
‘તમને લોટરી લાગી છે...’, ‘તમારી લોન મંજૂર થઈ ગઈ છે...’ એવા લલચામણા મેસેજ સાથે કોઈ ને કોઈ લિંક આપવામાં આવી હોય એવા વણનોતર્યા એટલે કે સ્પામ એસએમએસનું દૂષણ આપણા દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આપણને થોડો હાશકારો થાય એવા એક સમાચાર આવ્યા છે.
આપણા પર આવતા ઘણા બધા એસએમએસમાં જોખમી, બનાવટી સાઈટ્સ પર દોરી જતા મેસેજનું વધતું જતું દૂષણ સૌ કોઈને નડી રહ્યું છે, પણ હવે આપણા પર આવેલો મેસેજ ભરોસાપાત્ર કંપની તરફથી છે કે નહીં તેની ખરાઈ કરી શકાશે.
વિવિધ કંપની બલ્ક મેસેજ સર્વિસથી આપણા પર મેસેજનો મારો કરતી હોય છે. આજના સમયમાં મોબાઇલ નંબરનો ડેટાબેઝ મેળવવો સાવ સરળ હોવાથી આપણા મોબાઇલ નંબર ખાનગી રાખવાનું શક્ય નથી. ઉપરાંત આપણે ‘ડુ નોટ ડિસ્ટર્બ’ સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ તો પણ તેમાંની ઘણી છટકબારીઓ શોધીને આપણે મેળવવા ઇચ્છતા ન હોઇએ તેવા મેસેજ પણ આપણા મેસેજ બોક્સમાં ઘૂસી જતા હોય છે.
આવા મેસેજનો સામનો કરવા માટે હવે ગૂગલે ભારત અને અન્ય ૮ દેશોમાં વેરિફાઇડ એસએમએસ અને સ્પામ પ્રોટેક્શન સર્વિસની શરૂઆત કરી છે. જે મુજબ લોકોને બિઝનેસ મેસેજિસ મોકલવા ઈચ્છતી કંપનીઓ ગૂગલનો સંપર્ક કરીને, તેમની કંપની વિશ્વસનીય હોવાનું સાબિત કરતા દસ્તાવેજો પૂરા પાડીને કંપની વેરિફાઇડ હોવાનું ટેગ મેળવી શકશે. આ પછી આવી કંપની તરફથી આવતા એસએમએસ પર તેને મોકલનાર કંપની વેરિફાઇડ હોવાનું ટેગ જોવા મળશે.
અલબત્ત ભારતમાં અત્યારે બહુ ગણી ગાંઠી કંપનીઓએ આવું વેરિફિકેશન મેળવ્યું છે, તેનું પ્રમાણ વધશે એવી આશા રાખીએ.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VxzjHc
ConversionConversion EmoticonEmoticon