સામરખા પાસે બસની ડિકીમાં સામાન મુકતી વેળાએ ખિસ્સામાંથી 1 લાખ ચોરાયા


અમદાવાદ,તા.8 માર્ચ 2020 રવિવાર

સામરખા પાસે એક્સપ્રેસ હાઈવેના ગરનાળા પાસે ખાનગી લકઝરી બસની ડિકીમાં સામાન મુકતી વેળાએ બાકરોલના ફર્નિચરના વેપારી સહિત અન્ય એક શખ્સનું ચબરાક ગઠીયાએ ખિસ્સા કાપી રૂા. ૧ લાખની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બાકરોલની શિવમ-૧ સોસાયટીમાં રહેતા અને ફર્નિચરનો વેપાર કરતા આશુરામ ભવરરામ જાટ દ્વારા હોળીના તહેવારને લઈને મજૂરોને પગાર ચૂકવવા શુક્રવારે બેંકમાંથી એક લાખ ઉપાડયા હતા. જેમાંથી ૫૦ હજાર મજૂરોને આપી દીધા હતા. ૫૦ હજાર પોતાની પાસે રાખ્યા હતા. શનિવારે વેપારી અને તેના સગા, મજૂર વતન જવા માટે નિકળ્યા હતા. સહિતના સામરખા ગામ પાસે આવેલ એક્સપ્રેસ હાઈવે ગરનારાપાસે ખાનગી બસમાં જવા માટે ગયા હતા. તેમણે વડોદરાથી ખાનગી લકઝરીમાં અગાઉથી બુકીંગ કરાવી લીધું હતું.

સાંજના સમયે બસ તેમના નિયત સ્થળે આવી પહોંચી હતી. આ ઉપરાંત વેપારીની સાથે તેમના સગા બાબુલાલ ધૂળારામ જાટ પોતાના વતન જવા સાથે આવ્યા હતા. બંને બસની ડિકીમાં સામાન મુકતા હતા ત્યારે ચબરાક ગઠીયાએ બંને મુસાફરોના ખિસ્સામાં રાખેલા ૫૦-૫૦ હજાર રૂપિયાની ચોરી કરી હવામાં ઓગળી ગયો હતો. જોકે બંને મુસાફરોને ખિસ્સા કપાયાની જાણ થતા બસને ઉભી રખાવી સ્ટાફની પૂછપરછ કરી હતી પરંતુ કંઈ હાથ ન લાગતા પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wIh5sw
Previous
Next Post »