પશુઓમાં ફેલાતી બીમારીઓના નિવારણ માટેની વિવિધ સારવાર પધ્ધતિનો પ્રારંભ


આણંદ,તા.8 માર્ચ 2020 રવિવાર

સાબરકાંઠા મિલ્ક યુનિયનની એથનો-વેટરનરી પ્રીપેરેશન (ઈવીપી) સપ્લાય ચેઈન (પુરવઠા શ્રૂંખલા) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરતી વખતે દિલિપ રથે જણાવ્યું હતું કે, મેસ્ટાઈટિસ (આંચળો સૂજી જવાની બિમારી) અને ઈવીએમના ફેલાવાને નિયંત્રિત કરવા સંબંધિત વિભાવનાઓનું પરીક્ષણ કરવા માટેના ઈન્ક્યુબેશન સેન્ટર માટે એનડીડીબી વર્ષ ૨૦૧૪થી સાબરકાંઠા મિલ્ક યુનિયન (સાબર) સાથે સહયોગ સાધી રહ્યું છે. 

આઈએનએપીએચના ડેટા મુજબ, લગભગ ૨૨% કેસ આંચળની બીમારીઓ સાથે સંકળાયેલા હતા. એનડીડીબીના હસ્તક્ષેપને કારણે સબ-ક્લિનિક્લ મેસ્ટાઈટિસ ૫૫% થી ઘટીને ૨૦% થઈ ગયો છે અને સોમેટિક સેલ કાઉન્ટ (એસસીસી) અને ટોટલ પ્લેટ કાઉન્ટમાં પણ ઘટાડો થયો છે. પશુપાલકો દ્વારા સામનો કરવામાં આવતી પશુઓના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સ્થાયી ઉકેલ લાવવા માટે એનડીડીબી મેસ્ટાઈટિસ કન્ટ્રોલ પોપ્લુલરાઈઝેશન પ્રોજેક્ટ (એમસીપીપી) હેઠળ સાબરને સહાય પુરી પાડી રહ્યું છે. આ ઉપરાંત તેણે તેમની ઈવીપી સપ્લાય ચેઈન (પુરવઠા શ્રૂંખલા) ફેસિલિટીની સ્થાપના કરવા માટે રૂ.૨૮.૪ લાખનું અનુદાન પણ પુરું પાડયું છે.

એફએસએસએઆઈ દૂધ અને દૂધના ઉત્પાદનોમાં એન્ટિબાયોટિક/દવાઓના અવશેષોની મંજૂરીપ્રાપ્ત મર્યાદા પર કડક નિયંત્રણો લાવી રહી હોવાથી વર્તમાન પરિદ્રશ્યમાં દૂધાળા પશુઓની બીમારીઓના નિયંત્રણ માટે ઈવીએમનો ઉપયોગ વધુને વધુ મહત્વનો બની ગયો છે. આ ઉપરાંત પશુઓની સારવાર માટે અગાઉ ઉપયોગમાં લેવાતા એન્ટિબેક્ટેરિયલ એજન્ટો પર પણ હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઈવીએમના ઉપયોગથી દવાઓ અને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ઘટશે અને તેના પરિણામસ્વરૂપ રોગાણુરોધી પ્રતિરોધની ઘટનાઓમાં ઘટાડો કરવામાં મદદરૂપ થાય છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VUXks4
Previous
Next Post »