શ્રેયા સરન: રશિયન પતિ સાથે સ્પેનનાં બોર્સેલોના શહેરમાં રહે છે આ અભિનેત્રી


૩૧ વરસની આ અભિનેત્રીએ દક્ષિણ, બોલીવૂડ ઉપરાંત અમેરિકન ફિલ્મમાં પણ કામ કર્યું છે. હિન્દી સિનેમામાં શ્રેયા અજય દેવગણની દૃષ્યમ કદી નહિં ભૂલે. 

ગયા વેલેન્ટાઈડન ડેના રોજ શ્રેયા સરન હૈદરાબાદના એક સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી હતી જ્યારે એનો રશિયન ટેનિસ પ્લેયર પતિ બોર્સેલોનામાં વ્યસ્ત હતો. એનો પતિ મૂળ રશિયન છે પણ વ્યવસાય માટે બોર્સલોનામાં સ્થાયી થયો છે. એ પતિ એન્ડ્રીને પહેલી વાર માલદિવમાં મળી હતી અને પછી બન્નેની લવસ્ટોરી મુંબઈ અને બોર્સેલોનામાં ફુલી-ફાલી. બન્નેનાં લગ્નને બે વરસ થઈ ગયા છે પણ શ્રેયાને હજી આ બાબત ગઈકાલની લાગે છે. મુંબઈની ચહલ-પહલથી દૂર ગયા પછી શ્રેયાને ખુદને એક નવી શ્રેયા જડી છે.

શ્રેયા કહે છે કે મુંબઈથી દૂર ગયા પછી એણે નવા શોખ વિકસાવ્યા છે. તો જૂના સાથેના સંબંધ પાછા તાજા કર્યા છે. શ્રેયાએ એન્ડ્રી સાથે લગ્ન તો કર્યા છે પણ એ એને સપોર્ટિવ પાર્ટનર વધુ માને છે અને પતિ ઓછો. 'ફન' માં પણ બન્નેની ભાગીદારી છે અને ક્રાઈમ પણ બન્ને સાથે મળીને કરે છે. પાર્ટનર સાથે ગાયેલી પ્રત્યેક ક્ષણ એને રોમાંચિત કરે છે.

શ્રેયા કહે છે કે લગ્ન પહેલાં પણ એ એના અંગત જીવન વિશે હરફ સુધ્ધાં ન'તી ઉચ્ચારતી અને આજે પણ પરિસ્થિતિ બદલાઈ નથી. બન્ને જ્યારે રિલેશનશિપમાં હતા ત્યારે ઘણા એને પ્રશ્ન કરતાં કે શા માટે એણે એક 'વ્હાઈટ મેન' પર પસંદગી ઉતારી છે. ત્યારબાદ તો એણે પ્રાઈવેટ લાઈફ વિશે હરફ ઉચ્ચારવાનું સાવ બંધ કરી દીધું છે. એ દ્રઢપૂર્વક માને છે કે પોતાની લાઈફ પ્રાઈવેટ રાખવાનો હક સહુને છે.

શ્રેયા પોતાની આ લવ સ્ટોરી વિશે ફોડ પાડીને તો કોઈ દિવસ નહીં કહે પણ એ પોતાની કહાનીને બ્યુટિફૂલ અને મેજિકલ લેખાવે છે. એ માલદિવમાં એક સહિયારા પ્રવાસમાં એન્ડ્રી કોશ્ચીવને મળી ત્યારે એને જાણ પણ નહોતી કે એ બોલીવુડ સાથે સંકળાયેલી છે. એ અભિનેત્રી છે એની જાણ એન્ડ્રીને મહિનાઓ પછી થઈ. ૨૦૦૪માં એ મહેશ બાબુ સાથે અર્જુનનાં શૂટિંગ માટે રશિયાના સેન્ટ પીટસબર્ગ ગઈ ત્યારે એને સરપ્રાઈઝ આપવા એન્ડ્રી પણ ત્યાં પહોંચી ગયો. શૂટિંગ પૂરું થયા પછી સાંજનાં બન્ને સેન્ટ પીટસબર્ગના સુંદર સ્થળો એ જતા અને પછી ડિનર કરતા. એ સમયે તેઓડેટિંગ કરતાં હતા. એમણે લગ્ન ભલે બે વરસ પહેલા કર્યા હોય પણ લગ્ન કરવાનો નિર્ણય તો ત્યારે જ લઈ ચૂક્યા હતા.

લગ્ન બાદ શ્રેયા મુંબઈ અને બોર્સેલોના વચ્ચે અવરજવર કરતી રહે છે. એને મુંબઈ ગમે છે. મહિના-બે મહિનાના રોકાણ પછી એ જ્યારે મુંબઈ પરત ફરે ત્યારે ઢોસા અને પરાઠા પર તૂટી પડે છે. એને ભારતીય ફૂડ પસંદ છે. સ્પેનમાં રહેતી હોવાને કારણે એ હવે સ્પેનિશ ભાષા શીખી રહી છે. બોર્સેલોનામાં એને કોઈ ખાસ જાણતું ન હોવાને કારણે રોજ સાંજે એ સાઈકલ લઈને શહેર ધૂમવાને નીકળી પડે છે. ૩૧વરસની આ અભિનેત્રીએ દક્ષિણ, બોલીવુડ ઉપરાંત અમેરિકન ફિલ્મમાં પણ કામ કર્યું છે. હિન્દી સિનેમામાં શ્રેયા અજય દેવગણની દૃષ્યમ કદી નહિં ભૂલે. હરદ્વારમાં મહત્ત્મ બાળપણ પસાર કરનારી અભિનેત્રી હવે સ્પેનની શેરીઓમાં બિનધાસ્ત મહાલે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PQjmbG
Previous
Next Post »