
મલાઈકા કહે છે કે હવે એ પાપારાઝીઓથી ટેવાઈ ગઈ છે. તૈમુર પછી પાપારાઝીઓ એને ક્લીક કરે છે અને મિડીયામાં છાપે છે. જોકે એને ફોટોગ્રાફરો તરફ કોઈ ટ્રેશ નથી.
મલાઈકા અરોરા માત્ર મહિલાઓ માટેના યોગા સ્ટુડિયોની ચેઈન ચલાવે છે. ૨૦૨૧ સુધીમાં એ પોતાના યોગા સ્ટુડિયોની સંખ્યા બમણી કરવાનો ઈરાદો સેવે છે. તો પાંચ વરસમાં ૧૦૦ મિલિયન હેલ્થ કેન્શિયલ ગ્રાહકો સુધી પહોંચવાની એની મહત્વાકાંક્ષા છે. એ કંઈ નાનપણથી યોગની પ્રેક્ટિસ નથી કરતી. યોગ સાથે એનો પરિચય માત્ર સાત વરસ જૂનો છે. શારીરિક ઈજાથી પીડાતી હતી અને એ તબક્કે કોઈકે એને યોગની સાધના કરવાની પ્રેરણા આપી અને જાણે ચમત્કાર થયો. એને ધાર્યા કરતા વધુ ફાયદા મળ્યા. મલાઈકાએ યોગની સાધના કરવાનો નિર્ણય લીધો. એ જ્યાં યોગની સાધના કરતી હતી એ ચેઈનની બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઓફર આવી. પરંતુ એને માત્ર ચહેરો બનવામાં કોઈ રસ નહોતો. વરસ અગાઉ એણે પોતાની, માત્ર મહિલાઓ માટે યોગ શીખવતી શ્રુંખલા શરૂ કરી.
મલાઈકા કહે છે કે આજે હવા-પાણી બધુ દૂષિત છે. ફિટનેસ એકમાત્ર એવી વસ્તુ છે જે હજી ભ્રષ્ઠ અથવા દૂષિત બની નથી. એ બીજા વ્યવસાયોમાં સાથે પણ જોડાયેલી છે. તાજેતરમાં એણે શાહરૂખની પત્ની સુઝાન ખાન અને બિપાશા બસુ ખાતે શરૂ કરેલા એક ફેશનના લેબલને ચાર વરસ પૂરા થયા. મલાઈકા કહે છે એને માત્ર ફેશનમાં કે ફિટનેસમાં રસ નથી. એ એન્ત્રપ્રેન્યોર છે અમે ટીવી તથા ફિલ્મો સાથે પણ જોડાયેલી છે. હવે એ વેગન છે અને દૂધ-દહીંનો પણ ત્યાગ કર્યો છે. એના ફેશન આઈકોન કરીના કપૂર ખાન, કેટ મોસ અને મેડોના છે. જેનું અનુકરણ કરવામાં એ નાનમ નથી અનુભવતી. તો બીજી તરફ એને સાડી અને મોટો ચાંદલો પણ પસંદ છે.
મલાઈકા કહે છે કે હવે એ પાપારાઝીઓથી ટેવાઈ ગઈ છે. તૈમુર પછી બોલીવુડના પાપારાઝીઓ એને ક્લીક કરે છે અને મિડીયામાં છાપે છે. જોકે એને ફોટોગ્રાફરો તરફ કોઈ ટ્રેશ નથી. સેલિબ્રિટીઓની તસવીર કેદ કરવી એ એમનું કામ છે. એ કહે છે કે ૯૦ ના દાયકામાં એ વિડિયો જોકી તરીકે કામ કરતી હતી ત્યારથી એ ગ્લેમર ઉદ્યોગની આંટીઘૂંટીઓથી પરિચિત છે. વિડિયો જોકી એના માટે ગ્લેમરના પગથિયો ચડવાનું પ્લેટફોર્મ બન્યુ છે. આ વ્યવસાયે એને માટે અનેક દરવાજા ખોલી આપ્યા છે.
થાડાક વરસો અગાઉ એ પ્રોડયુસર અરબાઝ ખાન સાથેથી અળગી થઈ. ૧૮ વરસના લગ્નજીવન પછી બન્ને છૂટા પડયા છે. આમ છતાં ખાન પરિવાર સાથેના એના સંબંધ આજે પણ ઉષ્માપૂર્ણ છે. એ અરબાઝને આજે પણ મળે છે. બન્ને ૧૭ વરસના પુત્ર અરહાનના ભવિષ્યને લઈને ચિંતિત છે. અરહાન એના જીવનની સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. એ અને અરબાઝ અરહાનના જીવનમાં સદૈવ હાજર રહેશે. હાલમાં એ અર્જુન કપૂર સાથેની એની રિલેશનશિપ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે એમણે આ સંબંધ કોઈ દિવસ છુપાવ્યો નથી. પરંતુ એનાથી વિશેષ બન્ને કશું નહિં બોલે. અલબત્ત, જ્યારે લગ્ન કરવાનો નિર્ણય લેશે ત્યારે સામેથી મિડિયાને બોલાવીને જાણકારી આપશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wCunXv
ConversionConversion EmoticonEmoticon