
વડોદરા,તા.1 માર્ચ 2020 રવિવાર
વારસિયા વિસ્તારમાં રહેતા પરિવારની ચાર વર્ષની બાળકીને ઘરઆંગણેથી ઉપાડીને જતા આધેડને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડી વારસિયા પોલીસને સોંપી દીધો હતો. આ વિસ્તારના રહીશોની સતર્કતાના કારણે ચાર વર્ષની બાળકી બચી ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે વારસિયા વિસ્તારમાં ઘરઆંગણે રમતી ચાર વર્ષની બાળકીને આધેડ વયના આરોપીએ ચોકલેટ આપી લલચાવી પોતાની સાથે લઇને જતો હતો. ફળિયાના એક રહીશે બાળકીને લઇ જતા આધેડ પર શંકા જતા તેને ઉભો રાખ્યો હતો અને બાળકીના પરિવારજનોને બોલાવ્યા હતા. બાળકીના પરિવારજનોએ આધેડ સાથે કોઇ જ પરિચય નહી હોવાનું જણાવતા લોકોએ બાળકીને તેની પાસેથી છીનવી લઇ પરિવારને સુપરત કરી હતી.
બાળકીનું અપહરણ કરનાર આરોપીની લોકોએ ધુલાઇ કરી વારસિયા પોલીસને સુપરત કર્યો હતો.
વારસિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. પરમારે આરોપી વિકાસ શ્રીપાદભાઇ સાળુખે ઉ.વ.૪૬ (રહે.વી.આઇ.ટી. ચાલ આગરીપાડા ઇસ્ટ મુંબઇ મૂળ રહે. કલપેવાડી તા. કરાડા સતારા મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. આરોપી કેટરીંગ સર્વિસમાં વેઇટર તરીકે નોકરી કરે છે. અને બે દિવસ માટે વડોદરા આવ્યો હતો.
પરંતુ બાળકીને ઉપાડીને જતા રહેવા પાછળનું કારણ તે હજી બતાવતો નથી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TcILyb
ConversionConversion EmoticonEmoticon