
નડિયાદ,તા.20 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
ખેડા જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નડિયાદ અને યાત્રાધામ ડાકોર ખાતે ૨૫૯ અત્યાધુનિક સી.સી.ટી.વી કેમેરા શરૂ કરવામાં આવ્યા છે.જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ-૧૮૮ ઇ-મેમો ઇશ્યુ કરવામાં આવ્યા છે.
ખેડા જિલ્લામાં નડિયાદ અને ડાકોર શહેરમાં કુલ-૨૫૯ અત્યાધુનિક સી. સી. ટી. વી કેમેરા મૂકવામાં આવ્યા છે.જે કેમરાઓનું રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ કરવામાં આવે છે.આ સેન્ટર નડિયાદના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં આત્યાધુનિક સાધનોથી સજ્જ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યો છે.જેનો મુખ્ય ઉદેશ્ય જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવાનો, ગુનાઓ શોધવાનો અને ટ્રાફીક નિયમન અમલીકરણ કરવાનો છે.
આ ઉપરાંત તા.૧૫-૨-૨૦૨૦ ના રોજથી નડિયાદ શહેર તથા ડાકોર ખાતે લગાડવામાં આવેલ સી. સી. ટી. વી કેમેરાના માધ્યમથી ઇ-ચલણ મેમો ઇશ્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેમાં ડ્રાઇવીંગ દરમ્યાન મોબાઇલનો ઉપયોગ, ત્રણ સવારી ડ્રાઇવીંગ રીક્ષામાં ડ્રાઇવર સીટ ઉપર પેસેન્જર બેસાડવા, ભયજનક વાહન હંકારવુ, ડાર્ક ફીલ્મ, નો-પાર્કીગ બાબતે ઇ-મેમો ઇશ્યુ કરવાની શરૂઆત કરવામાં આવેલ છે. હાલ સુધીમાં કુલ-૧૮૮ ઇ-મેમો ઇશ્યુ કરવામાં આવેલ છે. જે ઇ-મેમો વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ સેન્ટર ખાતે ભરપાઇ કરી શકાશે.તેમજ નાગરિકોને કોઇ અગવડતા ન પડે તે સારૂ ખેડા જિલ્લામાં આવેલ ડાકોર પોલીસ સ્ટેશન,કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ઓફ લાઇન ઇ-મેમો ભરપાઇ કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ વાહનધારક પોતે પણ ઓન-લાઇન ઇ-મેમો ભરપાઇ કરી શકશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HEWKGr
ConversionConversion EmoticonEmoticon