હવે પેરેન્ટ કન્ટ્રોલ કરી શકશે બાળકોનું TikTok, લોન્ચ કર્યું ફેમિલી સેફ્ટી ફીચર

અમદાવાદ, તા. 19 ફેબ્રુઆરી 2020, બુધવાર

શોર્ટ વિડિયો મેકિંગ અને શેરિંગ પ્લેટફોર્મ એપ TikTok પર નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેની મદદથી માતા-પિતા પોતાના બાળકોનું એકાઉન્ટ કન્ટ્રોલ કરી શકશો. સેફ્ટી મોડ નામથી લોન્ચ કરવામાં આવેલા ફીચરની મદદથી બાળક ક્યાં પ્રકારનું કન્ટેન્ટ જોઇ શકે તેનો કન્ટ્રોલ પેરેન્ટ કરી શકશે. આ મોડ ઓન કર્યા બાદ પેરેન્ટનું એકાઉન્ટ પોતાના બાળકના એકાઉન્ટ સાથે લિંક થઇ જશે. ત્યાર બાદ યુઝર્સની ફીડમાં સ્ક્રીન મેનેજમેન્ટ સાથે જોડાયેલા પ્રોમ્પ્ટ જોવા મળશે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મના હેડ ઓફ ટ્રસ્ટ એન્ડ સેફ્ટી યુરોપ કોરમૈક કીનને કહ્યું કે એપ નવા ફીચર પર કામ કરી રહ્યુ છે. આ ફીચર માટે પ્લેટફોર્મના સૌથી પોપ્યુલર યુઝર્સની સાથે મળી કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત યુઝર્સે ટિકટોક પર કેટલો સમય પસાર કર્યો તેની માહિતી પણ આપીશું. સાથે જ અમે યુઝર્સને બહારની દુનિયામાં પણ સમય પસાર કરવા પ્રેરિત કરવા માગી છીએ.

કીનને આગળ જણાવ્યું કે અમે યુઝર્સને પ્લેટફોર્મ પર સુરક્ષિત એક્સપીરિયન્સ આપવા માગી છીએ અને તેના માટે અમે સતત નવા ફીચર પણ લાવી રહ્યાં છે. 


ભારતમાં આ શોર્ટ વિડિયો મેકિંગ એપ ટિકટોક ઝડપથી પોપ્યુલર થયો છે. તેનો અંદાજો તેના યુઝર્સ પરથી લગાવી શકાય છે. ટિકટોક પર વર્ષ 2018ની સરખામણીએ 2019માં 6 ગણો વધુ સમય પસાર કરી રહ્યાં છે. આંકડામાં વાત કરીએ તો 2019માં ભારતીઓએ 5.5 અબજ કલાક ટિકટોક પર સમય પસાર કર્યો. મોબાઇલ ડેટા એનાલિટિક્સ ફર્મ App Annie અનુસાર એન્ડ્રોઇડ યુઝર્સે વર્ષે 2018માં 900 મિલિયન (9 કરોડ) કલાક જ ટિક-ટોક પર સમય પસાર કર્યો હતો. ગ્રોથ મામલે તે ફેસબુકથી ક્યાંય આગળ નીકળી ગયું છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vPRxc8
Previous
Next Post »