મુંબઇ,01 માર્ચ 2020 રવિવાર
નેશનલ એવોર્ડ વિજેતા બોલીવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર એક ઉત્તમ અભિનેતાતો છે જ પરંતું તેઓ ઉમદા માણસ પણ છે, અક્ષય કુમાર તેમની સખાવતો માટે પણ જાણીતા છે તે અવારનવાર જરૂરીયાતવાળા લોકોને દાન આપતા રહે છે.
હવે અક્ષયે અને લક્ષ્મી બોમ્બના ડાયરેક્ટર રાઘવ લોરેન્સએ એક સારી પહેલની શરુઆત કરતાં ચેન્નઇમાં ટ્રાન્સજેન્ડર્સ માટે ઘર નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. જે માટે અક્ષય કુમારે 1.50 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
રાઘવ લોરેન્સે આ કામ માટે અભિનેતાનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રાન્સજેન્ડર્સ માટે ચેન્નઇમાં આવી પહેલી બિલ્ડિંગ નિર્માણ પામશે.
પોતાની ફેસબુક પોસ્ટમાં રાઘવે લખ્યુ કે અમારી વચ્ચેનો ભરોસો હવે 15માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે અને આ 15માં વર્ષને નવા પ્રોજેક્ટની શરુઆત સાથે સેલિબ્રેટ કરવા ઇચ્છીએ છીએ. આ પ્રોજેક્ટ ટ્રાન્સજેન્ડર્સને ઘર આપવાનો છે જેથી તેઓ વિકાસ કરી શકે.
રાઘવે આગળ લખ્યુ કે લક્ષ્મી બોમ્બના શૂટિંગ દરમિયાન મેં અક્ષય સાથે આ વિષય પર ચર્ચા કરી હતી અને અભિનેતાએ તાત્કાલિક 1.50 કરોડ રૂપિયા દાનપેટે આપ્યા હતા. અમારા ભરોસાએ આ પ્રોજક્ટને જમીન આપી છે અને હવે ઘર નિર્માણ કરવા માટે ફંડ ભેગુ કરીશુ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wfikPF
ConversionConversion EmoticonEmoticon