2023 સુધીમાં ભારતમાં 90 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ થઇ જશેઃ સિસ્કો

અમદાવાદ, તા. 19 ફેબ્રુઆરી 2020, બુધવાર

ભારતમાં વર્ષ 2023 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 90.7 કરોડ પહોંચી જશે. જે તેની વસ્તીનીની 64 ટકા હશે. હાલ દેશમાં 50 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે. 

ભારતમાં ડેટા ઘણો સસ્તો છે અને સ્માર્ટફોનનું સૌથી મોટું માર્કેટ છે. એવામાં જ્યાં ઇન્ટરનેટ સસ્તુ છે અને ઘડાઘડ બજેટ ફ્રેન્ડલી લોન્ચ થઇ રહ્યાં છે ત્યારે સ્વાભાવિક છે કે ઇન્ટરનેટના યુઝર્સ પણ ઘણા હશે.


વર્ષ 2018માં ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 76.3 કરોડ હતી જે 2023 સુધી 90 કરોડને પાર કરી જશે. એવો દાવો સિસ્કોએ સિસ્કો વાર્ષિક ઇન્ટરનેટ રિપોર્ટ 2018-2023માં કરી છે. ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં 38 ટકા મોબાઇલ અને 12 ટકા ટીવી યુઝર્સ સામેલ છે.

2023 સુધી ભારતમાં 2.1 અરબ ડિવાઇસ ઇન્ટરનેટથી કનેક્ટ હશે. આ સાથે જ 2023 સુધીમાં ભારતમાં 6.72 કરોડ 5G યુઝર્સ હશે. બીજા શબ્દમાં કહી તો 20માંથી એક યુઝર્સ 5જીનો હશે. વળી 4G કેનેક્શનના કુલ મોબાઇલ 53.1 ટકા હશે.


જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ ફર્મ વી આર સોશિયલ અને Hootsuite એ સમગ્ર દુનિયામાં ઇન્ટરનેટ અને મોબાઇલ યુઝ્સને લઇને આંકડા રજુ કર્યા હતા. Digital 2020 નામથી પ્રકાશિત કરવામાં આવેલી આ રિપોર્ટમાં કહ્યું કે ડિજિટલ દુનિયા, મોબાઇલ અને સોશિયલ મીડિયા પર લોકો કેવી રીતે પોતાનો સમય વિતાવી રહ્યાં છે. આ આંકડા જાન્યુઆરી 2020 સુધીના છે. દુનિયાના 92 ટકા લોકો મોબાઇલથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uQ8Mu6
Previous
Next Post »