પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુ તરીકે પૂજાય છે. શ્રી વલ્લભ જ પુષ્ટિ માર્ગના પ્રવતર્ક અને ગુરૂ છે. એ ઓના દ્વિતીય આત્મજ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુંસાઈજીનું સંપ્રદાયમાં 'પ્રભુ' કે પ્રભુ ચરણ નામ દેશમાં વ્યાપક બન્યું ત્યારથી એ પુત્ર 'પ્રભુ' તો તેમના પિતા 'મહાપ્રભુ' એવું બોલાવા લાગ્યું શ્રી ગોકુલનાથજીએ તો વ્રજભાષાના નિરૂપેલા સાહિત્યમાં શ્રી વલ્લભાચાર્યજી માટે આચાર્ય શ્રી મહાપ્રભુજી જેવું વિશેષણ સબ હુ માન પુર: પ્રયોજ્યું છે. આજે સંપ્રદાયમાં બધા જ શ્રી મહાપ્રભુજીથી બધા ઓળખે છે. (સંદર્ભ કોકા શાસ્ત્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ગ્રંથ) આવું બિરૂદ ગૌડીય સંપ્રદાયના પુરસ્કારક શ્રી ચૈતન્ય ગૌરાંગને પણ મળ્યું છે.
આવું સંબોધન ઉચ્ચ કોટિના મહાનુભાવતાનું દ્યોતક છે. શ્રી નાથજીના મંદિરની ગિરિરાજ ગોવર્ધન ઉપર સ્થાપના કર્યા પછી પણ અડેલ જેવા-શહેરોથી દૂર એકાંત સ્થળોમાં જ રહી આકાર ગ્રંથ લેખનમાં અને ભગવત્સાંમુખ્યના ચિંતનમાં જ સમય વિતાવેલો શ્રી વલ્લભાચાર્યજી એ જીવનમાં માનની કદી કોઈ અપેક્ષા રાખી નહોતી. એક ગૃહસ્થ ત્યાગીનું જીવન જ ગાળ્યું હતું. ભગવદ્ વિરહનો તાપકલેશ સદા અનુભવનારો આ આચાર્ય સંસારમાં રહેવા છતાં અપરિગ્રહ જીવન જ પસંદ કર્યું હતું. કદિ સંઘરો કર્યો નહોતો. ભારત વર્ષમાં દ્રવિડ દેશોમાં જે આચાર્યો થયા તેમાં મહાન શ્રી શંકરાચાર્ય શ્રી વિષ્ણુસ્વામી શ્રી નિમ્બાર્ક, શ્રી રામાનુજાચાર્ય શ્રી મધ્વાચાર્ય, વેદ ભાસ્કર સાપણાચાર્ય સર્વ દર્શન સંગ્રહકાર માધવાચાર્ય વિદ્યાચરણ સ્વામી જેવા રત્નોમાં શિરમોર શ્રી વલ્લભાચાર્યની આજે ગણના થાય છે. યજ્ઞા નારાયણ ભટ્ટજીએ ૩૨ એમના પુત્ર ગંગાધર ભટ્ટજીએ ૨૮ એમના પુત્ર ગણપતિએ ૩૦ એમના પુત્ર વલ્લભ ભટ્ટે ય અને તેમના પુત્ર લક્ષ્મણ ભટ્ટ અને જનાર્દન ભટ્ટે પાંચ સોમ સિદ્ધ કર્યા. એમના પવિત્ર કુળમાં શ્રી આચાર્યના પ્રાર્દુભાવ (પ્રાક્ટય) થયો. વ્રજમાં શ્રી ગોકુલમાં ગોવિંદઘાટ (શ્રી યમુનાજી) ઉપર (૩૦-૭-૧૫૦૬)ને દિવસે શ્રીનાથજીએ શ્રી વલ્લભને દર્શન આપી ભેટી પડયા આ પ્રથમ મીલન શ્રી મહાપ્રભુજી હોય તોજ થાય ને ? આજે આ દિવસ પવિત્ર એકાદશી તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. આખો પ્રસંગ સિધ્ધાંત રહસ્ય નામક તેમના ગ્રંથમાં આવ્યો છે. દામોદરદાસજી હરસાનોજી પ્રથમ વૈષ્ણવ હતા તેમને કોઈએ પૂછયું કે આચાર્યશ્રીને પ્રભુથી મોટા કેમ માનો છે ? તેઓના શબ્દોમાં આપણે બ્રહ્મસંબંધ કરાવનાર અને ભગવાન સાથે મેળાપ કરાવનાર ભગવાનથી મોટા છે તેથી હું મહાપ્રભુજી કહું છું.
- બંસીલાલ જી.શાહ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a9LVZq
ConversionConversion EmoticonEmoticon