
સરકાર આ હરાજીમાં ૪-જી અને ૫-જી સ્પેક્ટ્રમના ૮,૩૦૩.૦૫ મેગાહર્ટઝનું વેચાણ કરશે અને જો બેઝ કિંમતે તમામ બેન્ડ વેચાશે તો સરકારી તિજોરીને લગભગ રૂા. ૫.૨૩ લાખ કરોડ મળી શકે છે
ટેલિકોમ મંત્રાલય અને ટેલિકોમ કંપનીઓ હાલ એડજસ્ટ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ના મુદ્દાનેે લઈને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહેલ છે. ટેલિકોમ કંપનીઓ હાલ એજીઆરની ચુકવણીના મુદ્દાને લઈને વ્યસ્ત બની રહી છે. તો બીજી તરફ ટેલિકોમ મંત્રાલય આ મુદ્દો ઝડપથી આટોપાય તેવી ગણતરી સાથે પગલા ભરી રહી છે. આમ, એજીઆરના મુદ્દાને લઈને ઉદ્ભવેલ પ્રતિકૂળ માહોલને જોતાં સ્પેક્ટ્રમની હરાજી પાછી ઠેલાવાની સંભાવના પ્રબળ બની છે.
સમગ્ર ગતિવિધિથી વાકેફ સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આમ તો માર્ચ-એપ્રિલમાં સ્પેક્ટ્રમ વેચવાની યોજના ધરાવે છેેે. પરંતુ એડજસ્ટ ગ્રોસ રેવન્યુ (AGR) ના મુદ્દાને કારણે વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલ જેવી ઓપરેટર્સની નાણાંકીય તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા સ્પેક્ટ્રમ વેચવાની હરાજી જુલાઈ- સપ્ટેમ્બર ક્વાર્ટર પહેલાં થાય તેવી શક્યતા લાગતી નથી. વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલે નૂ ગણતરી પ્રમાણે સંયુક્ત રીતે રૂા. ૯૦,૦૦૦ કરોડથી પણ વધારે રકમ AGR પેટે ચૂકવવાની છે. આમ આ પ્રતિકૂળતાના કારણે જો સ્પેક્ટ્રમની વહેલી હરાજી થશે તો કદાચ કંપનીઓ વધારે ઉત્સાહ નહીં દર્શાવે. આથી હવે આ હરાજીને પાછી ઠેલીને જુલાઈ બાદ કરવામાં આવશે. ઓગસ્ટ- ૨૦૨૦ પહેલાં આ હરાજી થઈ શકે તેમ નથી.
અગાઉ પણ સ્પેક્ટ્રમની હરાજી પાછી ઠેલાઈ ચૂકી છે. સરકાર પ્રારંભમાં આ હરાજી ૨૦૧૯ના અંતે યોજવા માગતી હતી પરંતુ તેને પાછી ઠેલીને માર્ચ- એપ્રિલનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. સરકાર આ હરાજીમાં ૪-જી અને ૫-જી સ્પેક્ટ્રમના ૮,૩૦૩.૦૫ મેગાહર્ટઝનું વેચાણ કરશે અને જો બેઝ કિંમતે તમામ બેન્ડ વેચાશે તો સરકારી તિજોરીનેલગભગ રૂા. ૫.૨૩ લાખ કરોડ મળી શકે છે. હરાજીમાં ૭૦૦ મેગાહર્ટઝ, ૮૦૦ મેગાહર્ટઝ, ૯૦૦ મેગા હર્ટઝ, ૧૮૦૦ મેગાહર્ટઝ, ૨૧૦૦ મેગાહર્ટઝ, ૨૩૦૦ મેગાહર્ટઝ, ૨૫૦૦ મેગાહર્ટઝના ૪ જી બેન્ડ તથા ૩૩૦૦- ૩૬૦૦ મેગાહર્ટઝના ૫-જી બેન્ડની ઓફર કરવામાં આવશે.
જો કે, જાણકારોના જણાવ્યા મુજબ સરકારને રૂા. ૪૦,૦૦૦ કરોડથી વધારે આવક નહી થાય કારણ કે ટેલિકોમ કંપનીઓની નાણાંકીય હાલત અત્યંત ખરાબ છે અને 5-G બેન્ડ તેમજ ૭૦૦ મેગાહર્ટઝ બેન્ડના ભાવ પણ ઘણા વધારે છે તેથી અગાઉ મુકાયેલે ધારણા ખોટી પણ પડી શકે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39SQHeb
ConversionConversion EmoticonEmoticon