
અત્યારે આપણે ફેસબુકમાં લોગઇન થઇએ અને આપણી ન્યૂઝફીડ જોઇએ ત્યારે આપણને જે કંઈ જોવા મળે છે એ બધું ફેસબુકની મરજીનું હોય છે. અનેક પ્રકારના અટપટા અલ્ગોરિધમને આધારે ફેસબુક નક્કી કરે છે કે આપણને ન્યૂઝફીડમાં શું બતાવવું.
નિષ્ણાતો કહે છે કે જો તમે ફેસબુક પર ઠીક ઠીક સક્રિય હો, ખાસ્સા ફ્રેન્ડઝ બનાવ્યા હોય અને સંખ્યાબંધ પેજિસને લાઇક કર્યાં હોય તો તમે ફેસબુકમાં લોગઇન થાઓ ત્યારે એવી હજારો પોસ્ટ હોય છે જેની વચ્ચે તમારી નજરમાં આવવા માટે હરીફાઈ થાય છે.
આપણે અગાઉ જે જે લોકો સાથે ઇન્ટરએકશન કર્યું હોય, જે લોકોએ આપણી પોસ્ટ પર રિએકશન કે કમેન્ટ આપી હોય એ બધું અને તેના ઉપરાંત બીજી ઘણી બાબતોને આધારે ફેસબુક નક્કી કરે છે કે તેમની હજારો પોસ્ટમાંથી આપણને શેમાં વધુ રસ પડશે.
ટૂંકમાં ન્યૂઝફીડમાં આપણને એ જ જોવા મળે છે જે ફેસબુક આપણને બતાવવા માગે છે. એમાં આપણી હિસ્ટ્રીની અસર હોય ખરી, પરંતુ નિર્ણય ફેસબુકનો હોય. આ વાતમાં એક અપવાદ એટલો કે આપણે જે મિત્રોની પોસ્ટ વધુ જોવા માગતા હોઈએ તેમને ફેવરિટ તરીકે સેટ કરી શકીએ છીએ.
હવે આવી રહેલા સમાચાર મુજબ ફેસબુકની ન્યૂઝફીડમાં ઘણાં મોટાં પરિવર્તનો આવી રહ્યાં છે. એ મુજબ, ખાસ કરીને ફેસબુક એપમાં આપણને અલગ અલગ ટેબમાં જુદા જુદા પ્રકારે ન્યૂઝફીડ જોવાના વિકલ્પો મળશે.
આપણને સૌથી વધુ સંબંધિત હોય તેવી ફીડ (જે અત્યારની સ્થિતિ છે), ઉપરાંત સૌથી નવી પોસ્ટ સૌથી પહેલાં જોવા મળે અથવા આપણે જે પોસ્ટ જોઈ લીધી હોય તેવી પોસ્ટ પર ફરી નજર ફેરવી શકાય એવી પસંદગી આપણે કરી શકીશું.
આ રીતે ટેબમાં જુદી જુદી રીતે ન્યૂઝફીડ જોવાના વિકલ્પ ફેસબુક હજી સત્તાવાર રીતે લોન્ચ કર્યા નથી. પરંતુ જો તે લોન્ચ થશે તો છેલ્લાં સાત-આઠ વર્ષમાં ફેસબુકની ન્યૂઝફીડમાં આવેલું આ સૌથી મોટું પરિવર્તન હશે.
તમે જાણતા જ હશો કે ટવીટરમાં પણ આ રીતે આપણને જે રીતે ટ્વીટ્સ જોવામાં રસ હોય એ રીતે જોવાની આઝાદી છેલ્લા થોડા સમયથી મળી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cmqFBE
ConversionConversion EmoticonEmoticon