એન હેથવે અને આદમ શુલમને આખરે દીકરાનું નામ રાખ્યું જેક


એની  હેથવે  અને એના પતિ  આદમ  શુલમને  એમના બીજા  સંતાનનું  નામ આખરે  જેક રાખ્યું હતું.  ૩૭  વર્ષિય  અભિનેત્રી  એની અને આદમને  ત્રણ વરસનો  દીકરો  જાનોથન  પણ છે.

એની  એ કહ્યું  કે બીજા  સંતાનને શું નામ આપવું એની મૂંઝવણ  બંનેને બાળકના જન્મ  પહેલાથી મૂંઝવતી  હતી. જન્મ અગાઉ  બંનેને વચ્ચે બાળકના નામને લઈને મીઠો વિવાદ  થતો રહેતો હતો.

બંનેએ  મિત્રો સંબંધીઓ પાસેથી સલાહ-સૂચનો  માગ્યા અને મળ્યા પણ.  આખરે  લાંબા  મનોમંથન  પછી કોઈ દેશ- શહેર પરથી  નામ  રાખવાના  બદલે  સામાન્ય   કહી શકાય  એવા જેક  પર નજર ઠરી.  અગાઉ  બંને  આફ્રિકા  જેવું  વિચિત્ર  કહી શકાય એવું  નામ પણ  વિચારતા  હતા. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vQMAzY
Previous
Next Post »