દરરોજ 100 SMS ફ્રી મોકલવાની લિમિટ થઈ શકે છે ખત્મ, TRAIએ આપ્યો આ પ્રસ્તાવ

અમદાવાદ, તા. 19 ફેબ્રુઆરી 2020, બુધવાર

મોબાઇલમાં દરરોજ 100 એસએમએસ ફ્રીમાં મોકલાવની લિમિટ દૂર કરવા કમર કસી રહી છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ મંગળવારે દરરોજ 100 એસએમએસથી ઉપર મોકલવામાં આવતા દરેક એસએમએસ માટે 50 પૈસાના નિર્ધારિત દરે લીધેલી ફી પરત લેવાની દરખાસ્ત કરી છે. 

ટ્રાઇએ ટેલિકોમ્યુનિકેશન ટેરિફ (65માં સુધારો) આદેશ 2020 ના મુસદ્દામાં જણાવ્યું છે કે, “ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર રેફરન્સ રેગ્યુલેશન્સ 2018 ની રજૂઆત સાથે, એવું લાગ્યું હતું કે એસએમએસ માટે નિયમનકારી ફીની જરૂર નથી.” તેને ધ્યાનમાં રાખીને, ટેલિકોમ્યુનિકેશન ટેરિફ (65 મા સુધારા) ઓર્ડર 2020ના ડ્રાફ્ટમાં ટેલિકમ્યુનિકેશન ટેરિફ (54માં સુધારા) ઓર્ડરમાં અગાઉ રજૂ કરવામાં આવેલા એસએમએસ ચાર્જ સંબંધિત નિયમનકારી જોગવાઈઓને પાછી ખેંચવાની દરખાસ્ત છે. 


2012માં લાગુ થયો નિયમ
ટ્રાઇએ 65મા સુધારણાના મુસદ્દા પરના તમામ હોદ્દેદારોના સૂચનો અને ટિપ્પણીઓ માટે 3 માર્ચની અંતિમ તારીખ નક્કી કરી છે, જ્યારે 17 માર્ચ જવાબ આપવાની માટેની અંતિમ તારીખ હશે. ઉલ્લેખનીય છે કે ટ્રાઇએ નવેમ્બર, 2012માં રજૂ કરેલા આદેશમાં, વણજોઈતા સંદેશાઓની સમસ્યાને દૂર કરવા માટે ઓછામાં ઓછી 50 પૈસાની સૂચના જાહેર કરી હતી.


ટેક્નોલોજી સોલ્યુશન પર ભાર
છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાઇ સ્પામ એસએમએસ પર લગામ કસવા માટે ટેલિકોમ કંપનીઓને નવી રીતે રજુ કરવા ભાર આપી રહી છે. વર્ષ 2017માં ટ્રાઇએ યુસીસી (અનસોલિસિટેડ કમર્શિયલ કોમ્યુનિકેશન્સ)થી બચવવા માટે TCCCPR રજુ કર્યું છે. ટ્રાઇ અનુસાર TCCCPR 2018 અંતર્ગત નિર્ધારિત કરવામાં આવેલું રેગ્યુલેટરી ફ્રેમવર્ક ટેક્નોલોજી આધારિત છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SV6aTy
Previous
Next Post »