
નડિયાદ, તા. 03 માર્ચ 2020, મંગળવાર
નડિયાદ સેશન્સ કોર્ટે દોઢ વર્ષ પહેલા નડિયાદ તાલુકામાં થયેલા સામુહિક બળાત્કાર કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.આ સામુહિક બળાત્કારમાં કેસમાં ૨ આરોપીઓમાં થી એકને આજીવન કેદની સજાનો હૂકમ કર્યો છે,જ્યારે બીજો આરોપી હજી સુધી ફરાર છે.
ગત્ તા.૧૩-૧૦-૨૦૧૮ના રોજ નડિયાદ તાલુકાના મહોળેલ તાબેના સંતરામપુર ખાતે રહેતા કમલેશભાઇ લાખાભાઇ સોલંકી તથા કીરણભાઇ લાખાભાઇ સોલંકીએ પોતાના ડાંગરવાળા ખેતર નજીકના શેઢે આંબલી નીચે કુદરતી હાજતે ગયેલ એક મહિલા પર સામુહિક બળાત્કાર કર્યો હતો. બંને આરોપીઓએ ભોગબનનારને કહેલ કે તે અને તારા પિતાજીએ ધોડાના તબેલાવાળા નિલેશભાઇને કેમ લાઇટ આપેલ છે? અમો બધા રાંડવા છીએ તેમ તું કેમ કહેતી હતી? તેમ કહી બંને આરોપીઓએ ભોગબનનાર બહેન સાથે જબરજસ્તી કરી આરોપી કમલેશભાઇ રૂમાલથી ભોગ બનનારનુ મો દબાવી નીચે પાડી દીધી હતી. આ બાદ આરોપી કિરણભાઇ લાખાભાઇ સોલંકી જબરજસ્તી કરી બળાત્કાર કર્યો હતો. આ બાદ આરોપી કિરણ લાખાભાઇ સોલંકીએ ભોગબનનારનુ મોં દબાવી રાખી આરોપી કમલેશભાઇ લાખાભાઇ સોલંકીએ બળાત્કાર ગુજાર્યો હતો. આમ બંને આરોપીઓએ ભોગબનનાર સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે ચકલાસી પોલીસે મથકે ગુનો નોધાયો હતો.
આજ રોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટે માં ચાલી જતા સરકારી વકીલ ઘવલ આર. બારોટની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી કમલેશભાઇ લાખાભાઇ સોલંકીને તકસીરવાન ઠેરવ્યો હતો.આજીવન કેદની સજા એટલે કે આજીવન સુધી લંબાવી શકાય તેવી કે જેનો અર્થ તેના બાકી રહેલા કુદરતી જીવન જીવે ત્યા સુધીની સખત કેદની સજા અને રૂા.૧૦, ૦૦૦ દંડની સજા, દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા ભોગવવાનો હૂકમ કર્યો છે. તેમજ ઇ. પી. કો કલમ ૩૨૩ ના ગુનામાં ૬ માસની સજા તથા રૂા.૫૦૦ દંડ, દંડ ભરે તો વધુ ૧૦ દિવસની સજાનો હૂકમ કર્યો છે. જ્યારે બીજો આરોપી કિરણ હજી સુધી ફરાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TiBe11
ConversionConversion EmoticonEmoticon