તુ અગત્યની છે! જે વસ્તુને ઓળખવા અને ઉપયોગમાં લેતાં આપણને ન આવડયું હોય એ વસ્તુ આપણને નકામી લાગતી હોય છે! જે વસ્તુ નકામી લાગે છે એ અડચણ રૂપ પણ લાગે છે! પરંતુ વહેલે મોડે આ વસ્તુ કયાંક ને ક્યાંક ખપ લાગતી હોવાનું ખંતીલા સંશોધકોએ શોધી કાઢ્યું છે! ને એ વસ્તુ ઉપયોગી નીવડી છે. પરંતુ દરેક વસ્તુની ઉપયોગિતાની પણ એક ચોક્કસ મર્યાદા પણ હોય છે.
એ મર્યાદા જાળવીને જે કામ કરે છે એના માટે એ વસ્તુ ફાયદા કારક છે, મર્યાદા ઓળંગી જનાર માટે એ વસ્તુ નુકશાન કારક છ! પથ્થર નિર્જીવ છે અને નદી સજીવ છે. ને આપણને બંનેની જરૂર છે! મકાનથી માંડીને મજાર નિર્માણ સુધી પથ્થરની આવશ્યકતા રહે છે. પથ્થર નિર્જીવ હોવા છતાં દેવ તરીકે પૂજાય છે. એટલે કે પથ્થરનાં ભગવાનની પૂજા થાય છે અને સજીવ નદીની માતા તરીકે આરાધના થાય છે! એટલે જ નર્મદા માતા અને ગંગા મૈયા કહેવાનું પ્રચલિત થયું છે! દરેક વસ્તુની અસર સાથે આડ અસર જોડાયેલી જ હોય છે.
મંદિરમાં રહેલા પથ્થરની પૂજા થાય છે ને રસ્તામાં પડેલા પથ્થરની આપણને ઠોકર વાગે છે! મંદિરમાં જે બિરાજમાન છે એ પણ પથ્થર છે ને રસ્તામાં ઠોકરે ચડે છે, એ પણ પથ્થર છે! આમતો આખું મંદિર પથ્થરનું જ બનેલું હોય છે. પણ દીવાલમાં ચણાઇ ગયેલા પથ્થરનો તો આપણને વિચ્ચાર સુધ્ધાં આવતો નથી! વસ્તુ એક જ છે પણ સ્થાનનો મહિમા છે! આ સ્થિતિ માણસને પણ લાગુ પડે છે.તમારૂં સ્થાન કયાં હોવું જોઇએ અને કયાં છે એ અંગે તમારે વિચારવું પડે તમે કયાં બેસો છો ને કોની સાથે બેસો છો, એના પરથી લોકોની માનસિકતામાં તમારો દરજ્જો અંકાઇ જતો હોય છે!
આ થઇ નિર્જીવ પથ્થરની વાત! હવે સજીવ નદીની વાત પર જરા વિચાર કરીએ! નદીનું પાણી પીવાય એનાથી વધુ નાહવા ધોવામાં વપરાય છે. એટલા માટે પાણી આપણા માટે અગત્યનું છે. પથ્થરની જેમ પાણીની પણ અગત્યતા સ્થાન પર નિર્ભર છે. નદી-સરોવરની જેમ ખાબોચિયાનું પણ અસ્તિત્વ છે. નદી સરોવરમાં પણ પાણી છે અને ખાબોચિયામાં છે એ પણ પાણી છે. પરંતુ મૂલ્ય સ્થાનનું છે. એની ભૂમિકા પણ સ્થાન મુજબની જ હોય છે! નદી સરોવરનું પાણી આપણી તરસબુઝાવે છે અને આપણને સ્વચ્છ પણ રાખે છે. ખાબોચિયાનું પાણી છાંટા ઉડાડે છે ને આપણાં કપડાં ગંદા કરે છે! પાણી એટલે પાણી પરંતુ સ્થાન મુજબ એની તાસીરમાં ફરક આવી જાય છે. આમાંથી પણ માણસે બોધ લેવા જેવો છે! અસામાજિક તત્વો સાથે ઘરોબો રાખનાર પાસે સદભાવની અપેક્ષા ના રાખી શકાય ! ખાબોચિયું, પાણી હોય ત્યાં સુધી ખાબોચિયું ગણાય ! પાણી ન હોય તો એ ખાડો કહેવાય.
નદી માટે એવું નથી. નદીમાં પાણી ના હોય તો પણ એ નદી તરીકે જ ઓળખાય છે ! આઝાદી પછી પંચવર્ષી યોજનાઓ અમલમાં આવી. એ પંચવર્ષી નામ પ્રમાણે પાંચ વર્ષના એમના શાસનકાળમાં જ પૂરી કરી નાંખવાની દરકાર રાખવામાં આવતી હતી ! હવે પાંચ વર્ષના શાસનકાળમાં કોઈ યોજના ભાગ્યે જ પૂરી થાય છે. આ થોડી આડ વાત પરથી મૂળ વાત પર આવીએ. એ પંચ વર્ષી યોજનાઓમાં ખેતી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવતું ! એમાં ઈરીગેશન મહત્વની બાબત ગણાઈ ! સિંચાઈની સગવડ ઊભી કરવા નદીઓ પર ચેકડેમ બાંધવાની આધુનિક કામગીરી શરૂ થઈ. એમાં અતિશ્યોક્તિ આવી.
ઉપરવાસમાં દર પાંચ કિલોમિટરે ચેકડેમ ઊભા થતાં નીચવાસમાં જેનામાં બારેમાસ પાણી રહેતું એવી નદીઓ સાવ સૂકાઈ ગઈ ! દરેક સગવડની ઉપયોગિતાની એક મર્યાદા હોય છે. ગંગામૈયાની આરતી ઉતારાય છે. સળગતા દીવા તરતા મૂકાય છે એજ ગંગા નદીમાં અર્ધ સળગેલા મડદાઓ ધકેલી દેવામાં આવે છે. લોકોના પાપ ધોઈ પાવન કરતી ગંગા પોતે અપવિત્ર થઈ ગઈ, એ વિશે કોઈને ખ્યાલ આવે છે ખરો ? ગંગા કાંઠેના કેટલાક ગામોમાં એવો રિવાજ છે કે સ્મશાનમાં મડદાને અડધો પડધો બાળીને નદીમાં ધકેલી દેવામાં આવે છે. આ ગંગામૈયાની દશા છે. એનું પાણી પીવામાં પણ ઉપયોગમાં લેવાય છે !
સૃષ્ટિની દરેક વસ્તુ કામની છે. એની ઓળખ અને ઉપયોગિતા અંગેની સમજ હોવી જોઈએ. જેે વસ્તુ ફાયદાકારક છે એજ વસ્તુની ઉપયોગીતામાં અતિરેક આવે ત્યારે નુકશાનકારક છે. ઘીનું એક મહત્વ છે. આપણા પૂર્વજો તો કહેતા કે દેવું કરીને પણ ઘી ખાવું જોઈએ. પરંતુ એની પણ મર્યાદા છે !
વિશ્વમાં દરેક દેશ પાસે એની પોતાની ભાષા છે, અને દરેક ભાષા પાસે એની કહેવતો છે. કેટલીક કહેવતો ક્ષેત્રીય છે અને કેટલી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય પણ છે. દરેક કહેવતમાં એક શાણપણ છે. એ કહેવતો ઉપદેશાત્મક પણ છે. પરંતુ '' સંઘર્યો સાપ પણ ખપ લાગે'' એ કહેવત સમજાતી નથી. સાપને સંઘરવાનો રિવાજ આપણે ત્યાં નથી ! સાપને તે વળી કોઈ સંઘરતુ હશે ? સાપને જોતાં જ એને મારી નાખવાના પ્રયત્નો થાય છે. સાપ જીવતો હોય કે મરેલો, કોઇપણ સ્થિતિમાં ઉપયોગી નથી ! જો કે ઉપયોગી નથી એમ પણ ન કહેવાય આપણને એની ઉપોયગીતાની જાણ નથી ! ચીનના લોકો માછલીની જેમ સાપને પણ ખાતા હોવાનું સાંભળ્યું છે ને વાંચ્યું પણ છે. એટલું જ નહિ ટી.વી. પર જોયું પણ છે. છતાં માંસની આયાતનિકાસ થાય છે, ચામડાની આયાતનિકાસ થાય છે. પણ સાપની આયાતનિકાસ થતી હોવાનું જાણ્યું નથી ! નિકાસની બાબતમાં ચીનનું માર્કેટ વિશ્વમાં સૌથી મોખરે છે. વિશ્વનો કોઇપણ દેશ ચીનની ઉત્પાદકથી વંચીત નથી. રાયફલથી રમકડાં સુધીની દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ સમગ્ર વિશ્વના બજારમાં એણે પાથરી દીધી છે.
આને કારણે એક વર્ષ સુધી ડયૂટીના પ્રશ્ને ચીન અને અમેરિકા વચ્ચે તિવ્ર શાબ્દિક ટપાટપી ચાલી ! એ ટપાટપી એટલી તીવ્ર હતી કે કેટલાકને ચીન અને અમેરિકા વચ્ચેના આ ટ્રેડવોરમાં વિશ્વયુધ્ધના ભણકારા સંભળાયા ! અમેરિકા જેવા શક્તિશાળી દેશ સામે પણ ચીન ટસનું મસ ન થતાં છેવટે ટ્રમ્પને જ ઝુકવું પડયું ! ડીમાંડ અને સપ્લાયની માર્કેટીંગ નીતિનો સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો. જેટલી ડિમાન્ડ હોય અને જેની ડીમાંડ હોય એટલી જ અને એની જ સપ્લાય થાય ! એ અનુસાર એની ઉત્પાદકતાનો પ્રચાર એવો જોરશોરથી કરવામાં આવ્યો કે ન જોઇતી વસ્તુ પણ ગ્રાહકને જરૂરી લાગવા માંડી. જબરદસ્ત માર્કેટીંગ કરીને સમગ્ર વિશ્વમાં એની ઉત્પાદકતા વિશે ડીમાંડ ઊભી કરી.
પતંગ અને પતંગના દોરા જેવી પ્રાસંગિક જરૂરિયાત પણ એણે પૂરી પાડી ! સમગ્ર વિશ્વના બજાર એના માર્કેટીંગથી પ્રભાવિત થયા ! આ પ્રકારની આયાત નિકાસ માટે જે તે બે દેશો વચ્ચે પરસ્પરની શરતોને આધિન લેખિત કરવામાં આવે છે ને બંને પક્ષે શરતોનું પાલન કરવામાં આવે છે ! પણ આ વખતે ચીને કમાલ કરી નાખી, કોઇપણ દેશ સાથે કશો લેખિત કે મૌખિક કરાર વગર, શરતો વગર માર્કેટીંગ વગર અને ડીમાંડ વગર 'કોરોના' નામની બીમારીને સપ્લાય કરીને ચાયનાએ વિશ્વમાં સૌથી મોટો સપ્લાયર હોવાનું સાબિત કરી દીધું !
જે કઠણ માટીને ઉથલાવી શકે,
એજ માણસ બીજ પણ વાવી શકે !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33it2RL
ConversionConversion EmoticonEmoticon